Monday, 28 December 2009

જયાં.ને ત્યાં

જયાં.ને ત્યાં
જયાં દુવાઓની અસર થતી નથી.
ત્યા દવાઓ કદાચ કામ આવતી નથી.

જયાં એંકાત ઘણુ ફાવી જતું હોય
ત્યાં મહેફિલો કોઇ માફક આવતી નથી.

જયાં પુછાતુ હોય કેમ છો આપ?
ત્યાં જવાબો આપવા પણ હોતા નથી.

જયાં સવાલોય પુછાતા નથી,
ત્યાં જવાબો કેમ કરીને અપાતા નથી.

જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,
ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
શિલ્પા પ્રજાપતિ...

Tuesday, 8 December 2009

શબ્દો બદલાય.

ગમ પીવા નો કોઇ શોખ નથી.
તેને ઉલેચવાનો કોઇ અથૅ નથી.
વ્યાથૉ ઓ જગ જાહેર તો નથી.
શબ્દો બદલાય,બદલાતા દદૅ નથી.
શબ્દોના અથૅ તો બદલાતા નથી.
આખંની વાત આપણે કરતા નથી.
તેના પાણીની ખારાશ અલગ નથી.
ગમ દૂર થાય એવા રસ્તાય નથી.
મન સમાવી જાય તે ઘટના નથી.
શિલ્પા પ્રજાપતિ..

Tuesday, 1 December 2009

અહેસાસ..

અહેસાસ..

મારી અંદર જીવે છે મારુ જ દદૅ.

થોડો શ્ર્વાસને પણ અહેસાસ તારો.


ધબકતું મન ભરેલું આપની પાસેય,

એ અણસમજણનો અહેસાસ તનેય.


ધણી વાર અમે હડસેલાયા હશેય,

તમનેય નહીં હોય અહેસાસ તેનોય

.શિલ્પા પ્રજાપતિ..

ત્યાંજ ઊભા છે.

આકાશ વરસે જમીન ભીંજાઇ છે.
તોય એક તરસ રોજ તરસાવે છે.
રસ્તો બાકી ને સફર નો થાક છે.
મનની ખ્વારિશ મકકમ ઘણી છે.
અંતમાં તો કશુ મળવાનું બાકી છે.
ને રસ્તોય જાણે ત્યાં જ ઊભો છે.
અમે નીકળ્યા હતા ત્યાંજ ઊભા છે.
શિલ્પા પ્રજાપતિ.....

Tuesday, 24 November 2009

અફસોસ..

હોય પ્રેમથી હાથ અમારા હાથમાં,
તો કયા ઉણપ હતી અમેને કોઇ?
એક શબ્દની તરસ રહી અમને,
જીવનભર અમનેય ઉણપ રહશે.
મનને કોશિશ કરી માની જાયતો,
જો સ્વપ્ન સાકાર થાય અમારા,
અમે પણ પહોંચીએ ગીરીમાએ.
ને તરસ થાય પૂરી અમારી તો,
આ કલમને અહીં કાગળ પર છોડુ,
છો રહે કવિતા પછી અધુરી તોય.
પણ અફસોસ અપૂણૅ રહેવાનો રહેશે..
શિલ્પા પ્રજાપતિ..

Thursday, 12 November 2009

સાબિતી આપ ..

સાબિતી આપ તારા હોવાનીય ઇશ્ર્વર હવે તો.........

જગત કહે છે તને જે ભોળાનાથ.
હુય કહુ પણ આપ તુય સાબિતી તેનીય.

જગત કહે છે તનેય જ માં જગદંબા.
હુય કહુ પણ આપ તુય સાબિતી તેનીય.

જગત મને પણ કહે છે કંઇક તો
હવેય તુય પણ આપ સાબિતી તેનીય.

તારા પાસે નથીય શ્રેષ્ઠ ફળ કદાચ,
હવેય તુ જ તો આપે છે સાબિતી તેનીય.

મે જેની તારી પાસે માંગણી કરી હતી,
પડયો કાચો તુ ચોકકસ સાબિતી છે તેનીય.

તારા હોવાનીય તુ જીદ પૂરી કર હવે,
છેવટે તુ જાતે જન્મ લઈને સાબિતી દે તેનીય.

જગતમાં મારો ના સહી ઇશ્ર્વર પણ,
બીજાનો વિશ્ર્વાસ ના તુટવાની સાબિતી દે તેનીય.

શિલ્પા પ્રજાપતિ....

Thursday, 5 November 2009

વ્યાથૉ ...........

સવાર થાયને રોજ વ્યાથૉ ઉઠે છે.
રાત પડે ને સ્વપ્નમાં આવી જાય,
એવુ છે જ નહિ કે અમે પણ વળી,
કોઇ હસવાનો પ્રસંગ છોડયો હોય,
પણ મનને કઇ રીતે સમજાવવું!
રડવાનું કારણ તે હવે ભૂલી જાય.
બધી આશાઓ પૂણૅ નપણ થાય,
જો એ મન માની જાય તો બસ!
શિલ્પા પ્રજાપતિ..

Wednesday, 28 October 2009

છટકબારી..

ચિત્રગુપ્તને એમ હું લોકોના સુંદર ચોપડા તૌયાર કરુ છું!
તેને કયાં છે ખબર નીચે માનવો પણ નોંધપોથી રાખે છે.
તે જયારે હિસાબ કરશે,ત્યારે અમે એ નોંધપોથી ધરીશું!
વાંક કોનો હશે એ ખોળશે,આપણે તો છટકબારી જ ખોળીશું.
શિલ્પા પ્રજાપતિ..

Thursday, 22 October 2009

અમે પણ એમ ન હતા.

અમે પણ એમ ન હતા.
હતો સંજોગ અમારો ખરાબ ને,
મન હતુ ઘણુ નાજુક.
બાકી અમે પણ એમ ન હતા.

માર ફુલો નો પડયો હતો ને,
અમે હતા પથ્થરના.
બાકી અમે પણ એમ ન હતા.

ના સહી શકયા વેદનાઓ ને,
કમી રહી શહનશીલતામાં.
બાકી અમે પણ એમ ન હતા.

જુઠો નયનો નો વરસાદ ને,
ને લખાણ ઝાંકળનું.
બાકી અમે પણ એમ ન હતા.

નથી આપવી કોઇ જીવતા સાબિતી,
વાંઝણી લાશ થશે સાક્ષી.
બાકી અમે પણ એમ ન હતા.
શિલ્પા પ્રજાપતિ..

Monday, 12 October 2009

વાંચકમિત્રોને ભેટ .

જીવી જવું પડશે.
જો આ મરણ પણ જીવી જવું પડશે.
લાશ પણ લેશે ઘણા લાકડાનો દાહ.
મારું જીવન આવ્યું ના કોઇ કામ માં.
લાશ ના વેઠી શકે એ લાકડાનો ભાર.
એક વૃક્ષના ઉછેર માટેય જીવવું પડશે.
બસ એટલે આ મરણ જીવી જવું પડશે.
શિલ્પા પ્રજાપતિ...

Tuesday, 22 September 2009

નવરાત્રિમાં સૌને શુભકામના......

નવરાત્રિમાં સૌને શુભકામના......
માં શકિત આજે બાળકો માંગે તુજ થી કંઈક.
તુ અવતાર લે હવે શિવ રૂપે સંસારમાં માં.
શિવ રૂપે નહી તો શકિત રૂપે પણ આવ માં.
બસ પાત્રતા તો તારી જ આપેલી છે માં.
દીવો પ્રગટાવવા દે તારા દરબારમા મને માં.
તારી મમતામાં ખોટ આવી કેમ અમ માટે માં?
અમને અળખામણા કેમ રાખ્યા તે કેમ માં ?
અમારી બાળ હઠ પણ તુ પુરી કર હવે માં.
અમ બાળકોની હર ભુલ ને ક્ષમા આપ માં
તારા નામનો ગરબો મોકલ મારા ચોકમાં માં.
શિલ્પા પ્રજાપતિ...

Tuesday, 15 September 2009

બોલાયેલા શબ્દના ગુલામ.......

વાહ! અમે તો બોલીને શબ્દના ગુલામ થયા.
પણ અમેય અમારો જ થાક ઉતારી લીધો ને,
બસ મનથી હલકાફુલ અમે જ બની ગયા હવે.
લો અમારા હાથનો થાક પણ ઉતરી ગયો હવે,
પાછા નવા શબ્દો ના સર્જનમાં વ્યસ્ત થયા,
તમને મળશે આંખમાંથી અનમોલ રત્નો હવે.
શિલ્પા પ્રજાપતિ..

Wednesday, 2 September 2009

યાદ નથી...

અરીસામાં મે મારું જ પ્રતિબિંબ જોયુ,
મારો જ ચહેરો પૂરો આખો દેખાયો મને.
પણ કાચ તૂટેલા મને દેખાયા શીદ ને?
મારી આંખોમાં જ મને ભ્રમ કેમ દેખાયો?
સ્વપ્ન વિખરાયેલા જોઇ લીધા હશે અમે,
પ્રયત્ન કરુ હજાર તોય ન થાય પુરા તે,
ના જોડાય તુટેલો કાચ કયારેય ફરી.
કે મને મારો જચહેરો યાદ રહયો નથી!
શિલ્પા પ્રજાપતિ..

Thursday, 20 August 2009

કિસ્તુજી..

પ્રેમ માં પાસે હોવાની તો શરત ના હોય.
કોઇ ચાહે છે કોઈને એ વાત ગંભીર છે.
સ્નેહના સામ્રાજય માં દોસ્ત સોદો ના હોય.

દૂર આકાશ ને ધરાનું મિલન કિસ્તુજી ન હોય.
જો પૃથ્વી પર કુણુ કુણુ ઘાસ પથરાય છે.
ધરતીને આકાશ કંઇક કહે એ વાત ખાનગી છે.
શિલ્પા પ્રજાપતિ.....

Thursday, 13 August 2009

હસાવવાનો પ્રયાસ ....


