Showing posts with label (53) ફરિયાદ... Show all posts
Showing posts with label (53) ફરિયાદ... Show all posts

Thursday, 5 March 2009

(53) ફરિયાદ..

ફરિયાદ..
જીવનમાં અપૂણૅ થવાનો મને ગમ રહયો,
ઇશ્ર્વર યાદીમાં તો તમે જ આવો છો ને?

ફરિયાદ તો તારી સામે જ હતી અમને,
માનવોનો તો કોઇ વાંક હતો જ નહી ને.

બસ એકવાર નજર જરા આ તરફ કરજે,
ધણી આંગળીઓ ચિંધાઈ છે મારા તરફ.

રોજ એક સંઘષૅ આપવાની આદત તને,
ને મને કલમથી ફરી ઘુંટવાની ટેવ પડી!

જોતારો દરબાર ભરાયતો આમંત્રણ આપજે,
માનવોને કરિયાદ કરવી મને નહી ફાવે!
શિલ્પા પ્રજાપતિ..