Tuesday, 18 October 2011

મારું નામ છે ધમાલ ધમાલ,

મારું નામ છે ધમાલ ધમાલ,
આખા ઘરમાં મારું જ રાજ .

આખા આંગણમાં હુ તો વોકર લઈને ફરુ,
ઝાંપા પાસે જઈને ગાય કૂતરાને બોલાવું,
આવતા જતા બધા મને રમાડતા જાય.

મમા મને રોજ ફરવા લઈ જાય બાગમાં
ત્યા હું ફુલપાન જોડે રમતી ને તોડી લેતી
હીંચકા ઉપર બેસીને જુલતી ને ખુબ હસ્તી

પાપા મને ટબમાં બેસીને રોજ નવડાવતા,
ને પાણીમાં છબછબિયા કરતા શીખવાડયા.
હું તો પાણી જોઇને રડતી ચુપ જ થઈ જતી

હુ તો છું મમાની પ્યારી,
ને પાપાની વ્હાલી વ્હાલી

શિલ્પા પ્રજાપતિ...

For only my cute & happy baby girl child ......

Friday, 19 August 2011

નાની હાર્વી ને ગમતો વરસાદ આવ્યો.

નાની હાર્વી ને ગમતો વરસાદ આવ્યો.

આવ્યો આવ્યો વરસાદ આવ્યો,
નાની નાની હાર્વી જોડે રમવા આવ્યો,

માથામાં ટપ ટપ ટીપા ભરતો,
મુથીમાં ભરી ટીપા મમાને પલાડતી.

આવ્યો આવ્યો વરસાદ આવ્યો,
નાની નાની હાર્વી માટે હાસ્ય લાવ્યો.
શિલ્પા પ્રજાપતિ..

Wednesday, 6 July 2011

વાત એમ કેમ?

વાત એમ થઇ કેટલી ગેરસમજ થઇ
વાત અમે પ્રેમના રંગો ભરવાની કરી
ને એ નફરતના રંગો લઇને ફરે છે.
શિલ્પા પ્રજાપતિ..

Wednesday, 4 May 2011

તેવું પણ બને..

તેવું પણ બને..
દોસ્તોની દુવાની અસર જીવનભર તેવું પણ બને.
દુશ્મન પણ કયારેક દોસ્ત બને તેવું પણ બને.
ખોવયેલા રસ્તા ખુદ મંજીલ બને તેવું પણ બને.
ભર પાનખરમાં ય વંસત મહેકે તેવું પણ બને.
વેરાણ રણમાં અચાનક વીરડી મલે તેવું પણ બને.
સંધ્યા સમયે યાદોની વણજાર મલે તેવું પણ બને.
દિલનું દર્દ સમય સાથે દવા બને તેવું પણ બને.
શિલ્પ પણ લઇ લે બે ચાર શ્ર્વાસ તેવું પણ બને.
શિલ્પા પ્રજાપતિ અને ધડકણસર....

Monday, 25 April 2011

રે એ તો કૃષ્ણ

રે એ તો કૃષ્ણ પણ નથી જાણતો,
દેવકી માતા માટે હોરાતો હતો કે
યશોદાની મમતા લુંટતો હતો તે,
દેવકીના હાથે તેને માખણ નથી ખાધું
ને યશોદાનો માર ખમી ગયો હતો.
શિલ્પા પ્રજાપતિ....

Sunday, 20 March 2011

હેપી હોલી દોસ્તો

હેપી હોલી દોસ્તો
આખા આમ દોસ્તોના રંગોથી રંગાયા પછી
પણ કઇક તારા પ્રેમના રંગની અછત રહી.
જીવનભર આમ તો ઘણા દોસ્તો મળતારહયા
પણ કઇક તારી દોસ્તીની અમને અછત રહી
શિલ્પા પ્રજાપતિઅને ધડકણ સર

Thursday, 17 March 2011

સમય સમયની ગણતરી ના હોય

ઘડે ઘડો ના ભરાય રે એમ
સમય સમયની ગણતરી ના હોય એમ
પ્રેમ છે કોઇ બાજી નથી એમ
મજબુરી હોય છે ચાલ ના સમજ એમ
શિલ્પા પ્રજાપતિ

Tuesday, 8 February 2011

સોદો

તે તો રીતસરની લૂંટ હતી
મમતાના નામે સોદો હતો.

Thursday, 20 January 2011

જીવવું મજબુરી હોય

એક આધાત સમયો ના હોય,
ને બીજો આધાત એનાથી મોટો હોય.

મરવાની તીવ ઈરછા જ હોય,
ને તોય જીવવું મજબુરી એવી હોય.

આમ તો આપેલ માફી જ હોય,
ને જાણે હકીકત તો ખુદને માફ ના હોય.

શિલ્પા પ્રજાપતિ.

