Showing posts with label (85) આજે મને તમે વાંચત નહિ..... Show all posts
Showing posts with label (85) આજે મને તમે વાંચત નહિ..... Show all posts

Wednesday, 8 April 2009

(85) આજે મને તમે વાંચત નહિ....

લખવાની શરુઆત મે નથી કરી,
આ તો ક્ષણોની ગણતરી કરી છે.

મેં શબ્દને કયા જન્મ આપ્યો છે?
શબ્દોએ જ મને જન્મ આપ્યો છે.

આજે શબ્દોએ જ પહેચાન આપી,
નેરણમાં મે દરિયો ઉછળતો જોયો.

અજનબી બનીને જીંવવાના નુસકાએ,
મને ઘણા પોતાનાપણુ આપી ગયા.

કોણ કહે છે કે મૌનમાં તાકાત નથી?
નહિતર આજે મને તમે વાંચત નહિ...
શિલ્પા પ્રજાપતિ....