Wednesday 4 May 2011

તેવું પણ બને..

તેવું પણ બને..
દોસ્તોની દુવાની અસર જીવનભર તેવું પણ બને.
દુશ્મન પણ કયારેક દોસ્ત બને તેવું પણ બને.
ખોવયેલા રસ્તા ખુદ મંજીલ બને તેવું પણ બને.
ભર પાનખરમાં ય વંસત મહેકે તેવું પણ બને.
વેરાણ રણમાં અચાનક વીરડી મલે તેવું પણ બને.
સંધ્યા સમયે યાદોની વણજાર મલે તેવું પણ બને.
દિલનું દર્દ સમય સાથે દવા બને તેવું પણ બને.
શિલ્પ પણ લઇ લે બે ચાર શ્ર્વાસ તેવું પણ બને.
શિલ્પા પ્રજાપતિ અને ધડકણસર....

4 comments:

  1. http://www.gujaratio.com/
    સપનાને હોય નહી માઝા,
    રે તોય મારા સપના ઓછા છે
    નથી ઝાઝા,
    મળે નાનકડી કેડી,
    લઉ શિશુ સમ તેડી,
    આપણું જ રાજ અને
    આપણે જ રાજા,
    પ્રાણ ભરી પ્રીત મળે,
    ગાવાને ગીત મળે,
    હોઠ પર સ્મિત તણા
    ફૂલ ખીલે તાજા...

    "ચિંતન ટેલર"

    got third place

    ReplyDelete
  2. દોસ્તોની દુવાની અસર જીવનભર તેવું પણ બને.
    દુશ્મન પણ કયારેક દોસ્ત બને તેવું પણ બને.- shilpa ji sundar rachna..

    ReplyDelete
  3. દિલનું દર્દ સમય સાથે દવા બને તેવું પણ બને.
    ખુબ જ સરસ


    મિત્રો,
    ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
    છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
    મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
    આપના આગમનની પ્રતિક્ષાએ

    – કુમાર મયુર –

    ReplyDelete