Friday 17 July 2009

કવિતા...

મારેય કયા વ્યથા ઓ ને લખવી હતી!
મારેય કયા દર્દ જોડે દોસ્તી કરવી હતી!

મારેય ફુલ જોડે તો મહેકવું જ હતુ ને!
બનવું હતુ જગતનો સુંદર જ છોડ ને!

મનેય નથી રસ કવિતા પૂરી કરવામાં,
પણ બસ હવે જીવન પૂરુ થતું નથી ને.

મે તો હકીકત ભૂલથી ચીતરી કાગળમાં,
બાકી ખુશી તો મળતી હશે બજારમાં જ.

અધુરી કવિતા તો પૂરી કરાવી દઊ,
પણ અધુરા જીવનને કેમ કરાવાય?

કદાચ જે વાત મન ના બોલી શકયુ,
તે વાત આજે કલમ તને પુછી રહી છે?

શિલ્પા પ્રજાપતિ અને જાનવી અંતાની...

Wednesday 15 July 2009

(106) પરીક્ષ્રા કરવી હશે ...

પરીક્ષ્રા કરવી હશે અમારી પણ,
ખુદ પોતે જ પ્રશ્ર્નોમાં ઉલઝાયા,

મન ને તેની જાણ હતી કયારેક,
નેશ્ર્વાસ સાથે શ્ર્વાસ ભળી ગયા.
સાથ આપતા રહયા તે અમને.
વઘુ એકાંત માં મુકતા રહી ને,

પામવા નીકળ્યા હતા તે અમને,
મેળવી ને પણ ગુમાવી ગયા ને.
શિલ્પા પ્રજાપતિ....

Sunday 12 July 2009

(105) વાગે છે.....

મારા શબ્દોની ધાર વાગે છે.
ને મારી જ એકલતા વાગે છે.

મુખથી જ કહેવાય જાય તો ,
તેમને ફરિયાદ જેવી લાગે છે.
જો ને માંગણી થઈ જાય તો,
તેમને મારી ધેલછા લાગે છે.
જીવવા માટે ધ્યેય મંગાય તો,
તો હતાશા જ મળી જાય છે.

કેવી રીતે કહુ કે હવે તો મને,
જીવન પણ બદતર લાગે છે.

શિલ્પા પ્રજાપતિ...

Friday 3 July 2009

(104) ઉજવણી કરત.....

હવે આ મનને મનાવવું કેવી રીતે!
તેને શું ને કેવી રીતે સમજાવવાનું!
સત્ય સ્વીકારાય ગયુ તો ક્યારનુ છે.
તો પછી શાની આશા રોજ મારે છે?
આખંનુ મોતી પાંપણમાં સચવાઈ નહિ,
જો હોત ખુશી તો જગતમાં વહેંચત!
અવસર મળ્યો હોત તો ઊજવણી કરત!
અઘિકાર મળ્યો હોતતો વ્યથૅ નાજવા દેત.
શિલ્પા પ્રજાપતિ.....

Thursday 2 July 2009

(104) ચોરજે...

સમય પાસેથી પણ થોડી ક્ષણ ને ચોરજે,
મેઘધનુષ પાસે થી એકાદ રંગને ચોરજે,
સ્મરણોમાંથી મારી એકાદ વાત ને ચોરજે,
તને ચોરી કરતાય જો હું જ શીખવાડુ છું.
તને તો ખબર છે તુ પણ થોડો ચોર જ છે.
બસ મારે તમને ચોરતાય પકડવા છે હવે,
શિલ્પા પ્રજાપતિ...