Thursday, 25 November 2010

કદાચ...

કદાચ...
તારી પાસે સમય નથી વળી એ તારી ખુશનસીબી,
તારો સમય નથી વળી હશે એ મારી બદનસીબી,
બાકી સમય પણ આપણો થોડો ઘણો હોત કદાચ.


તારા આંસું મારી આંખોમાં લાવું એ મારી ખુશનસીબી
તારુ આંસુ હું લુછી ના શકુ વળી એ મારી બદનસીબી,
બાકી આંસુ એમ રોકી શકાય એવી દવા હોત કદાચ.

તારા હાથમાં મારી રેખા ના નથી એ તારી ખુશનસીબી,
મારા હાથમાં તારી રેખા દોરી બેઠા એ મારી બદનસીબી,
બાકી હાથોમાં રેખા આપણી એક સરખી હોત કદાચ.

તને હતી મારી થોડી દોસ્તીની કદર એ મારી ખુશનસીબી,
તારી હતી મને તો ઘણી દીવાનગી એ મારી બદનસીબી,
બાકી મળ્યો હોત સમય આપણી ચચા માટે થોડો કદાચ.
શિલ્પા પ્રજાપતિ.

Thursday, 30 September 2010

ને કદાચ ..નીકળે

ને કદાચ ..નીકળે

તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે.

તે નજરથી નજર મીલાવે નીજીવ આંખમાં એકવાર,
ને કદાચ નયનમાંથી ઝરણું વહી નીકળે.

તે અંતિમ ક્ષણોએ એ પણ પુછે મારી મરજી એકવાર,
ને કદાચ તેની કોઇ મરજીની ભાળ નીકળે.

તે જાણે તો કોઈ આખી વાત મરણ પછીય જો એકવાર,
ને કદાચ ન જાણ્યાનો અફસોસ જાહેર નીકળે.

તે કઈ કહેતો હોય મારી વાત મને એસમયે જ એકવાર,
ને કદાચ તે જાણવા ક્ષણિક જીવ આવી નીકળે.

તે જાણે તો મરણની આરજુય મારી સમજે ને જો એકવાર,
ને કદાચ તેનીય કોઇ આરજુ ની ખબર નીકળે.

તે ચાહત ના સમાચાર પણ ત્યાં આવે આપવા જો એક્વાર,
ને કદાચ મારોય ઝઘડો યમરાજ જોડેજ નીકળે.
શિલ્પા પ્રજાપતિ....

Thursday, 9 September 2010

અહેસાસ.

અહેસાસ.
મે મુકયો તારામાં વિશ્ર્વાસ તેનાથી વધુ,
તુ મારો વિશ્ર્વાસ નિભાવતો રહ્રયો.

હું તો તને ચાહતી રહી તેનાથી વધુ,
તુ મને ચાહતો રહયો.
હું શબ્દોથી રડતી રહી તેનાથી વધુ,
તુ મૌનમાં રડતો રહયો.
હું ભૂલો કરતી જ રહી તેનાથી વધુ,
તુ મને માફ કરતો રહયો.

હું પ્રેમનાં પારખા કરતી રહી તેનાથી વધુ,
તુ મને પ્રેમ કરતા શીખવાડતો રહયો.

શિલ્પા પ્રજાપતિ...

http://www.sabrasgujarati.com/category/dil-thi/poem/
aa page par pan aa rachana chhe......

Wednesday, 11 August 2010

પડઘો પડયો નાનો...

http://www.sabrasgujarati.com/790/
aa link par no 2 medval chhe...

પડઘો પડયો નાનો...
એ મોટુ સમણું હતુ તે આંખોમાં નાની
ભલે આખી સુષ્ટિ એક તરફ હતી ને મારું એ સજૅન એ નાનુ.

એ અહેસાસ હતો તે મારો કદાચ નાનો,
મારી પ્રતિકૃતિ,પડછાયો ને મારા શરીરનો અંશ એ નાનો.

એ અનુપમ ખુશી ને સ્પશૅ પણ નાનો,
કયા પરવા હતી જમાનાની હું તો ખોવાયેલી ખુશીમાં નાની.

એ અચાનક અહેસાસ તુટયો ખરો નાનો,
આંખ અચાનક ખુલી જયા હકીકતમાં ગાયબ હતી ખુશી નાની.

એ જ જગતમાથી એ સવાલ કયો નાનો,
ત્યા તો એક શબ્દની ચાહતમાં વાંઝણો શબ્દ પડઘાયો નાનો.
શિલ્પા પ્રજાપતિ..

Would like to Thanks to JAHNVI ANTANI as the subject and thinking shared by her.

Wednesday, 30 June 2010

લેત...પણ......

લેત...પણ......

