ઘોમઘખતો સૂરજ આવ્યોને જોડે વૌશાખ નેય લાવ્યો,
ને ફરી વતનને, ખેતરના આંબા ને ઢોર યાદ આવ્યા,
કેમ કહી દઉ ત્યાંની માટીને ધૂળની ડમરી ના ઊડાડ?
આંબાને કેમ કહુ તારા ફળનો સ્વાદ મને ભુલાડ આજે,
જે ડાળે ઝુલ્યા હતા અમે બાળપણ ,એ ડાળી જોવી છે.
મબલખ પાક હતો ખેતરમાં તોય ચોરી કરી હતી અમે,
કેમ ભુલી જવાય મગફળીના ઓરા નો એ લહાવો પણ?
ને બળદગાળાની સવારી જે બાળપણનો વૈભવ આપતી,
કેમ કહી દેવાય એ કુવાને આજે આંખ ના ભીંજવ બસ?
તારા જળમાં ધરાઇ ને નાહ્યા છે ધણા ઊનાળા અમેતો,
ભર ઉનાળે આખા ગામની શેરી ગજવતા હતા અમે,
ને અમારી રમોતોથી કરતા મોટેરાઓને ગરમ ખુબજ,
બસ લાવી શકાય તો એ માણેલી ક્ષણો પાછી લાવવી છે.
ફરીથી અમારે માસુમ એ જ બાળપણ જીવવું છે આજે તો..........
શિલ્પા પ્રજાપતિ..........
Showing posts with label (95) માણેલી ક્ષણો પાછી લાવવી છે.. Show all posts
Showing posts with label (95) માણેલી ક્ષણો પાછી લાવવી છે.. Show all posts
Monday, 27 April 2009
Subscribe to:
Posts (Atom)
