Showing posts with label (104) ઉજવણી કરત. Show all posts
Showing posts with label (104) ઉજવણી કરત. Show all posts

Friday, 3 July 2009

(104) ઉજવણી કરત.....

હવે આ મનને મનાવવું કેવી રીતે!
તેને શું ને કેવી રીતે સમજાવવાનું!
સત્ય સ્વીકારાય ગયુ તો ક્યારનુ છે.
તો પછી શાની આશા રોજ મારે છે?
આખંનુ મોતી પાંપણમાં સચવાઈ નહિ,
જો હોત ખુશી તો જગતમાં વહેંચત!
અવસર મળ્યો હોત તો ઊજવણી કરત!
અઘિકાર મળ્યો હોતતો વ્યથૅ નાજવા દેત.
શિલ્પા પ્રજાપતિ.....