હસાવવાનો પ્રયાસ કર.
બધા પ્રયત્ન અને આયાસ છોડી દે,
એક હસેલી ક્ષ્રણ પણ યાદ કરી લે,
વષો સુધી તને હસાવતી રહેશે તે,
ભૂલી જા એક ગમને જો ભૂલાય તો,
આખા વિશ્ર્વના ગમ તને રડાવશે,
એક હક ભલે ના મળ્યો હોય પણ,
ઘણા નવો સંબધો પણ તને જીવાડશે,
નવું જીંવન ના આપો તો કાઇ નહીં,
રડતા કોઈને હસાવવાનો પ્રયાસ કર.
શિલ્પા પ્રજાપતિ..

Thursday, 6 August 2009

ચિન્હો.......

શરુઆત જયા થી કરી હોય,
ત્યા પૂણૅવિરામ તો આવે નહિ.
બસ વચ્ચે અધુરા વાકય આવી,
ને અલ્પવિરામ મુકીને જાય છે.
ખોટુ લાગ્યુ છે કેમ તો વળી?
તો મુકવા પડે છે પશ્ર્ન ચિન્હ.
લો અમે થયા ગયા હવે મૌન,
તમે મુકો હવે ઉદગાર ચિન્હ !
જો કંઇ રહી જતુ હોય તોતે છે.
બે શબ્દ વચ્ચેની જગ્યા વળી,
બસ છો રહી એ ખાલી જગ્યા,
અમને બનીને રહેવા દો ત્યાં હવે,
શિલ્પા પ્રજાપતિ.....

Friday, 17 July 2009

કવિતા...

મારેય કયા વ્યથા ઓ ને લખવી હતી!
મારેય કયા દર્દ જોડે દોસ્તી કરવી હતી!

મારેય ફુલ જોડે તો મહેકવું જ હતુ ને!
બનવું હતુ જગતનો સુંદર જ છોડ ને!

મનેય નથી રસ કવિતા પૂરી કરવામાં,
પણ બસ હવે જીવન પૂરુ થતું નથી ને.

મે તો હકીકત ભૂલથી ચીતરી કાગળમાં,
બાકી ખુશી તો મળતી હશે બજારમાં જ.

અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
પણ અધુરા જીવનને કેમ કરાવાય?

કદાચ જે વાત મન ના બોલી શકયુ,
તે વાત આજે કલમ તને પુછી રહી છે?

શિલ્પા પ્રજાપતિ અને જાનવી અંતાની...

Wednesday, 15 July 2009

(106) પરીક્ષ્રા કરવી હશે ...

પરીક્ષ્રા કરવી હશે અમારી પણ,
ખુદ પોતે જ પ્રશ્ર્નોમાં ઉલઝાયા,

મન ને તેની જાણ હતી કયારેક,
નેશ્ર્વાસ સાથે શ્ર્વાસ ભળી ગયા.
સાથ આપતા રહયા તે અમને.
વઘુ એકાંત માં મુકતા રહી ને,

પામવા નીકળ્યા હતા તે અમને,
મેળવી ને પણ ગુમાવી ગયા ને.
શિલ્પા પ્રજાપતિ....

Sunday, 12 July 2009

(105) વાગે છે.....

મારા શબ્દોની ધાર વાગે છે.
ને મારી જ એકલતા વાગે છે.

મુખથી જ કહેવાય જાય તો ,
તેમને ફરિયાદ જેવી લાગે છે.
જો ને માંગણી થઈ જાય તો,
તેમને મારી ધેલછા લાગે છે.
જીવવા માટે ધ્યેય મંગાય તો,
તો હતાશા જ મળી જાય છે.

કેવી રીતે કહુ કે હવે તો મને,
જીવન પણ બદતર લાગે છે.

શિલ્પા પ્રજાપતિ...

Friday, 3 July 2009

(104) ઉજવણી કરત.....

હવે આ મનને મનાવવું કેવી રીતે!
તેને શું ને કેવી રીતે સમજાવવાનું!
સત્ય સ્વીકારાય ગયુ તો ક્યારનુ છે.
તો પછી શાની આશા રોજ મારે છે?
આખંનુ મોતી પાંપણમાં સચવાઈ નહિ,
જો હોત ખુશી તો જગતમાં વહેંચત!
અવસર મળ્યો હોત તો ઊજવણી કરત!
અઘિકાર મળ્યો હોતતો વ્યથૅ નાજવા દેત.
શિલ્પા પ્રજાપતિ.....

Thursday, 2 July 2009

(104) ચોરજે...

સમય પાસેથી પણ થોડી ક્ષણ ને ચોરજે,
મેઘધનુષ પાસે થી એકાદ રંગને ચોરજે,
સ્મરણોમાંથી મારી એકાદ વાત ને ચોરજે,
તને ચોરી કરતાય જો હું જ શીખવાડુ છું.
તને તો ખબર છે તુ પણ થોડો ચોર જ છે.
બસ મારે તમને ચોરતાય પકડવા છે હવે,
શિલ્પા પ્રજાપતિ...

Saturday, 20 June 2009

(103) કાચ ને સપનું......

કાચ ને સપનું......

વિખરાયેલા તુટેલા કાચને વીણવાની કોશિશ છે.
વિખરાયેલા મારા આ બધા સ્વપ્ના નું શું કરુ?

જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
મનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?

વાગશે પગમાં તોય દદૅ થશે આખા શરીરને જ.
મળેલા બધા દદૉની તો કોને હવે ફરિયાદ કરુ?

પણ તૂટેલા કાચને વીણતા વીણતા જોવાય તો,
સ્વપ્નના ટુકડા વીણવાની કોશિશ બેસુમાર કરુ.

એક સાથે અનેક પ્રતિબિબ તેમાં જ દેખાશે સાચા.
ટુકડા અનેક ને એક પ્રતિબબ જોવાની કોશિશ કરુ.

જયારે કાચ આખો ત્યારે એક જ રુપ દેખાતું ને.
તુટેલા સ્વપ્ના ને સાંધવાની હું જોને કોશિશ કરુ.

શિલ્પા પ્રજાપતિ અને ધડકણ સર .....

Thursday, 11 June 2009

(102) શહેર...

શહેર તારુ પણ ને મારુ પણ.

આપણા જ શહેરમાં આપણે,

કેવા સરસ અજનબી તો હતા,

આજે પરિચિત થયા તો કેમ?

શહેરને કેવી રીતે દોષ દેવાય?
શિલ્પા પ્રજાપતિ....

Sunday, 31 May 2009

(101) સમજ જે.

સમજાય તો સમજ જે.

શબ્દો હોઠ સુધી તો હતા,
પણ આકાર ના પામી શકયા.

વાત કહેવી તો પુરી હતી,
બસ અવસરની તક ચુકીયા,

ને હવે તો શું કહું વળી?
બસ સમજાય તો સમજ જે.

આ ઘડો છે તે આખો જ,
કાણો છે એમ ના વળી માનતા.

બસ પણિયારે મુકાયો નથી,
નહિતર પાણીથી છલકાતો હોત.
શિલ્પા પ્રજાપતિ...

Tuesday, 26 May 2009

(100) લખાણ.....

જો હું લખુ લખાણ રે,
તારી આંખ ના ભીંજાય તો!
તારા હોઠો પર સ્મિત ના ફરકે તો!

મારે દોષ કોને દેવો?
મારી કલમને કે કાગળને દેવો?
મારા સ્વપ્ન ને કે હકીકત ને દેવો?

હોઠને તો બીડીયા છે.
શબ્દો ને ના ગુંગળાવીશ હવે,
કાગળ છો ખરડાતો કલમની સાહીથી.

તને તો લખાણ લાગે,
જીવન ચીતરુ છુ કાગળ પર,
સમજણ તો તને નથી પડતી હવે,

વાંચવામાં રસ નહી આવે,
તો જીવવામાં કેમ મઝા આવશે,
કહો જીવનને તો કેમનું કોરુ મુકાય હવે?

શિલ્પા પ્રજાપતિ....

Thursday, 21 May 2009

(99) પાત્રતા શોધે છે.

જયારે કોઇ સ્ત્રી (જનેતા)નવજાત શિશું ને હાથમાં લઈને બેઠી હોય ને બાળક માતા સામે જુએ તે અનમોલ સમય માટે એક કવિતા મુકેલી છે. વાંચક મિત્રો તમારા વિચારો લખજો સામે...
મમતાનો ખરો અથૅ તને સમજાશે,
તેનો થયો પયૉય હવે તને પાકો.
કુદરત પણ તરસે આ મમતા માટે,
રે ખુદ ઇશ્ર્વર પણ થયા હતા બાળ.
લુંટવા માતા ની જ મમતા માટે ને!
કોને કહયું ઇશ્ર્વરને જન્મ લેવો નથી?
તે તો પાત્રતા શોધે છે માતાની જ ......
શિલ્પા પ્રજાપતિ.....
tr

Saturday, 16 May 2009

(98) કુંડલી.....

કુંડલી માં રમતા થોડા ગ્રહો આમતેમ,
કયાંક શનિ, રાહુ, મંગળ, ગુરુ ને બધા,
એક મજાનો છોકરો તે વળી ફરતો ને.
ખબરનહી લઇને કે પછી યાદ રાખતો,
બસ મેળવવા માંગતો માત્ર કુંડલી જ,
તે તો ન જુએ રૂપ કે કાંઇ નવું વિશેષ,
બસ મલે જો કુંડલીથી કુંડલી વળી તો,
તોજ કરવા રાજી કકુંના થાય તે પાછો,
કેમ ખબર નહી એતો કદાચ કુંડલી વળી?
ભવિષ્ય ભાખતી હશે ખરી સાચું કે નહી?
જયારે કરામત થશે પુરી કુંડલીની વળી,
ત્યારે જ પડશે સાચીખબર સહુ આપણને.
બસ મળી જાય સારાશુકન ગ્રહવાળી તેને,
જલદી મળે કુંડલી ના ગુણાકો તો સારુ,
ને આપણને મળે માનવા મજાનો પ્રસગં ,
પછી થતો છોને તેય છોકરો વળી શહિદ.
શિલ્પા પ્રજાપતિ....

Saturday, 9 May 2009

(97) જન્મ...

જન્મ કોઇ બાળક નો નહિ માતાનો થાય છે.
ત્યારે એ સ્ત્રી જોડેએક પિતાને જન્મ આપે છે.

જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે,
ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે.

જયારે કોઈ શીખવાડીને લક્ષ તરફ દોરે છે,
ત્યારે જ એક શિક્ષક નો જન્મ થતો હોય છે.

