Showing posts with label (23) બાકાત કેમ કરી?. Show all posts
Showing posts with label (23) બાકાત કેમ કરી?. Show all posts

Thursday, 5 March 2009

(23) બાકાત કેમ કરી?

મારા હાથની લકિરો માં તે સુખ,
એક ક્ષણ માટે જ કેમ લખાયેલુ?
જો લકિરને હાથમાં રહેવું નહોતુ,
તો શીદ ને આકાર લીધો હશે?
વિધાતા સાથે કેવી રીતે ઝધડું!
તેને મારો હાથ જ કેમ મળ્યો હશે?
મારામાં ક્યાં છે એવી સહનશકિત,
વિધાતાએ મનેજ બાકાત કેમ કરી?

શિલ્પા પ્રજાપતિ