Showing posts with label (34) મરી તો જો. Show all posts
Showing posts with label (34) મરી તો જો. Show all posts

Thursday, 5 March 2009

(34) મરી તો જો

મરણ પહેલા એક વાર મરી તો જો,
જરા જીવનને થંભાવી પુછી તો જો,
આ એકાંતને સાથે રાખી ને તો જો,
ભીંડ કેવી દઝાડેતે અનુભવ કરી જો,
મૌનથી હોઠ સીવીને એકવારતો જો,
શબ્દો કેવા ગુગળાઇ પછી તે તો જો,
એકવાર બોલીને ફરિયાદ કરી તો જો,
પડઘો કેવો પાછો આવશે તે તો જો!

શિલ્પા પ્રજાપતિ...