જયારે જીવનમાં નવું અનુભવી જતા હોવ,
ત્યારે એક વિધૉથી નો જન્મ થતો હોય છે.

બીજાને કંઈક રીતે નુકસાન પહોચાડી જવાય,
તો સમજવું એક રાક્ષસ નો જન્મ થયો છે.

જયારે સ્વાથી બનીને પોતાના માટે જીવીએ,
ત્યારે ખુદનો જન્મ થયો છે એમ માનવું.

જયારે બીજાના માટે સારી ભલાઈ થાય છે.
ત્યારે એક માનવનો જન્મ થયો એમ માનવું.

જયારે બાળક પોતાના માબાપ ને સાચવે છે.
ત્યારે જ પુત્ર કે પુત્રીનો જન્મ થતો હોય છે.

જયારે કોઈ પોતાના ભાઇ કે બહેનને સાચવી લે,
ત્યારે જ સ્વજનનો જન્મ થયો એમ માનવું.

બાકી કોઇના કામમાં ન આવેને પહોંચાડે દુખ,
તો માનવું પૃથ્વી પર એક બોજ નો જન્મ થયો..

શિલ્પા પ્રજાપતિ...

Tuesday, 5 May 2009

(96) અછત..

લખવું હતુ ઘણુ પણ અછત શબ્દની રહી,
સમજવાનું ઘણુ હતું પણ અછત સમજણની રહી,
કલમને થોંભ ની જરૂર હતી પણ મયૉદાની અછત ના રહી.

ભાર મનનો હતો તોય અછત તમારી રહી,
પાંપણોતો મારી જ ભારે હતી પણ જળની અછત રહી,
નદી આંખમા હતી મારી ને તમારા ખોબાની અછત ના રહી.
શિલ્પા પ્રજાપતિ....

Monday, 27 April 2009

(95) માણેલી ક્ષણો પાછી લાવવી છે.

ઘોમઘખતો સૂરજ આવ્યોને જોડે વૌશાખ નેય લાવ્યો,
ને ફરી વતનને, ખેતરના આંબા ને ઢોર યાદ આવ્યા,

કેમ કહી દઉ ત્યાંની માટીને ધૂળની ડમરી ના ઊડાડ?
આંબાને કેમ કહુ તારા ફળનો સ્વાદ મને ભુલાડ આજે,

જે ડાળે ઝુલ્યા હતા અમે બાળપણ ,એ ડાળી જોવી છે.
મબલખ પાક હતો ખેતરમાં તોય ચોરી કરી હતી અમે,

કેમ ભુલી જવાય મગફળીના ઓરા નો એ લહાવો પણ?
ને બળદગાળાની સવારી જે બાળપણનો વૈભવ આપતી,

કેમ કહી દેવાય એ કુવાને આજે આંખ ના ભીંજવ બસ?
તારા જળમાં ધરાઇ ને નાહ્યા છે ધણા ઊનાળા અમેતો,

ભર ઉનાળે આખા ગામની શેરી ગજવતા હતા અમે,
ને અમારી રમોતોથી કરતા મોટેરાઓને ગરમ ખુબજ,

બસ લાવી શકાય તો એ માણેલી ક્ષણો પાછી લાવવી છે.
ફરીથી અમારે માસુમ એ જ બાળપણ જીવવું છે આજે તો..........

શિલ્પા પ્રજાપતિ..........

Sunday, 26 April 2009

(94) હસાવામાં નહિ પાછા પડીએ.....

આંખનેતો સંબધ છે વળી આંસુ જોડે,
મન ને સંબધ છે દદૅ ને ખુશી સાથે,
હવે કયો સંબધ થાય મનને નવો કહો?
કેમ હજી પણ એવા કોઇ નશામાં છો?
જરા દુખ કે દદૅ હોય તો કરજો યાદ,
અમે હસાવા માં નહિ પાછા પડીએ,
ના લાવીએ સ્મિત તમારા હોઠે તો!
તો કરશું ફરિયાદ ઇશ્ર્વર ને આપણે......

શિલ્પા પ્રજાપતિ.....

Wednesday, 22 April 2009

(93) સુધીનો.........

મારગ છે ઘર થી ચિતા સુધીનો,

શ્ર્વાસ છે જન્મ થી મૃત્યુ સુધીનો,

સફર છે મારા થી મારા સુધીનો,

સાથછે મનેમારી એકલતા સુધીનો.

શિલ્પા પ્રજાપતિ.....

Sunday, 19 April 2009

(92) માટી ને કાચ....

માટીનું છે શરીર આ,
માટી તો ગમે ત્યારે ચોમાસામાં ધોલાય જાય,
બસ કીચડ થઇનેય કોઇને પણ ના નડવો જોઇએ.

કાચનું છે મન આ,
કાચ તો તુટી પણ જાય તોય કોઇ વાંધો નહિ,
બસ તુટેલો કાચ વાગીને લોહી ના નીકડવું જોઇએ.
.શિલ્પા પ્રજાપતિ....

Thursday, 16 April 2009

(91) બળે છે..................

કોઇ શબ્દે શબ્દે પણ બળે છે.

કોઇ મૌનથી પણવળી બળે છે.

લો આ તો વળી મન જ છે.

તેતો વળી ભડકે ભડકે બળે છે.

શિલ્પા પ્રજાપતિ..

Tuesday, 14 April 2009

(90) ખુશી...........

આમ ખુશીને ખોબામાં મુકીને જોવા દે,
કેવી સુંદર લાગે છે નિરખવા તોદે જરા,
મારી આંગળીઓમાં જગ્યા રહે છે જરા,
કદાચ સરકવાનું મન થઇ જાય વળી,
એટલે જ રહેવા દો એમને એમ તેને,
કદાચ લાગતી હશે ને મારી જ નજર,
કેમ ભુલાય જવાય એમ વળી પાછું!
નિરખવાનોય હક પણ હવે રહયો નથી.
શિલ્પા પ્રજાપતિ....

Monday, 13 April 2009

(89) ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.

એક વાર સુખ માં સામિલ થવા દે,
તારી ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.
તારો જ અહેસાસ મને જીવી લેવા દે,
એક વાર આવી ને ખુશી ઠાલવ જરા,
આજે તો મને હસવાનો અવસર આપ,
તારું મૌન રહેવું મને જ કદાચ ડંખશે,
મારી તરસને તુ જળ પી ને પુરી કર,
તારી આંખમાં મારુ સ્વપ્નું છેતે પુરુ ક્રર.
શિલ્પા પ્રજાપતિ...

Sunday, 12 April 2009

(88) લગ્નનું વિદાય સમયનું રુદન......

લગ્ન પછી કન્યા વિદાય સમય માટે નું કાવ્ય રજુ કયુ છે વાંચક મિત્રો તમારો અભિપાય જણાવજો...જે અનુભવ મા,બાપ,ભાઇ ,બહેન ને ઘરના સભ્યોને અને તને થાય તે લખવાનો પ્રયત્ન છે. વિદાય સમયે બધાને પંસદ પળે તેવો જ પડધો છે.....

હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન....
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.
શિલ્પા પ્રજાપતિ...

Thursday, 9 April 2009

(87) ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે,

તારા ખોબા માં આંખનો આ દરિયો ઠાલવવા દે,
આજે મન મુકીને રોવાનોઆ અવસર માનવા દે,

જાણુછું એપણ મંઝિલ કે સફર એક નથી આપણો,
છતાય ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે,

મનને સ્પશૅવાની શરારત ની સજા પુરી થવા દે,
ઋતુ વગરના વરસાદને પણ અંશ્રુથી ભીંજાવા દે.
શિલ્પા પ્રજાપતિ...

(86) તો મારી મમતા મને વેચી આપો,

જીંવનથી મૃત્યુ સુધીનો સફર જલદી પુરો થાય,
તેવું જ કોઇ વિષફળ લાવી આપો,

બસ આ મન થઈ પથ્થર તેનામાં નારહે ધબકાર,
તેવું કોઇ તબીબી સાધન લાવી આપો,

ને હોઠ સુધી મારા જ મને શબ્દો ના પહોચાડાય,
તેવું કોઇ કઠણ કાળજું લાવી આપો,

જો વિશ્ર્વમાં ભરાતુ હોય કોઇ બજાર લાગણીનું તો,
તો મારી મમતા મને વેચી આપો,
શિલ્પા પ્રજાપતિ....

Wednesday, 8 April 2009

(85) આજે મને તમે વાંચત નહિ....

લખવાની શરુઆત મે નથી કરી,
આ તો ક્ષણોની ગણતરી કરી છે.

મેં શબ્દને કયા જન્મ આપ્યો છે?
શબ્દોએ જ મને જન્મ આપ્યો છે.

આજે શબ્દોએ જ પહેચાન આપી,
નેરણમાં મે દરિયો ઉછળતો જોયો.

અજનબી બનીને જીંવવાના નુસકાએ,
મને ઘણા પોતાનાપણુ આપી ગયા.

કોણ કહે છે કે મૌનમાં તાકાત નથી?
નહિતર આજે મને તમે વાંચત નહિ...
શિલ્પા પ્રજાપતિ....

Tuesday, 7 April 2009

(4) Short poem

महेफिल मे वह आय जब हम महफिल छोड चुके थे,
बात करने वह आय जब हम बोलना ही भुल चुके थे,
पुछने हाल वह आय जब हम बरदास भी कर चुके थे,
फुरसदभी तब मिलेगी जब हम ये जहा छोड चुके होगे,
शिल्पा प्रजापति...

Monday, 6 April 2009

(3) Hindi poem

दे सकते हो तो जीने की बजे दे दो,
जीते तो हम भी है, हमे मालुम है!
मुजे मेरे ही होने क़ा अहेसास दे दो,
जखम एक होते तो हमभी भर लेते!
जखम पे जखम को हम केसे सहे?
ये मेरी तनहाई तो मेरी अपनी ही है,
इसमे सामिल न कोइ मेरे सिवा है!
शिल्पा प्रजापति...

Sunday, 5 April 2009

(84) તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,

બસ જે ઔષધિ તારી પાસે હોય તે મોકલ,
કંઇ નહિતો તારી સહનશકિતમાંથી મને થોડી મોકલ.

હોઠ ને સીવીને રખાય તેવો દોરો મોકલ,
રોકવી છે હવે તો કલમને પણ વિચારોનો થોંભ મોકલ.

