અમે પણ એમ ન હતા.
હતો સંજોગ અમારો ખરાબ ને,
મન હતુ ઘણુ નાજુક.
બાકી અમે પણ એમ ન હતા.
માર ફુલો નો પડયો હતો ને,
અમે હતા પથ્થરના.
બાકી અમે પણ એમ ન હતા.
ના સહી શકયા વેદનાઓ ને,
કમી રહી શહનશીલતામાં.
બાકી અમે પણ એમ ન હતા.
જુઠો નયનો નો વરસાદ ને,
ને લખાણ ઝાંકળનું.
બાકી અમે પણ એમ ન હતા.
નથી આપવી કોઇ જીવતા સાબિતી,
વાંઝણી લાશ થશે સાક્ષી.
બાકી અમે પણ એમ ન હતા.
શિલ્પા પ્રજાપતિ..
Thursday 22 October 2009
Subscribe to:
Post Comments (Atom)
તમારી રચના વાંચીને અનુભવ્યુ દર્દ,
ReplyDeleteબાકી અમે પણ એમ ન હતા.
તમારું દર્દ ઘણુ બધુ કહી જાય છે. દર્દની પૂર્ણ અભિવ્યક્તિ.
શૈલ્ય
saras..........rajuaat kari chhe.....
ReplyDeleteનથી આપવી કોઇ જીવતા સાબિતી,
ReplyDeleteવાંઝણી લાશ થશે સાક્ષી.
બાકી અમે પણ એમ ન હતા.
આપની રચના
ખુબ ઉંડાણ થી દર્દ નો અહેસાસ કરાવી જાય છે ...
ame pan em na hata.........
ReplyDeletee sanatan satya jevu che.....
bahu saras...... rachna
જુઠો નયનો નો વરસાદ ને,
ReplyDeleteને લખાણ ઝાંકળનું.
mast chhe aakhi rachna pan aa line toh bahu gami.
હતો સંજોગ અમારો ખરાબ ને,
ReplyDeleteમન હતુ ઘણુ નાજુક.
khub saras...........
khare khar tame khub saras lakho cho
jo dil ko chujaye....
keep it up
god bless you.
ખુબ જ સરસ અને લાજવાબ ભાવવાહી ભરી અભિવ્યક્તિ. અભિનંદન...તમારી દરેક પંકિતના શબ્દો પણ ઘણાં ચોટદાર!! બસ આવી જ સરસ રચનાઓ આપતાં રહો તેવી અભ્યર્થના!!..
ReplyDeleteખુબ સરસ વાચી ને તરત જે વિચાર આવ્યા તે રજુ કરુ છુ.
ReplyDeleteતમારી કવિતા નુ જવાબ લખવાનો પ્રયાસ કર્યો છે આશા છે તમને ગમશે.
શીષર્ક છે : તમે હતા તેવા જ રેહજો
સંજોગ ભલે હોય ખરાબ,
ભલે નાજુક મન મા વેદના થાય.
વેદના તો જશે ભુલાય
જયારે સંજોગ ફરશે
તમે હતા તેવા જ રેહજો
આખી કવિતા વાચો બ્લોગ પર
http://raj0702.blogspot.com
અને નેટ્વર્ક પર
http://worldofpoems.ning.com/
naa sahi sakyaa vedanaao ne,
ReplyDeletekami rahi sahanshilata ma,
aaq ame pan evaa na ata...
kharekhar shilpaa ji jivana maa sahanshilataa ketalo bhaa bhajve che ne ?
saras varanan kari che..a hi to me evaa na hata.
v v nice one.... maja aavi
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteહતી હૃદયમાં લાગણી તારા માટે બેસુમાર,
ReplyDeleteપણ સમયનો ઝંઝાવાત હૃદયની સત્તા ઉખાડી ગયો,
બાકી અમે પણ એમ ન હતા.