રહેવા દે.
શબ્દોની પાતળી રેખાને બાકી રહેવા દે,
સંબધોને થોડી ઓળખાણ માટે રહેવા દે,
આમ આ ભેદને હવે ભેદ બની રહેવા દે,
સંદેશાઓ ને પણ શ્ર્વાસમાં જ રહેવા દે,
સ્વપ્ન જોવાના પણ વધારે હવે રહેવા દે,
ને મનને પાછું વાળવાનું પણ રહેવા દે,
જયા ઊભા છે ત્યાંજ પગલાને રહેવા દે,
બસ,વાતને આમ જ અધુરીય રહેવા દે,
તારા સુખમાં પણ આમ હસતા રહેવા દે,
તારી કવિતાનાં લયમાં મને રહેવા દે,
તારા હદયમાં દદૅ બનીને મને રહેવા દે,
કોઇવાર આંખમાં આંસુ બનીને રહેવા દે,
શિલ્પા પ્રજાપતિ..
Showing posts with label (49) રહેવા દે.. Show all posts
Showing posts with label (49) રહેવા દે.. Show all posts
Thursday, 5 March 2009
Subscribe to:
Comments (Atom)
