Monday 28 December 2009

જયાં.ને ત્યાં

જયાં.ને ત્યાં
જયાં દુવાઓની અસર થતી નથી.
ત્યા દવાઓ કદાચ કામ આવતી નથી.

જયાં એંકાત ઘણુ ફાવી જતું હોય
ત્યાં મહેફિલો કોઇ માફક આવતી નથી.

જયાં પુછાતુ હોય કેમ છો આપ?
ત્યાં જવાબો આપવા પણ હોતા નથી.

જયાં સવાલોય પુછાતા નથી,
ત્યાં જવાબો કેમ કરીને અપાતા નથી.

જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,
ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
શિલ્પા પ્રજાપતિ...

Tuesday 8 December 2009

શબ્દો બદલાય.

ગમ પીવા નો કોઇ શોખ નથી.
તેને ઉલેચવાનો કોઇ અથૅ નથી.
વ્યાથૉ ઓ જગ જાહેર તો નથી.
શબ્દો બદલાય,બદલાતા દદૅ નથી.
શબ્દોના અથૅ તો બદલાતા નથી.
આખંની વાત આપણે કરતા નથી.
તેના પાણીની ખારાશ અલગ નથી.
ગમ દૂર થાય એવા રસ્તાય નથી.
મન સમાવી જાય તે ઘટના નથી.
શિલ્પા પ્રજાપતિ..

Tuesday 1 December 2009

અહેસાસ..

અહેસાસ..

મારી અંદર જીવે છે મારુ જ દદૅ.

થોડો શ્ર્વાસને પણ અહેસાસ તારો.


ધબકતું મન ભરેલું આપની પાસેય,

એ અણસમજણનો અહેસાસ તનેય.


ધણી વાર અમે હડસેલાયા હશેય,

તમનેય નહીં હોય અહેસાસ તેનોય

.શિલ્પા પ્રજાપતિ..

ત્યાંજ ઊભા છે.

આકાશ વરસે જમીન ભીંજાઇ છે.
તોય એક તરસ રોજ તરસાવે છે.
રસ્તો બાકી ને સફર નો થાક છે.
મનની ખ્વારિશ મકકમ ઘણી છે.
અંતમાં તો કશુ મળવાનું બાકી છે.
ને રસ્તોય જાણે ત્યાં જ ઊભો છે.
અમે નીકળ્યા હતા ત્યાંજ ઊભા છે.
શિલ્પા પ્રજાપતિ.....