બસ, હવે નવો કોઇતો સંકેત વળી મોકલ,
તુજે ગમ પચાવી ગયો તેનું લુચ્ચું હાસ્ય મને મોકલ.

તારી કોઇ જો રમત હોયતો હાર મને મોકલ,
કંઇ નહિતોતારા મૌન રહેવાનું કારણ પણ મને મોકલ.

તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,
ને તો પણ ન કહે તો મારું જ દદૅ ફરી તને મોકલુ છું.

શિલ્પા પ્રજાપતિ.....

Thursday, 2 April 2009

(83) જીવન તો મુશાફરી જેવુંજ હોય છે.

સ્વજનો અજનબી બની જાય છે.
મિત્રો પણ પરાયા થઇ જાય છે.
સંબધો પણ ફીકા પડી જ જાય છે.
કદાચ આશા આપણી વધારે હશે,
કદાચ વધારે વતી ગયા હશે અમે,
જીવન તો મુશાફરી જેવુંજ હોય છે.
બસ અનુભવોના ભાથા બાંધતો જા,
જેવું જીવાય તેવું જીવન જીવતો જા.
કદીતો મૃત્યુ સાથે મુલાકાત થશે જ,
બસ તીથી નથી ખબર તે દિવસની,
બાકીતો અમે ગણતરી કરીદીધી હોત.
શિલ્પા પ્રજાપતિ...

Wednesday, 1 April 2009

(82) આનંદ થયો ...........

જયારે મિત્રતા સાચી હોય ને બધા મિત્રો સાથે હોય અને તેમની વચ્ચે એકાદ જ ના હોય ત્યારે કોઇ તહેવારની ઉજવણી પણ બંને પક્ષે કશક મુકી જાય તેને વણૅન કરવાનો પ્રયત્ન છે.અમારા અટાકટા મિત્ર ગુપ માટે.....
આજે આનંદ થયો તમારા બધાના સરખા વચનથી,
મનથી આપણે એકબીજા ને યાદ તો કરી રહયા છે.
ધૂળેટી ના આ વષૅના રંગો તમને ફીકા લાગી ગયા,
તમે અમને ને અમે તમને વીસરી ના શકયા બસ,
આપણે તો મન ના રંગથી જ રમતા હતા મળી ને,
રુબરુમાં રમાયુ નહી તેની ફીકાશ તમને પણ લાગી.
બાકી અમારો તો કોઇ જુદો રંગ જ ન હતો તો પણ,
તમે દિલથી આજે વતનમાં બોલાવી રહ્યા છો પાછા,
જરૂર થી મહેફીલોમાં અમારી કમી વરતાતી જ હશે.......
શિલ્પા પ્રજાપતિ..

Tuesday, 31 March 2009

(81) મારા હોવાનો અહેસાસ થવા દે....

શબ્દોને કાગળ પર રહેવા દે,
વિચારોને આજે વલોવાવા દે,
જગત ને આજે જાણ થવા દે,

મારી ચિતા પર કોઇ હશે કે કેમ?
આ લાશને કોઇ ઓળખશે કે કેમ?
પાછળ રડનારની વાત ના કરો!
આજે હસવા માટે જ અછત છે.

મારા હોવાનો અહેસાસ થવા દે!
બાકીતો મને એ ખબર રહેવા દે!
મારી કિંમત આજે મને થવા દે!
શિલ્પા પ્રજાપતિ....

Saturday, 28 March 2009

(2) Hindi poem

ये कोन से मुकाम पे लाकर छोडा,
न कोई भी खुशी न कोई भी गम!
नकोई उममीद या शिकवा-शिकायत,
न तो कोई भी हक या अधिकार है!
मन से तो हर बार दुवा ही निकले!
है ईश्व्वर गमको कहदो हमे छुकर रहे!
कोईभी हवाका झोका उनकी तरफ जाई,
बस ईन की खुशिया ही हो सायद जो,
हमारे जीनेकी बज बन कर रह जाए!
कोई नेक काम इन हाथो से हो जाए,
तो समजेकी तेरी मुलाकातभी हो गई!
चॉद भबे ही हमारा ना हो तो कयॉ!
दुरही सही रोशनी तो हमपर भी होगी!
शिल्पा प्रजापति...

Thursday, 26 March 2009

(80) અશ્રુની તો કિંમત હશે?

ઘણુ મુખ થી કહેવાયુ તોય,
કેમ સમજણ પણ ના પડી?,
શબ્દ થઇ વહી ગયા જયારે,
સાગરના જળથી ધોવાય ગયા.
આમ અશ્રુની તો કિંમત હશે?
હાસ્ય થઇ ને ચુકવાતી રહી.
શિલ્પા પ્રજાપતિ....

(79) શ્ર્વાસ પણ નામુકી દઉ તે જોજો,

સૂરજ આવ્યો નવો પ્રકાશ લઇ ને.
બીક લાગી શબ્દો ની પાછી ફરી.
શ્રવણ કર ફરી કડવા ઘુટ નવા આજે,
કોઇ કેમ ના સમજે એ બાબત છોડો?
સહન કરવાની કેમઆદત ના પાડી?
આ વૈભવ પણ તમને જ મુબારક,
તમારા ઘડતરમાં કાચા પડયા અમે.
માટીનું સુવાસિત મન સોંપાયુ હતું.
આજે પથ્થર કરીને તમે જ છોડયું.
ને રોજ સ્વામાન તો ઘવાય જ છે.
તોય શ્ર્વાસ ને કેમ શરમ આવતી?
મારા શ્ર્વાસ પણ નામુકી દઉ તેજોજો,
એટલી તો હવે હદ ના કરશો વળી,
બોલવું તો બધુ જ સરળ હોય છે ને.
એકવાર સાંભળવાનો પ્રયત્ન કરો,
કદાચ કિંમત હશે અમારી કોડીની.
હા, છે બઘી જ ખામી અમારામાં.
નવો મારગ તમે જ પંસદ કરી લો,
બસ મારા સ્વામાન સાથે રહેવા દો.
શિલ્પા પ્રજાપતિ....

Tuesday, 24 March 2009

(78) કિંમત તેને જ ખબર હોય જેને ચુકવી હોય...

અન્ન ની કિંમત ભૂખ્યા ને જ ખબર હોય.
પાણીની કિંમત તરસ્યાને જ ખબર હોય.
જીંવવની કિંમત મરનારનેજ ખબર હોય.
સુખ ની કિંમત દુઃખીથનારનેજ ખબર હોય.
હાસ્યની કિંમત રડનાર ને જ ખબર હોય.
બાળકની કિંમત વાંઝિયાને જ ખબર હોય.
જીત ની કિંમત હારનાર ને જ ખબર હોય.
સમયની કિંમત તકચુકી જનારનેજ ખબરહોય.
પૈંસા ની કિંમત ગરીબ ને જ ખબર હોય.
મિત્રતાની કિંમત મિત્ર ને જ ખબર હોય.
વાણી ની કિંમત મુગા ને જ ખબર હોય.
શિલ્પા પ્રજાપતિ...

Monday, 23 March 2009

(77) જીંવન ના સફરનો ભાર લાગ્યો.

ઘરને આમ તો મે સજાવ્યું હતું,પણ કોઇ મહેમાન ભુલુ ના પડયું.
એક શબ્દની તરસની અછતમાં,ઘણી બઘીપદવી સમાજે પહેરાવી.
રંગોળીના એક રંગના અભાવેજ,મારી રંગોળી જ ફીકકી પડી ગઇ,
સહનશકિનના અભાવથી જ કેમ જીંવન ના સફરનો ભાર લાગ્યો?
શિલ્પા પ્રજાપતિ...

Friday, 20 March 2009

(76) પારકી ભૂમિ પોતાની લાગવા માંડી....(સાઉથ કોરિયા)

પોતાની ભૂમિની તો તુલના કોઇ ની જોડે ના જ હોય,
પણ પારકી ભૂમિ પણ પોતાની જેવી જ લાગવા માંડી.
ને તેને છોડતા સમયે તેને છોડવાનુંય મન નહીં થાય,
આ ભૂમિએ પગમૂકીને ઊભા રહેવાનો અધિકાર આપ્યો.
આટલું બધુતો કોઇએ પણ ના શીખવાડયું તેના સિવાય,
અહીંના ભોળા વતની તેમની ભાષામાં શીખવાડી ગયા.
એક નવા જીવનની આંગળી મૂક રહીને જ ચીંધી ગયા.
ને બસ જીવવા ની નવી કળા પણ શીખવાડી જ દીધી.
કદાચ મને ના આવડે તો તે કચાસ જ મારી કહેવાય!
માતૂભૂમિ પર ઊભા રહીને માટીથી માથે તિલક કરુતો,
આ બે હાથ જોડી ને અહીંની ભૂમિ ને વંદન તો કરું જ,
માતૂભૂમિનું ઋણ તો હજી માથે થી પણ ઉતયુ નથી ને,
ને આ ભૂમિનું નવું ઋણ આજે ફરી માથે ચડી રહયુ છે.

શિલ્પા પ્રજાપતિ...

આ કવિતા જ નથી ખરેખર કોરિયાના લોકો ખૂબ જ ભોળા,દયાળુ ને મદદ કરે તેવા છે.તેમને માન આપવાની દિલથી જ ઇરછા થઇ જાય તેવા.....મને અહીંના વતની માટે હંમેશા માન રહેશે...પારકા ને પોતાના કરવા જેવો સરસ અનુભવ અહીં વણૅન કયુ છે..

(75) સ્વપન જોવા નો અધિકાર પણ ન હતો .

ભીંના વરસાદની કોમળ બુંદની અપેક્ષા હશે,

ને ભીંના નયનની વાદળીની મુલાકાત થઇ.

સ્વપન જોવા નો અધિકાર પણ ન હતો ને !

નેકયા અધિકારથી વળી નજર બસ થઇ ગઇ?

શિલ્પા પ્રજાપતિ....

(74) મરણસમયે મારી ચિતા સાથે બાળજે.

મારા મરેલા ઘણા હિસ્સામાંનો એક ભાગછે.
મારી એક અમાનત સમજી જીંવત રાખજે.
મારી પાસે જે સ્વપન છે તેને સાકાર કરજે,
મારા વિચારોમાંના એકાદ નેતો અનુસરજે.
મારી પાસે કુદરતનો આપેલ કોરો કાગળછેં.
મારા મરણસમયે મારી ચિતા સાથે બાળજે.
શિલ્પા પ્રજાપતિ....

