Tuesday 24 November 2009

અફસોસ..

હોય પ્રેમથી હાથ અમારા હાથમાં,
તો કયા ઉણપ હતી અમેને કોઇ?
એક શબ્દની તરસ રહી અમને,
જીવનભર અમનેય ઉણપ રહશે.
મનને કોશિશ કરી માની જાયતો,
જો સ્વપ્ન સાકાર થાય અમારા,
અમે પણ પહોંચીએ ગીરીમાએ.
ને તરસ થાય પૂરી અમારી તો,
આ કલમને અહીં કાગળ પર છોડુ,
છો રહે કવિતા પછી અધુરી તોય.
પણ અફસોસ અપૂણૅ રહેવાનો રહેશે..
શિલ્પા પ્રજાપતિ..

Thursday 12 November 2009

સાબિતી આપ ..

સાબિતી આપ તારા હોવાનીય ઇશ્ર્વર હવે તો.........

જગત કહે છે તને જે ભોળાનાથ.
હુય કહુ પણ આપ તુય સાબિતી તેનીય.

જગત કહે છે તનેય જ માં જગદંબા.
હુય કહુ પણ આપ તુય સાબિતી તેનીય.

જગત મને પણ કહે છે કંઇક તો
હવેય તુય પણ આપ સાબિતી તેનીય.

તારા પાસે નથીય શ્રેષ્ઠ ફળ કદાચ,
હવેય તુ જ તો આપે છે સાબિતી તેનીય.

મે જેની તારી પાસે માંગણી કરી હતી,
પડયો કાચો તુ ચોકકસ સાબિતી છે તેનીય.

તારા હોવાનીય તુ જીદ પૂરી કર હવે,
છેવટે તુ જાતે જન્મ લઈને સાબિતી દે તેનીય.

જગતમાં મારો ના સહી ઇશ્ર્વર પણ,
બીજાનો વિશ્ર્વાસ ના તુટવાની સાબિતી દે તેનીય.

શિલ્પા પ્રજાપતિ....

Thursday 5 November 2009

વ્યાથૉ ...........

સવાર થાયને રોજ વ્યાથૉ ઉઠે છે.
રાત પડે ને સ્વપ્નમાં આવી જાય,
એવુ છે જ નહિ કે અમે પણ વળી,
કોઇ હસવાનો પ્રસંગ છોડયો હોય,
પણ મનને કઇ રીતે સમજાવવું!
રડવાનું કારણ તે હવે ભૂલી જાય.
બધી આશાઓ પૂણૅ નપણ થાય,
જો એ મન માની જાય તો બસ!
શિલ્પા પ્રજાપતિ..