Friday, 9 April 2010

શું મોકલું?

શું મોકલું?
દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
ખોળો ભરીને વ્હાલ કિસ્મત નથી મોકલવું,
ખોબોય વ્હાલ પણ મને પરત મોકલ.

દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
મારી ખુશીની રેખાઓ ને રહી છું મોકલી.
દુઃખની એ રેખોઓને મને પરત મોકલ.

દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
મારા શબ્દોમાં કદાચ થોડો અહેસાસ મોકલું!
હસ્તી સુંદર છબી તો મને પરત મોકલ.

દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
સંબધોના સગપણ વિનાની લાગણી છે મોકલેલી,
તારી મરજી હોય તેને જ પરત મોકલ.
શિલ્પા પ્રજાપતિ...

www.sabrasgujarati.com
અહી હરીફાઈ માં ૨ જો નંબર મેળવેલ છે.