Thursday, 19 March 2009

(73) બાળકના આગમનની ખુશીમાં

તમે શુભ ચોધડીયું જોંયુ ને આવ્યા,
બસ,તમારા માસુમ ચહેરો જોયો ને.
તો દુનિયાની બધી ઠગાઇ બી ભુલાઇ.
તમારું આ માસુમ સ્મિત જોઇને તો,
અમારા તમામ ગમ પણ ભુલી ગયા.
તમારા એક આંસુની કિંમત માટે તો,
અમે તમામ મિલ્કત લૂંટાવા તૈયાર.
તમારા પગલે તો અમે સાથૅક થયા,
અમારું નામ ઉજવળ રહે તેમ કરજો.
આજે ફરી બાળક બનવાની તક આપી.
કદરતના ફરી દશૅન તમારામાં થયા.
તમારા નામની પાછળ અમારું લખાયું.
શિલ્પા પ્રજાપતિ...

Wednesday, 18 March 2009

(72) હકીકતથીતો અમે પરિચિતજ થઇ ચુકયા છેં.

દિવસે નરી આંખેતો આભમાં તારા નાજ ગણાય,
એટલે તો અમે આભ તરફ જોવાનુંય છોડી દીધું.

બસ સુરજ એ તો રોશની આપતો આવ્યો છેં માટે,
બાકી અમનેતો અંધકાર કયા છોડવા માંગે જ છેં?

આશ્ર્વાસ નો તો આમ અજનબી જેવા જ હોય છેં.
બાકી હકીકતથીતો અમે પરિચિતજ થઇ ચુકયા છેં.

શિલ્પા પ્રજાપતિ....

Tuesday, 17 March 2009

(71) વહેમ લાગે છેં?

જીવન નો આમ ભાર કેમ લાગે છે?
ને જીવવા નો થાક શાનો લાગે છે?
ક્ષણો કેમ અટકેલી હોયતેમ લાગેછે?
ને સમય નવી કેવી કસોટી માંગે છે?
મને મારાજ શ્ર્વાસ કેમ ભારે પડે છે?
મારા વિચારો કેમ બોદલા લાગે છે?
કુદરત કેમ મારા પર વહેમ રાખે છે?

શિલ્પા પ્રજાપતિ....

hindi -(1) ईश्र्व्रर तु हमपर जरासी कुपा रख

केसे बताये कोन सी बात हमे चुभी!
हमेतो सबकुछ भुलाकर ही जीना है!

गेरोको तो हमने कबका माफ किया,
अपनोसे तो शिकायत कया करे हम?

ये ईश्र्व्रर तु हमपर जरासी कुपा रख!
पुरे जमाने की दुवातो मेरे साथ ही है!

शिल्पा प्रजापति..

(70) ઋતુ..

મને ચોમાસના વાદળ સાથેના સરખાવો,
આંખને તો વાદળ બનવાની આદત હોય.

મને ઉનાળાના તાપ સાથે ના સરખાવો,
ગુસ્સોતો ક્ષણિક સૂયૅના તાપ જેવો હોયછે.

મને શિયાળાની ઠંડી સાથે ના સરખાવો,
બસ લાચાર છે, તેથી થથરી જવાય છે.
શિલ્પા પ્રજાપતિ.....

Sunday, 15 March 2009

(69) જીંવનથી જ છુંટાય તો સારું

ધણા ઝખ્મો સહન થઇ ચુકયા છે.
ને કડવા ઘુટોતો પી લીધા પણ છે.

હવે શું બાકી રહયું છે હજી પણ?
કેમ જીવન મારો પીછો કરે હજી?

બસ સહન નહિ થાય તેમ પણ,
અમે તો સ્વીકારી ચુકયા છે હવે.

બસ દુનિયા ની નજરથી છુટવું છે.
ને આ જીંવનથીજ છુટાય તો સારું!

શિલ્પા પ્રજાપતિ.....

Friday, 13 March 2009

(68) ખુશી લુંટાવા માટે?

કેમ આવે છે અહી ખુશી લુંટાવા માટે?
મારા દામનના ગમ તને પણ દઝાડશે.

ન કર કોઇ કોશિશ પણ વધારે હવે,
મારા ગમને શીદને વધારી દીધા?

મારાથી કોઇ ઉમ્મિદ ના કરીશ વધારે,
ને ખાલી હાથે જ પાછા ફરવું પડશે.

બસ ખુશીઓ ને જ સમેટવામાં રહેજે,
મને રહેવા દે મારી જ એકલતા જોડે.

બસ તને સમજણ વહેલી પડી જરા,
નેમને લખતા થોડી વાર લાગી જરા.

શિલ્પા પ્રજાપતિ....

Tuesday, 10 March 2009

(67) અચાનક..

અમે તો કોઇ નશામાં ચકચુર ન હતા,
સુખ ના શિખર પર પહોચી ગયા તા.

પણ અચાનક જ આમ શું બની ગયું?
આ વળી કેવી તો હવા આવી કે આંધી!
અમે અચાનક જ નીચે ઊભા રહી ગયા,

નેહવે શિખરને જોવા નજર ઉચી કરીએ,
હવે ફરી ચડાશે કેમતે વિચારીએ છીએ?

શિલ્પા પ્રજાપતિ.....

Friday, 6 March 2009

(66) ઓળખાણય ના મળી

અમે કોઈ ખજાનો તો માંગ્યો નહતો!
ના તો કોઇ નામના ચાહી પણ હતી.

ને કયા કોઇ સુષિટી સજન કરવી હતી?
બસ ,એકાદ બે વાર તક જોઇતી હતી.

માત્ર અમારો અઘિકાર માંગ્યો હતો અમે,
અમને તો અમારી ઓળખાણય ના મળી!

શિલ્પા પ્રજાપતિ

(65) તપ તુટશે,

For God
વષો થી બીલી ચડાવવા નું તપ તુટશે,
લાગે છે! એમ આ વષૅ જશે હવે ખાલી,

અમને હવે તારામાં ભરોસો રહયો નથી,
ને તને બીલી ચડાવે પ્રેમથી તેવો મોહ,

શું થાય?પપ્થ્થરને કયા વળી થાય દદૅ?
બસ માનવ થઇને જીવવું અઘરુ હોય છે.

બાકી શંકર બનવું કયા કઠિન પણ હોયછે?
ઝેર તોઘણા માનવો પણ પી લેતા હોયછે.

તુ પચાવી ને જીવી છે,ગયો માટે શંકર છે.
હવે પીવાની કે પચાવવાની તાકાત નથી,

બસ તમને સમય મળે જરા સમાઘિ માંથી,
ત્યારે કેહેશો કયારે કરુ ફરી ભરોસો તારા પર?
શિલ્પા પ્રજાપતિ

(64) પ્રયત્ન..

લોકોને ખાલી એવો અનુભવ થયો છે.
અમે ખુબ હસાવી એ બઘા ને છીએ.

પણ લોકો ને કયા છે! ખબર,આ તો
અમારા હસવાનો પણ પ્રયત્ન છીએ,

લોકો ને પણ એવી જાણ થઇ રહી છે.
અમને એકાંત ખુબ ગમી રહયુ છે.

કોણ સમજાવે એ લોકો ને હવે એ ?
અવે ભીંડ અમને માફક આવતી નથી,

શિલ્પા પ્રજાપતિ

(63) જીવવું અઘરું છે.

પથ્થ્રર થઇ પૂજાવુ સહેલું છે.
માનવ થઇ જીવવું અઘરું છે.
કૂષ્ણ બની રથ હાંકવો સહેલો છે.
યજુંન બની ને લડવું અઘરું છે.
હથિયાર છીનવાઇ ગયા હોય છે.
ને યુઘ્થ કરવા મોકલ્યા છે.
જીવનની આશાઓ તૂટી ગઈ છે.
ને જીવન જીવવા નીકળ્યા છે.
શિલ્પા પ્રજાપતિ

Thursday, 5 March 2009

(62) એંકાત સાથે રહેતા હોય છે.

વિચારોને કયા થોભવા જેવા હોય છે.
પણ થાક હાથને લાગતૉ હોય છે.
આશઑ ને કયા કોય કોઇ પડી હોય છે?
ને તૂટે તો મનને દુ;ખ્ થતા હોય છે.
મનનો સંબઘ દદૅ સાથે બંઘાતો હોય છે.
ને અમે એંકાત સાથે રહેતા હોય છે.

શિલ્પા પ્રજાપતિ

(61) માટી ની સોડમ અમને ગમે છે.

એ માટી ની સોડમ અમને ગમે છે.
અમને અમારુ વતન ખૂબ ગમે છે.

વતનની ઘૂળમાં રમાવાનું યાદ છે.
વતન માં વસ્યા છે, ઓછો સમય!

યાદ છે. બઘા અનુભવ આજે પણ્,
સારા અને નરસા દરેકે દરેક પ્રસંગ

આજે પણ આંખ બંઘ કરુ તો!
આંખ સામે વતન દેખાય છે.

વતનમાં જઇએ કે ન જઇએ પણ્,
મન ત્યાં ઘણી વાર ફરી આવે છે.

શિલ્પા પ્રજાપતિ

(60) લખવાની ઘેલછા છેં...

અમે કોઇ કવિ, લેખક , કે સાહિત્યાકાર નથી.
આતો લખવાની ઘેલછા છેં તેને લીધે લખાય છે.

કોઇની સામે વિચારો રજૂ ક્રરવાની જરૂરત નથી.
પણ,મળેલા સમયનો સદઉપયોગ કરી લઈએ છે.

અમે આમ ખોટો સમય બગાડતા પણ નથી.
બસ, જગત્તને તેની બાતમી આપી રહયા છે.

હા કોઇવાર મીંઠી મજાક ક્રરી લઈએ છે.દોસ્તો.
તમને ઓળખી ને કંઈક શીખી લેતા હોય છે.

શિલ્પા પ્રજાપતિ....

(59) વત્તન..