રણ માત્ર હોત જીવનતો સ્વીકારી લેત,
પણ આ તરસ નું શું કરુ?

મનને મનાવાની કોશિશ તો કરી લેત,
પણ લાગણીઓને કયા મુકુ?

એક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,
પણ હર ક્ષણના મરણનું શું?

શિલ્પા પ્રજાપતિ..

Friday, 4 June 2010

ગજુ કયા હતુ!

ગજુ કયા હતુ
મૌનની ભાષા સમજવાનુ મારું કયા ગજુ હતુ!
મને તો તારા મૌન તોડવાની હંમેશા રાહ હતી.

તારુ ગમ હળવુ કરી શકુ મારું કયા ગજુ હતુ!
મને તો તારા હોઠો પરના સ્મિતની તરસ હતી.

એમતો દુવા કરી શકુ એવું મારું કયા ગજુ હતુ!
મને તો તારી દિવાનગીની જ કંઇક આરજુ હતી.

અરીસામાં નજર મેળવી શકુ એવું કયા ગજુ હતુ!
મને તો તારી જ છબી પ્રતિબિબંમાં દેખાતી હતી.

જમાના સાથે લડવાનું હવે મારું કયા ગજુ હતુ!
મને તો તારી સાથે ઝઘડવામાંથી કયા ફુરસદ હતી.
શિલ્પા પ્રજાપતિ...

Thursday, 13 May 2010

તરસ..

આમ વૌશાખના વાયરાની વાતતો ના પુછ?
નહીતર થીજેલો એ બરફ પણ બધોય વહી જશે.

આમ રણનેય તેની તરસનું તો ના પુછ?
નહીતર પાણીથી લથબથ દરિયો પણ કણસી જશે.

આમ મનેય સંબધોની કીંમતતો ના પુછ?
નહીતર મનની એ વાત પણ હોઠો પર આવી જશે.
શિલ્પા પ્રજાપતિ..

Saturday, 1 May 2010

વાંક, આમ ના કાઢ.

વાંક, આમ ના કાઢ.

વાંક કલમ નો હશે,
આમ,સંબધો નો ના કાઢ.

વાંક નયન નો હશે,
આમ,તરસ નો ના કાઢ.

વાંક સંજોગો નો હશે,
આમ,સમયનો ના કાઢ.

વાંક કંઇક તારોય હશે,
આમ,બધો મારો ના કાઢ.

વાંક આપણા બંનેનો હશે,
આમ,ઝઘડો તો ના કાઢ.
શિલ્પા પ્રજાપતિ...

Friday, 9 April 2010

શું મોકલું?

શું મોકલું?
દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
ખોળો ભરીને વ્હાલ કિસ્મત નથી મોકલવું,
ખોબોય વ્હાલ પણ મને પરત મોકલ.

દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
મારી ખુશીની રેખાઓ ને રહી છું મોકલી.
દુઃખની એ રેખોઓને મને પરત મોકલ.

દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
મારા શબ્દોમાં કદાચ થોડો અહેસાસ મોકલું!
હસ્તી સુંદર છબી તો મને પરત મોકલ.

દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
સંબધોના સગપણ વિનાની લાગણી છે મોકલેલી,
તારી મરજી હોય તેને જ પરત મોકલ.
શિલ્પા પ્રજાપતિ...

www.sabrasgujarati.com
અહી હરીફાઈ માં ૨ જો નંબર મેળવેલ છે.

Thursday, 18 March 2010

નહોતી ખબર .......

નહોતી ખબર .......

નહોતી ખબર એ ખભો મારો નહતો,
તૌય અંશ્રુ આવીને ત્યાં કેમ સરયા?

નહોતી ખબર વજન તને પણ લાગશે?
મારો ભાર હળવો કરવા ગયા એ રીતથી,

નહોતી ખબર તારી આંખમાથી નીતરશે?
બાકી પાણી તો મારી આંખોનુ જ હતુ ને!

શિલ્પા પ્રજાપતિ....

Friday, 19 February 2010

કઈ રીતે કરુ?

કઈ રીતે કરુ?
તારી ફરિયાદ કરુ તો કઈ રીતે કરુ?
ને નજર અંદાઝ પણ કઈ રીતે કરુ?
હૈયા ને ખોલીને વાત પણ કઈ રીતે કરુ?

મનનાં દદૅ ને સહન કઈ રીતે કરુ?
પ્રયાસ પણ હસવાનો કઈ રીતે કરુ?
હૈયામાં વધુતોવધુતો સમાવું કઈ રીતે કરુ?

તારાજ દદૅને સહન પણ કઈ રીતે કરુ?
વધુતો હવે રજુઆતય કઈ રીતે કરુ?
હૈયાના ધબકારને અટકાણ કઈ રીતે કરુ?
શિલ્પા પ્રજાપતિ...