Thursday, 20 August 2009

કિસ્તુજી..

પ્રેમ માં પાસે હોવાની તો શરત ના હોય.
કોઇ ચાહે છે કોઈને એ વાત ગંભીર છે.
સ્નેહના સામ્રાજય માં દોસ્ત સોદો ના હોય.

દૂર આકાશ ને ધરાનું મિલન કિસ્તુજી ન હોય.
જો પૃથ્વી પર કુણુ કુણુ ઘાસ પથરાય છે.
ધરતીને આકાશ કંઇક કહે એ વાત ખાનગી છે.
શિલ્પા પ્રજાપતિ.....

Thursday, 13 August 2009

હસાવવાનો પ્રયાસ ....


હસાવવાનો પ્રયાસ કર.
બધા પ્રયત્ન અને આયાસ છોડી દે,
એક હસેલી ક્ષ્રણ પણ યાદ કરી લે,
વષો સુધી તને હસાવતી રહેશે તે,
ભૂલી જા એક ગમને જો ભૂલાય તો,
આખા વિશ્ર્વના ગમ તને રડાવશે,
એક હક ભલે ના મળ્યો હોય પણ,
ઘણા નવો સંબધો પણ તને જીવાડશે,
નવું જીંવન ના આપો તો કાઇ નહીં,
રડતા કોઈને હસાવવાનો પ્રયાસ કર.
શિલ્પા પ્રજાપતિ..

Thursday, 6 August 2009

ચિન્હો.......

શરુઆત જયા થી કરી હોય,
ત્યા પૂણૅવિરામ તો આવે નહિ.
બસ વચ્ચે અધુરા વાકય આવી,
ને અલ્પવિરામ મુકીને જાય છે.
ખોટુ લાગ્યુ છે કેમ તો વળી?
તો મુકવા પડે છે પશ્ર્ન ચિન્હ.
લો અમે થયા ગયા હવે મૌન,
તમે મુકો હવે ઉદગાર ચિન્હ !
જો કંઇ રહી જતુ હોય તોતે છે.
બે શબ્દ વચ્ચેની જગ્યા વળી,
બસ છો રહી એ ખાલી જગ્યા,
અમને બનીને રહેવા દો ત્યાં હવે,
શિલ્પા પ્રજાપતિ.....