વત્તન..
જાણુ છું આજે વતનમાં આ વરસાદ છે.
તે મને ક્યારેક વરસાદ ભીંજવતો હતો.
માટીની સોડમ હ્જીય શ્વવાસમાં ભરેલી છે.
આ હવાઓ સંદેશો તો બધા લાવે છે.
પણ દિલની વ્યાથાઓ ને કયા ઠાલવે છે?
અમને આજે પણ ત્યા હોવાનો અહેસાસ છે.
શું એ માટી ને પણ અમારો પગરવ હશે?
પણ આજ એ વરસાદ હવે અમને નહિ,
બસ માત્ર અમારી આંખો ને ભીંજ્વે છે.
શિલ્પા પ્રજાપતિ...

(58) સુખના રંગોથી રંગાયેલુ રહે.

આજે ધૂળેટી નો મજાનો રંગો નો છે તહેવાર,
ચાલો બધા સુખ દુઃખ ભૂલીને રંગોથી રમીએ!
દરેક શિકવા શિકાયત ભૂલી ને પાછા રમીએ.
મિત્રો અને સ્વજનો સાથે ફરી દિલથી રમીએ.
ને મન ના પ્રેમના રંગોથી તેમને ભરી દઇએ,
સાથે સાથે તેમને શુભેરછા પણ પાઠવી દો કે,
તેમનું જીવન હંમેશાં સુખના રંગોથી રંગાયેલુ રહે.
શિલ્પા પ્રજાપતિ...

(57) શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?

મંઝીલ વગરના સફરને ખેડવો કંઇ રીતે?
આમ જીંવવાનું કોઇ કારણ વિના કેમ?
હવે આંખોને કે હોઠોને પણ શું ફેર પડે છે.
ચાલે છે આ શ્ર્વાસ કે નિશ્ર્વાસ શું ખબર!
કોઇ સજજનને જરૂર હોય લાંબા આયુષયની,
યમરાજ પાસે વિંનતી હું ખુદ કરવા જવ,
મારા પ્રાણ ભર એ તુ સજજન વ્યકિતમાં,
મારો જન્મ ફેરો તો ગયો નકામો આમજ,
બસ મારી મૂત્યુ કદાચ સફ્ળ થઇ જાય.
આ મૂત શરીરમાં શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?

શિલ્પા પ્રજાપતિ...

(56) ...ખબરનથી...

...ખબરનથી...
શરૂઆત થઇ કંયાથી એ ખબરનથી!
હકીકત થઇ કે છેંતરામણી ખબરનથી!
આ કેવો નુસકો હતો એ તો ખબરનથી!
પૂરી કરવાનુ થયું કેમ એ ખબરનથી!
બાજી કોણ જીતી ગયુ તે ખબરનથી!
આમ હારવાનું કેમ ગમે છે ખબરનથી!
શિલ્પા પ્રજાપતિ...

(55) મળે મારી જો પડછાઇ

પકડું કલમ ને તોય હાથ ધુજે,
સહીથી કેમ ખરડાઇ કાગળ ફરી?

મનની ઝંખનાને કેમ કરીને રોકવી,
હું રોજ મનેજ સમજાવું કેવી રીતે?

હજારો કોશિશ કરી ભાગ્ય બદલવા,
પણ કોઇ પ્રયત્ન ફળિયો હજી નથી.

જયોતિષે પણ કહયુ ધણીબધી વાર,
તોય વિશ્ર્વાસ ના બેઠો મને કેમ?

હાથની લકીર માં ખોળુ રેખા રોજ,
કદાચ મને મળે મારી જો પડછાઇ!
શિલ્પા પ્રજાપતિ..

(54) ..જરૂરત..

..જરૂરત..
હસવાની આદત હોઠે પાડી દીધી છે,
અભિનયની કરવાની જરૂરત હવે છે!

બસ આંખોમાં એ વહેમ હવે રહેવા દે,
બાકી આંખોને રડવાની જરૂરતન હતી!

ચહેરો વાંચવાની આદત તેની નહોતી,
એટલે બોલવાની જરૂરત અમને પડી!

ભૂલથી મનનો ભાર ઠલવાયો આમ,
બાકી સમજવાની કઇ જરૂરત ન હતી!
શિલ્પા પ્રજાપતિ...

(53) ફરિયાદ..

ફરિયાદ..
જીવનમાં અપૂણૅ થવાનો મને ગમ રહયો,
ઇશ્ર્વર યાદીમાં તો તમે જ આવો છો ને?

ફરિયાદ તો તારી સામે જ હતી અમને,
માનવોનો તો કોઇ વાંક હતો જ નહી ને.

બસ એકવાર નજર જરા આ તરફ કરજે,
ધણી આંગળીઓ ચિંધાઈ છે મારા તરફ.

રોજ એક સંઘષૅ આપવાની આદત તને,
ને મને કલમથી ફરી ઘુંટવાની ટેવ પડી!

જોતારો દરબાર ભરાયતો આમંત્રણ આપજે,
માનવોને કરિયાદ કરવી મને નહી ફાવે!
શિલ્પા પ્રજાપતિ..

(52) પથ્થર ફેકાયો કેમ?

આખી ધરતીમાં મારા પગલા
આંખુ આકાશ મારું છે! તોય,
કેમ મારુ વતન યાદ આવ્યું?
સ્વજન અને મિત્રો ધણા હતા,
આમ મુલાકાત તારી થઇ કેમ?
શાંત પાણીમાં પથ્થર ફેકાયો કેમ?
શિલ્પા પ્રજાપતિ.

(51) સમય...

સમય
સમય કોઇનો નથી એ ભલે હકીકત છે,
પણ સમયને વ્યથૅ તો ના જવા દેવાય,
સમય આપણને કંઇક શીખવાડતો જાય છે.
નેરોજ નવા ધાંચામાં માનવને ઠાળતો જાય,
મુલ્ય સમયનું ત્યારે જરહે જયારે જરૂર હોય,
સમય થી પહેલા મળેતો કિંમત કોળીની,
સમયે ના મળે તો તો વ્યથૅ થઇ જાય,
ને કયારેયના મળે તો અછત થઇ જાય,
શિલ્પા પ્રજાપતિ.

(50) જીદ ના કર.

જીદ ના કર.
પાસે આવીને જવાની જીદના કર,
ક્ષણવાર તો રહેવાદે તારો સહવાસ.

એકલા મુકીને જવાની જીદના કર,
ફરી મળેકે નામળે આમ આ સહારો.

રડતા મુકીને હસવાની જીદના કર,
વાંઝણી આશાઓને તૂટતી જોતોજા.

વાયદાથી તરસાવાની જીદના કર,
ક્ષણવાર માટે રડવાનો હક રહેવાદે.
શિલ્પા પ્રજાપતિ..

(49) રહેવા દે.

રહેવા દે.
શબ્દોની પાતળી રેખાને બાકી રહેવા દે,
સંબધોને થોડી ઓળખાણ માટે રહેવા દે,
આમ આ ભેદને હવે ભેદ બની રહેવા દે,
સંદેશાઓ ને પણ શ્ર્વાસમાં જ રહેવા દે,
સ્વપ્ન જોવાના પણ વધારે હવે રહેવા દે,
ને મનને પાછું વાળવાનું પણ રહેવા દે,
જયા ઊભા છે ત્યાંજ પગલાને રહેવા દે,
બસ,વાતને આમ જ અધુરીય રહેવા દે,
તારા સુખમાં પણ આમ હસતા રહેવા દે,
તારી કવિતાનાં લયમાં મને રહેવા દે,
તારા હદયમાં દદૅ બનીને મને રહેવા દે,
કોઇવાર આંખમાં આંસુ બનીને રહેવા દે,
શિલ્પા પ્રજાપતિ..

(46) એકાંત નથી હવે ક્ષણનું,

માની જાય મનતો સારું આ એકાંત નથી હવે ક્ષણનું,
પળોનું કે દિવસોનું,આખા જીવનનું છે માટે માની લે.
પાલવતો ખાલી છે એટલે જ હવામાં ઉડી રહયો હશે!
આવતી હવાને રોકવી એ તો હાથમાં નથી માનવીના,
સમેટાઇ તો મનને જ સમજાવતા શીખી લેવાનુ રાખ,
નવું જીવન જીવવા નો ફરી પ્રયત્નતો શરુ કરી જો ને,
કોઇના હોઠો પર પણ લાવી શકે તો માસુમ હાસ્ય તો,
સમજવુ નતો પાલવ ખાલી રહયો કે હવાને પણ રોકી.
જીવન આપવું કે જીવવામાં ભલે પછી સફળ ના થવાય,
પણ મારા માનવ થવાનો ફેરો જો કદાચ અસફળ જાયતો!
હું વિધાતા પાસે જઇને નવું ભાગ્ય તો લખાવી ને જ લાવું.

શિલ્પા પ્રજાપતિ..

(45) શિવરાત્રી નો પવૅ

આજે જ શિવરાત્રી નો પવૅ છે.
ને અમે તેના જ ભકત છીએ,
મારા નિયમનો કેમ ભંગ થયો?
વષોથી બીલીને ચૂંટીને ચળાવ્યા,
પાણી થી નહિ મારી ભીંનાશથી,
સાંભળી તો હશે મારી ફરિયાદ,
તેનેય લાગ્યો હશે થાક આથી!
બિલિનું વ્રત્ત તુટયુ આજે મારુ,
ફળ આપવામાં તે પાછો પડયો,
મારી શ્ર્ધ્ધામાં કયા રહી કચાસ?
બાકી ભોંળાનાથ તો રૂઠે નહિ,
તેને ગગાં માથેથી ઉતારી દીધી,
ને ભકતોની આંખોમાં છલકાવી.
વાહ ખુબ નિરાળો દેવ છે તે!
શિલ્પા પ્રજાપતિ...

(44) સોદાગરો મુંઝવાયા કેમ?

સોદો સસ્તામાં થયો નથી,
કિંમત તેની શું ચુકવાય,
તે પણ જાણ હજી બાકી છે.
કિંમત અમુલ્ય હતી પણ!
સોદો એકતરફીનો નહતો,
તો છેતરાયા આમ કેમ?
હવે ક્હે છે કિંમત પાછી દો,
પણ પાછી કેમની વળાઇ!
લેવળ-દેવળતો બરાબર છે,
તો સોદાગરો મુંઝવાયા કેમ?
સોદો ભૂલ થી થયો હશે!
નેકદાચ સમય ખોટો હશે કે?
કે સંજોગો તેમના નહિ હોય.

.શિલ્પા પ્રજાપતિ...

