Showing posts with label (36) શુકન. Show all posts
Showing posts with label (36) શુકન. Show all posts

Thursday, 5 March 2009

(36) શુકન

હવે અમારા ભૂલ થી શુકન કરશો નહી!
હવે જગત અમને શુકન પણ ગણશે નહી.

અમે ઘરની બહાર ખાસ નીકળતા નથી!
આંગળી ચીંધાવાના ડરથીજ બીગયા છે.

મહેફીલમા આમ તો આંમત્રિત થતા નથી!
ને હવે અમે મહેફીલમાં ખાસ જતા નથી.
કોઇ દિલથી મહેફીલમા આંમત્રિત કરે તો.

મહેફીલમા પ્રસગ ને શુકન પતી જાય!
પછી અમે અચુક હાજરી આપીએ છીએ..

વ્યવહાર કરવાનો વહેલામોડા ભૂલતા નથી!
ને દિલથી દુવા કરવાની ચૂકતા પણ નથી.

શિલ્પા પ્રજાપતિ....