Thursday 9 April 2009

(86) તો મારી મમતા મને વેચી આપો,

જીંવનથી મૃત્યુ સુધીનો સફર જલદી પુરો થાય,
તેવું જ કોઇ વિષફળ લાવી આપો,

બસ આ મન થઈ પથ્થર તેનામાં નારહે ધબકાર,
તેવું કોઇ તબીબી સાધન લાવી આપો,

ને હોઠ સુધી મારા જ મને શબ્દો ના પહોચાડાય,
તેવું કોઇ કઠણ કાળજું લાવી આપો,

જો વિશ્ર્વમાં ભરાતુ હોય કોઇ બજાર લાગણીનું તો,
તો મારી મમતા મને વેચી આપો,
શિલ્પા પ્રજાપતિ....

4 comments:

  1. જો વિશ્ર્વમાં ભરાતુ હોય કોઇ બજાર લાગણીનું તો,
    તો મારી મમતા મને વેચી આપો,

    super way of expressing feeling of mother by poem...

    exellent work.... keep it up...

    ReplyDelete
  2. અય દિલ આટલી હતાશા નથી સારી
    શીદને ખૂટી પડી છે જિજિવીશા તારી
    શું કરીશ તારા મનને મારીને
    ધબકતું રહેવા દે નાજુક દિલને તારા
    હોઠને બંધ કરીને મલકી લે જરા
    કાળજું કઠણ કરવાની જરુરત ક્યાં છે ?
    કેટલી વેચીશ લાગણીયો તું શતક ?
    પલ પલ પ્રસવ્યા કરશે હૃદય તો લાગણીયો
    જિનદત્ત શાહ

    ReplyDelete
  3. જો વિશ્ર્વમાં ભરાતુ હોય કોઇ બજાર લાગણીનું તો,
    તો મારી મમતા મને વેચી આપો,
    hmmmm mane aa line jvadhu vagi gai..... ketlu pan thay aabh kem tuti na pade pan aa mamta vechvani vattttttt ....na gami kadach mara sentimatents na karne pan mane aa vat .... thodi vagi sorry dear.. n jindat bhai e bahu saras javab apyo che anoo yyyyyy??? sha mate mamta niii halat avi karvani k ene bajare mukvi pade>????

    ReplyDelete
  4. ઓ પ્રિયતમ ! મારી મમતા મને વહેંચી આપ. જીવનથી મૃત્યુ સુધીની આ સફર કદી પૂર્ણ ન થાય. મને તેવું અમ્રૂતફળ લાવી આપ. પુષ્પસમ કોમળ મનમાં તારી જ ફોરમ પ્રગટી રહે. મને તે તાજગી, તે ખીલ્યાનો પરમાટ લાવી આપ. આ હોઠથી તારા જ શબ્દો, તારું જ સંગીત બનીને એક હૈયાથી બીજાં હૈયા સુધી વહ્યા જ કરે; મને તે સૂર, તે સિતારી લાવી આપ. જો ભરાતુ હોય વિષ્વમાં લાગણીનું બજાર તો, એક હૈયાથી બીજા હૈયા સુધી નો નિઃસ્વાર્થપ્રેમ નિઃશુલ્ક વહેંચી આપ. મારી મમતાને તારા પ્રેમરસમાં ઝબોળી પત્થરસમ કાળજામાં તારા ચૈતન્યની ઊર્મીઓ ભરી આપ. તારા કરુણ્યથી મહેકતુ આ જીવન કદી પૂર્ણ ન થાય. અમને મૃત્યુ માંથી અમ્રૂત તરફ નાથ તું જ લઈ જાય.

    ReplyDelete