(43) સવારનેસાંજ કેમ થાય છે?

જીવન છે,પણ જીવાતું નથી,
મરવું છે, પણ શકય નથી.
જવાબદારીથી બંઘાયેલા એવા,
વ્યાથાઓ સાથે કેમ ચાલે છે?
રોજ સવારનેસાંજ કેમ થાય છે?
સમય થંભીને શીદને ઊભો છે.
વિઘાતા પાસે પહોચેજો સમાચાર,
તો નવું ભાગ્ય ફરી લખી આપ!
મારા લેખમાં તે મેખ કેમ મુકી?
શિલ્પા પ્રજાપતિ...

(42) જીવન શું છે?

જીવન શું છે!સવાલ જ છે.
ને જો સમજાવવા માડે તો,
તો જીવવાની મજા ઉડાડે,
ન જાણતા ત્યા સુઘી સારુ,
મસ્તીમાં સુંદર ગીત જેવુંને
જાણો તો મરણસૈયા જેવુ.

શિલ્પા પ્રજાપતિ...

(41) તહેવારોની વાત ક્ર્રો

for our atta- kata group
તમે તો તહેવારોની વાત ક્ર્રો છો?
હજી આગલી રાત પણ ભૂલ્યા નથી.

દોસ્તો આપણી મહેફીલ ભરાતી હ્તી,
કાયકમ નકકી હોય કિનાર બાંઘવાનો.

પણ શુ ચા પીવાતી ને નાસ્તો ફાકતા,
વાતોના સ્રરસ મજાના પીલા લપેતાતા.

ને દોરો ને પતંગ બાજુ પર રહી જતા,
કિનાર બાંઘવી તો માત્ર બહાનુ હ્તુ.

મિત્રોની મુલાકાતોના એ બહાના યાદ છે.
આજે ભૂલવાના પયત્નો કરી જોયા છે.

મિત્રો તમે તહેવારો ની મજા લૂટો,
અમે પેમથી યાદ કરીશુ તમને આજે,

શું થયુ ?આજે અમે તમારી સાથે નથી,
અમને યાદ કરીને એક પતંગ ઉઙાવજો
શિલ્પા પ્રજાપતિ ..

(40) જીવનસાથી

જીવન માં વખાણ કેટલા કરી શું તમારા!
મારો હાથ તમારા હાથ જ રહે હમેશા.
જરૂર હતી મિત્રની તો તમે બની ગયા!
આ જન્મમાં તે બની ગયા છો તમે.
તમારી જગ્યા કોઇ લઇશકે તેમ નહોતુ
હર ઘઙી અમ ને હ્સાવતા જ તમે રહયા!
બસ,તમારો ક્ષણિક ગુસ્સો ગમ્યો નહિ.
જીવન ની બધી કમી પુરી ક્રરી તમે,
હંમેશા શિક્ષક બની અમને પેરતા રહયા.
કુદરતથી આપણુ સુખ જોવાતુ નથી!
એટલ કદાચ કશક મુકવામાં સફ્ળ છે.
શિલ્પા પ્રજાપતિ ..

(38) વ્યથૉ નથી આજ ની ......

વ્યથૉ નથી આજ ની ......

આ તો રોજ રોજ ની જ બબાલ છે.
સમાધાન કરવુ પડે તો તેમ કરી લો,
ભાગ્ય બદલવુ હાથમાં નથી આપણા,
ઘણી આશા ઓ સફળ થતી નથી !
બસ જીવન જીવી ને પુરુ કરી લો.

શિલ્પા પ્રજાપતિ ..

(37) તારા પરથી વિશ્ર્વાસ ઉઠી જ્શે..

હે ભોળાનાથ!તને આજે વળી એક સવાલ છે?
હા હવે મંદિર આવવાનુ અમારુ કયુ કેમ બંઘ?
તનેય અમારા સવારના શુકન ગમતા નહિ હોય!
પણ વાંક કયા હતો? અમારો એમાં એતો જણાવો,
અમારા પગલા તારા મંદિરમાં પડતા હશે ને,
મંદિરમાંથી ભકતોની ભીંડ ઓછી થઇ જતી હશે!
રહેવાદે કારણ નથી જાણવુ અમારે પણ,નહિતર!
જગતંમાં લોકો ને તારા પરથી વિશ્ર્વાસ ઉઠી જ્શે.
શિલ્પા પ્રજાપતિ...

(36) શુકન

હવે અમારા ભૂલ થી શુકન કરશો નહી!
હવે જગત અમને શુકન પણ ગણશે નહી.

અમે ઘરની બહાર ખાસ નીકળતા નથી!
આંગળી ચીંધાવાના ડરથીજ બીગયા છે.

મહેફીલમા આમ તો આંમત્રિત થતા નથી!
ને હવે અમે મહેફીલમાં ખાસ જતા નથી.
કોઇ દિલથી મહેફીલમા આંમત્રિત કરે તો.

મહેફીલમા પ્રસગ ને શુકન પતી જાય!
પછી અમે અચુક હાજરી આપીએ છીએ..

વ્યવહાર કરવાનો વહેલામોડા ભૂલતા નથી!
ને દિલથી દુવા કરવાની ચૂકતા પણ નથી.

શિલ્પા પ્રજાપતિ....

(34) મરી તો જો

મરણ પહેલા એક વાર મરી તો જો,
જરા જીવનને થંભાવી પુછી તો જો,
આ એકાંતને સાથે રાખી ને તો જો,
ભીંડ કેવી દઝાડેતે અનુભવ કરી જો,
મૌનથી હોઠ સીવીને એકવારતો જો,
શબ્દો કેવા ગુગળાઇ પછી તે તો જો,
એકવાર બોલીને ફરિયાદ કરી તો જો,
પડઘો કેવો પાછો આવશે તે તો જો!

શિલ્પા પ્રજાપતિ...

(32) જીવવાના બાકી રહી ચાલ્યા છે.

વાંચતા વાંચતા જો રહી જાય,
જો થોડા પણ પાન બાકી તો!
ઊંઘ અમારી થઇ જતી ખરાબ,
અરે આ તો છે પુસ્તકની વાત.
પણ જીવનમાં ઉતરી ગઇ હવે,
અવેતો પાનાં જ જીવનનાં ઘણા,
જીવવાના બાકી રહી ચાલ્યા છે.
તો અંત સમયે કેવી રીતે મરાશે?

શિલ્પા પ્રજાપતિ....

(31) સહન કરી લેવું સરળ હોતુ હશે

અમે તો શીખી ગયાતા જીવન જીવતા,
ગમો ને પચાવતા પણ શીખી ગયાતા!
ને મારા આંસુ અમે પણ નહોતા જોયા,
પણ આજે લોહીની સગાઇથી લાચાર ને,
છે ગળામાં સોનાનો કોળિયો પણ તોય,
કેવી રીતે ગળા ની નીચે હવે ઉતારવો?
આજે નવો પાઠ ફરી હું શીખી જીવનનો,
કદાચ સહન કરી લેવું સરળ હોતુ હશે!
શિલ્પા પ્રજાપતિ....

(29) મારાથી મને જ નથી જીરવાતી.

હતુ શું જે ગુમાવવાનો અફસોસ રહે!
મનમાં આ શાની ખારાશ થઇ ગઇ!
ને આંખોમાંથી દરિયો થઇને વહયો,
મોજા જો આવે તો પણ મનને અસર,
ભરતી ને ઓટ સમાવે તોય મન જ,
સાગર ઘણા જીવોને જીરવી જાય છે.
ને મારાથી મને જ નથી જીરવાતી.

શિલ્પા પ્રજાપતિ....

(28) ફરી નવા પ્રાણ ભરે મારામાં

જો હશે તડપ તો આવીને એકકાર કરે,
અમે પણ નહી જ શ્રધ્ધા રાખીએ હવે,
કરશે અભ્યાસ હવે કરવો હોય તો પણ!
અમે પણ હવે ચુપ રહી ને જ જંપીશું,
ઇશ્ર્વરને પણ જાણ જો થાય તો સારુ!
કે હવે અમે તેના ભકત રહયા નથી.
શિવને જો સાબિતી આપવી હોય તેની,
તો આવીને ફરી નવા પ્રાણ ભરે મારામાં.

શિલ્પા પ્રજાપતિ.....

(27) ગમમાં તમને હસાવી જવ,

મને નહોતી ભાષા પણ આવડતી,
ખબર નહોતી શબ્દોની સમજણ,
આજે ખબર નહિ પણ, શાથી!
પ્રાસ બેસી છે ગયો કવિતાનો,
ધારુ તો તમારી ખુશી ને બેવડાવું,
તમારા ગમમાં તમને હસાવી જવ,
કરામત આ ઇશ્ર્વરે એવી કરી કે!
તેની ભકિત કરવાની ભૂલી ને,
આજે લડવા તેની જ સાથે બેઠી.

શિલ્પા પ્રજાપતિ.....

(24) નંવુ જીંવન લાવી આપો

આજ ફ્રરી રડવાનું કેમ મન થયુ!
આંખોને વળી શાની તરસ રહે છે?
મન ના એ ભાગને રોજ મારુ છું,
તે તેટલુ જ વધુ ઝખ્મી થાય છે.
આટલો વ્યાથૉ જીવનમાં શીદને,
જીવવાની ચાહત લઇને આવતો!
મારો હાથ જે ઘડીએ સોંપ્યો હતો,
મને મારો એ સમય પાછો આપો!
તમારા વૈભવથી જો ખરીદાય તો,
તો મને નંવુ જીંવન લાવી આપો!

શિલ્પા પ્રજાપતિ...

(23) બાકાત કેમ કરી?

મારા હાથની લકિરો માં તે સુખ,
એક ક્ષણ માટે જ કેમ લખાયેલુ?
જો લકિરને હાથમાં રહેવું નહોતુ,
તો શીદ ને આકાર લીધો હશે?
વિધાતા સાથે કેવી રીતે ઝધડું!
તેને મારો હાથ જ કેમ મળ્યો હશે?
મારામાં ક્યાં છે એવી સહનશકિત,
વિધાતાએ મનેજ બાકાત કેમ કરી?

શિલ્પા પ્રજાપતિ

(20) મીઠી યાદો રહી...

મારા મિત્રો માટે..

