Saturday 20 June 2009

(103) કાચ ને સપનું......

કાચ ને સપનું......

વિખરાયેલા તુટેલા કાચને વીણવાની કોશિશ છે.
વિખરાયેલા મારા આ બધા સ્વપ્ના નું શું કરુ?

જો રહી જાય કણ પણ તો વાગશે પગમાં વળી.
મનમાં ફસાયેલા મારા સ્વપ્ન ના ટુકડાનું શું કરુ?

વાગશે પગમાં તોય દદૅ થશે આખા શરીરને જ.
મળેલા બધા દદૉની તો કોને હવે ફરિયાદ કરુ?

પણ તૂટેલા કાચને વીણતા વીણતા જોવાય તો,
સ્વપ્નના ટુકડા વીણવાની કોશિશ બેસુમાર કરુ.

એક સાથે અનેક પ્રતિબિબ તેમાં જ દેખાશે સાચા.
ટુકડા અનેક ને એક પ્રતિબબ જોવાની કોશિશ કરુ.

જયારે કાચ આખો ત્યારે એક જ રુપ દેખાતું ને.
તુટેલા સ્વપ્ના ને સાંધવાની હું જોને કોશિશ કરુ.

શિલ્પા પ્રજાપતિ અને ધડકણ સર .....

Thursday 11 June 2009

(102) શહેર...

શહેર તારુ પણ ને મારુ પણ.

આપણા જ શહેરમાં આપણે,

કેવા સરસ અજનબી તો હતા,

આજે પરિચિત થયા તો કેમ?

શહેરને કેવી રીતે દોષ દેવાય?
શિલ્પા પ્રજાપતિ....