Showing posts with label (86) તો મારી મમતા મને વેચી આપો. Show all posts
Showing posts with label (86) તો મારી મમતા મને વેચી આપો. Show all posts

Thursday, 9 April 2009

(86) તો મારી મમતા મને વેચી આપો,

જીંવનથી મૃત્યુ સુધીનો સફર જલદી પુરો થાય,
તેવું જ કોઇ વિષફળ લાવી આપો,

બસ આ મન થઈ પથ્થર તેનામાં નારહે ધબકાર,
તેવું કોઇ તબીબી સાધન લાવી આપો,

ને હોઠ સુધી મારા જ મને શબ્દો ના પહોચાડાય,
તેવું કોઇ કઠણ કાળજું લાવી આપો,

જો વિશ્ર્વમાં ભરાતુ હોય કોઇ બજાર લાગણીનું તો,
તો મારી મમતા મને વેચી આપો,
શિલ્પા પ્રજાપતિ....