વરસો વીતી ને ચાલ્યા ગયા.
સમય પણ એ હવે જતો રહયો,
મિત્રો ના સાથ પણ છૂટી ગયા,
બસ મીઠી યાદો રહી ગઇ તેમની
સાથે રહેવાની પળો જતી રહી,
માસુમ દિવસોની પળો છીંનવાઈ,
બસ, એ પળોની યાદ રહી ગઇ.
આજે પણ તેમની યાદો મનમાં છે.
આંખોમાં તેમના હોવાનો એહસાસ,
વરસો પછી પણ્ આજે મળ્યા તો ,
નયન ભીંના થઇ ગયા અમારા,પરંતુ
દોસ્તી આપણી હજી પણ અકબંધ છે.

for my school freind .....
શિલ્પા પ્રજાપતિ..

(19) એકાંતના તેઓ સાક્ષી..

શિક્ષક તો માત્ર નામના હ્તા અમે,
વિધૉથી બનીને બાળકો સાથે રહયા.

ભ્રમ લોકોને એવો હતો જ ખાલી,
બાળકો સાથે ગુંચવાયેલા રહેવાનો.
શિખવાડવા ગયા હતા તેઓને અમે,
પણ સાચવી ગયા તેઓ જ અમને.

મારા ખાલી ઘરમાં તેમનો ધ્વનિ હતો,
ને મારા એકાંતના તેઓ સાક્ષી હતા.

શિલ્પા પ્રજાપતિ..

(17) અમારા વિચારો પહોચશે.

જીવવાનો ઉત્સાહ ભલે ના હોય,
જીવવાનો અભ્યાસ પૂરો ક્રરીશું.

માસુમયમ હાસ્ય થી દૂર ભલે થઇ,
હાસ્યના અભિનયમાં કાચાનહિ પડીએ.

સમય ભલે અમારો ના હોય પણ,
અમે તો સમય સાથે જ ચાલીશું.

કદમ ભલે ડગમગાતા હોય પરંતુ,
રસ્તાની ભલે ખબરના હોય પરંતુ,

મુકામ પર પહોચવા નું સ્વપન છે.
અમે નહિતો અમારા વિચારો પહોચશે.

શિલ્પા પ્રજાપતિ...

(15) કોઈ સંકેત

ભરેલો જામ આમ ઠોળાઈ પણ જશે,
હકીકત સ્વીકારાતી જ પણ એ નથી.

જો જામ ખાલી રહેતો તો કદાચ સારું,
ભરાવાનો કે ઠોળાવાનો ગમ ન હોત!
ઠોળાયેલો જામ એમ આંખોથી પીવાશે.

કોઇ ક્ષયથી ઠોળાયો હશે? નહિતર,
કદાચ કુદરતનો જ હશે કોઈ સંકેત!

શિલ્પા પ્રજાપતિ..

(14) નિષ્ફ્ળતા નહિ સહાય.

જીવન મળ્યુ છે.જીવવા માટે,
વ્યથૅ તો નહિ જ જવા દઇએ!

સમય બગાડવો પોષાય નહિ.
કીંમતી સમય મારો માત્ર નથી.
જો જીવન વેડફુ તો મુલ્યવાન,
એ જનેતા મારી નિષ્ફળ જશે,

સફળ થવા માં ભલે રસ નથી,
પણ્ તેની નિષ્ફ્ળતા નહિ સહાય.

શિલ્પા પ્રજાપતિ..

(13 ) ક્હો

રમત પૂરી થઇ હોય તો ક્હેશો,
કે રમતારમતા જીવન પુરુ કરીશું.
આ ગુંચવાડો કોણે ગમે છે વળી,
શરુઆત થઇ કોનાથી યાદ નથી.
મજા તમને આવી, એ તો ક્હો!
અનુભવ શું છે, હવે એ તો ક્હો!

શિલ્પા પ્રજાપતિ..

(12) રમી ગયા?

ખાલી શરૂવાત કરી હતી રમતથી,

તમે ક્હો તો કઇ રમત રમી ગયા?

અમને હારતા જોયા કે જીતતા?

મે તમને તો હારતા જ જોયા છે.

પરંતુ તમને જીતાડાવાની જીદ છે.

તમને શાંમા રસ છે,પણ તેતો ક્હો?


શિલ્પા પ્રજાપતિ..

(11) થાય નહિ.

આમતો દૂરથી પ્રેમ તો થાય નહિ,

પાસે આવીને પણ ઓળખાય નહિ.

ઝીણું ઝીણું ધ્યાન કોઇ રાખે નહિ.

સંગહ અમારા થી પણ થાય નહિ.


શિલ્પા પ્રજાપતિ..

(10) જીવવાની સાબિતી...

સ્વજનો સંબધ થી જોડાયેલા છે.
તેઓ બંઘનોને સ્વીકાતા હોય છે.
દોસ્તો ભીડમાં ખોવાયેલા રહે છે.
કેટલાકને સમય છીનવી ગયો છે.
એક સહારે જીવન જીવાઇ જાય છે.
કયારેક એતો ફરિયાદ થઇ જાય છે.
પણ અમને એકાંત ફાવી ગયું છે.
મૌન રહી જવાય હવે તો બસ છે.
કલમને થોભ નથી રહેતો એટલે.
ને જીવવાની સાબિતી આપી દે છે.

શિલ્પા પ્રજાપતિ..

(9) રંગોળી....

આમતો અમને રંગોળી આવડતી નથી.
પણ કદાચ સરસ પુરાતી જતી હતી,
જીવન માં રંગો આમ ખૂટી પણ જ્શે ,
તેવી તો કલ્પના કરી જ પણ નહોતી.

સુંદર રંગોળી બનતા બનતા અટકી જશે.
શું ખબર રંગ આમ કેમ ખુટી ગયો હશે?
ને અમને કાચા ક્લાકાર બનાવી ગઇ રે.
પૂણૅ હોવાની તક પણ ક્દાચ ભુસાઇ ગઇ.

શિલ્પા પ્રજાપતિ..

(8) અનુભવ.....

વિશ્ર્વ માં ગમે તે ભાષા બોલાતી હશે!
મનની ભાષા ક્દાચતો એક સરખી હશે!
ખુશીથી સ્મિત તો હોઠો થી જ થાય ને!
ને આંખોમાં નવી ભીનાશતો નહિ હોયને!
આંખો અને હોઠોની લિપિ છે,તો અઘરી.
અભ્યાસ તેનો કોય શિક્ષક પાસે નહિ હોય!
સાચો વિધૉથી જો કરે તેનો પ્રયત્ન તો!
સમજવાની સૌથી સરળ લિપિ એ જ છે.
એટલે તો અમે અહી જીવી ગયા હશે!

શિલ્પા પ્રજાપતિ..

(7) ભાગ્ય કાચુ

કલમની સહી છો રેડાતી આજે,
ને ભલે શબ્દો ધુધળાતા આજે.


શિલ્પા પ્રજાપતિ...

(6) પરવા..

આમ અમારી કોઇ પરવા કરશે ખબર નહતી!

પણ અમારા થઇ ને અમને જ છેતરી જશે રે,

હસાવતા હસાવતા પણ રડાવશે ખબર નહતી!

આમ તો કોઇ દુ;ખ કોઇ જોડે વહેચાઇ નહિ રે !

પોતાના કે પારકા મન ના વહેમ કદાચ હશે!

શિલ્પા પ્રજાપતિ....

(5) short poem

દરેક પળો નો હિસાબ થાય કેવી રીતે ?

ખુશમાં જીવી ગયા એ ક્ષણૉ ની યાદછે.

વીતી જાય આ ક્ષણો તે રાહ જોવાય છે.

લઇ રહેલ શ્વવાસ હવે નિઃસાસા લાગે છે

મુલ્ય મૃત્યુનું વધી જ્શે એનો ખ્યાલ નતો!

શિલ્પા પ્રજાપતિ..

(4) ખ્યાલ..

આટલા સ્પશૅ થી મન ધુજશે,

તેનો તો ખ્યાલ હતો જ નહીં!

બે કોમળ હાથોનો સ્પશૅ હતો,

માત્ર બાળકનો હસવાનો સ્પશૅ!હસવામાં સંગીતનો ધ્વનિ હશે,

કયા થી કલ્પના થાય તેની?

ક્ષણિક પણ માસુમ એ હાસ્ય,

આમ મનને કંપાવી જતુ હશે?શિલ્પા પ્રજાપતિ.

(3) For Cute students

સવાર ને એમ કંયાથી ભૂલાય?
માસુમ હાસ્ય જોડે થતી સવાર.
અમને કંયા એ ભૂલવા ભુલકાઓ,
કદી એકલા પડવા દેતા જ હતા!
તે ભુલકાઓને એમ એ ભ્રમ હતો,
અમારી પાસેથી કંઇક શીખવાનો!
પણ તેમને કંયાએ ખબરજ હતી?
જીવવાનો એતો ખાલી પ્રયાસ હતો!
બસ પ્રતિક્ષા તો અંત સમયની હતી,
ભુલકાઓ કદાચ પ્રાણ ભરી ગયાફરી.

શિલ્પા પ્રજાપતિ.

(2) મન

નાજુક મન હોય છે, એવો ભ્રમ છે? કે હકીકત?

હકીકત માં મનને દદૅ કે ખુશી થતા હશે કે નહી?

મન પથ્થરના હશે કે બરફ જેવા હશે! ખબર નહિ?

હવે સ્પશૅ ફુલનો કે કાંટા નો થતો હશે ખબર નહિ?

મનના કોઇ હિસ્સાને મારી ને જીવાતુ હશે કે નહિ?

આમ મરતામરતા પણ જીવી જવાશે કે ખબર નહિ?

શિલ્પા પ્રજાપતિ.

(1) નહિતર

નહિતર

હે ભગવાન દુઃખ આપતા પહેલા સહનશકિત આપજે!

નહિતર જીવન વ્યથૅ જીવવાનો અફસોસ રહયા કરશે.

હે ભગવાન સુખ આપતા પહેલા અભિમાન છીનજે!

નહિતર મુત્યુની બીક અમને હંમેશા જ લાગ્યા કરશે.

હાસ્ય આપે તો રહેવા દેજે! પણ, મનથી હસવા દેજે!

નહિતર રડવાનો અવસર ક્દાચ યાદ પાછો આવી જશે.
શિલ્પા પ્રજાપતિ.