Showing posts with label (84) તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું. Show all posts
Showing posts with label (84) તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું. Show all posts

Sunday, 5 April 2009

(84) તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,

બસ જે ઔષધિ તારી પાસે હોય તે મોકલ,
કંઇ નહિતો તારી સહનશકિતમાંથી મને થોડી મોકલ.

હોઠ ને સીવીને રખાય તેવો દોરો મોકલ,
રોકવી છે હવે તો કલમને પણ વિચારોનો થોંભ મોકલ.

બસ, હવે નવો કોઇતો સંકેત વળી મોકલ,
તુજે ગમ પચાવી ગયો તેનું લુચ્ચું હાસ્ય મને મોકલ.

તારી કોઇ જો રમત હોયતો હાર મને મોકલ,
કંઇ નહિતોતારા મૌન રહેવાનું કારણ પણ મને મોકલ.

તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,
ને તો પણ ન કહે તો મારું જ દદૅ ફરી તને મોકલુ છું.

શિલ્પા પ્રજાપતિ.....