Wednesday 30 June 2010

લેત...પણ......

લેત...પણ......

રણ માત્ર હોત જીવનતો સ્વીકારી લેત,
પણ આ તરસ નું શું કરુ?

મનને મનાવાની કોશિશ તો કરી લેત,
પણ લાગણીઓને કયા મુકુ?

એક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,
પણ હર ક્ષણના મરણનું શું?

શિલ્પા પ્રજાપતિ..

Friday 4 June 2010

ગજુ કયા હતુ!

ગજુ કયા હતુ
મૌનની ભાષા સમજવાનુ મારું કયા ગજુ હતુ!
મને તો તારા મૌન તોડવાની હંમેશા રાહ હતી.

તારુ ગમ હળવુ કરી શકુ મારું કયા ગજુ હતુ!
મને તો તારા હોઠો પરના સ્મિતની તરસ હતી.

એમતો દુવા કરી શકુ એવું મારું કયા ગજુ હતુ!
મને તો તારી દિવાનગીની જ કંઇક આરજુ હતી.

અરીસામાં નજર મેળવી શકુ એવું કયા ગજુ હતુ!
મને તો તારી જ છબી પ્રતિબિબંમાં દેખાતી હતી.

જમાના સાથે લડવાનું હવે મારું કયા ગજુ હતુ!
મને તો તારી સાથે ઝઘડવામાંથી કયા ફુરસદ હતી.
શિલ્પા પ્રજાપતિ...