Thursday 20 August 2009

કિસ્તુજી..

પ્રેમ માં પાસે હોવાની તો શરત ના હોય.
કોઇ ચાહે છે કોઈને એ વાત ગંભીર છે.
સ્નેહના સામ્રાજય માં દોસ્ત સોદો ના હોય.

દૂર આકાશ ને ધરાનું મિલન કિસ્તુજી ન હોય.
જો પૃથ્વી પર કુણુ કુણુ ઘાસ પથરાય છે.
ધરતીને આકાશ કંઇક કહે એ વાત ખાનગી છે.
શિલ્પા પ્રજાપતિ.....

8 comments:

  1. પ્રેમ ની ભાષા
    પ્રેમ એતો ભાવના ની ભાષા છે.
    શરત હોય તો એ પ્રેમ ના હોય.
    કોઇ ચાહે છે કોઈને એ વાત પ્રેરણાદાયક છે.
    જો આમ જ બધા ચાહે બધા ની દુનિયા મા વેર ના હોયે
    read whole reply of your poem on

    http://raj0702.blogspot.com/

    join me at my community
    http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950

    my new social network at

    http://worldofpoems.ning.com/

    ReplyDelete
  2. DHARTI NE AAKASH KAI KAHE E VAAT KHANGI 6...


    VAH BAHU SARAS..........

    Nishit Joshi

    ReplyDelete
  3. પ્રેમ માં પાસે હોવાની તો શરત ના હોય.
    કોઇ ચાહે છે કોઈને એ વાત ગંભીર છે.
    સ્નેહના સામ્રાજય માં દોસ્ત સોદો ના હોય.

    Simply Superb

    what is the meaning of કિસ્તુજી.. ???

    Ketan Shah

    ReplyDelete
  4. This is a very good. But I know "kistuji" ?
    Please miening ?! First three line very nice & tuch

    ReplyDelete
  5. Nice very nice,ane vachi ne prem ma padvanu maan thai che.
    Chetan....

    ReplyDelete
  6. પ્રેમ માં પાસે હોવાની તો શરત ના હોય.
    કોઇ ચાહે છે કોઈને એ વાત ગંભીર છે.
    સ્નેહના સામ્રાજય માં દોસ્ત સોદો ના હોય.
    કેટલી સાચી વાત ! અને જો શરત હોય તો તેને પ્રેમ કહેવાય ખરો ? પ્રણય જ્યારે પૂર્ણત્વ પામે છે ત્યારે પ્રેમ માં પરિણમે છે. ખિલેલુપુષ્પ જો પ્રણય છે તો ફોરમ એ પ્રેમ ! ફોરમ વિહોણા પુષ્પની કિંમત શી ? મેં પણ એકવાર આવી જ કંઈક વાત સાંભળી હતી...

    ચાલ, હવે વિદાય લઉં છું પ્રભુ ! પાતઃકાળ થવા આવ્યો છે ને મારે ફરીથી ગુંથાવાનું છે આ નિર્દોષ દુનિયાનાં અનેક ભૌતિક કામોમાં. બસ, મને એક વાર ઊંડો શ્વાસ લઇ તારા અસ્તિત્વને ગાઢ રીતે ફરી એક વાર અનુભવી લેવા દે. અને અનંતને પામેલા મને તદ્દન સામાન્ય બનીને મારાં ઘરે પાછો ફરવા દે. કારણકે મારે કોઈને કશી સાબિતી નથી આપવી. મને ખબર છે કે તું મારો છે આટલું જ મારે માટે તો બસ છે. આમ પણ પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો ? નગણ્ય. અને છતાં અવગણિ ન શકાય તેટલો. તેમ તું છોને વિશ્વપ્રેમી રહ્યો અને જગત આખું છોને ઘેલું હોય તારાં પ્રેમમાં ! મને જો અવગણિશ તો તું અધુરો જ રહી જઇશ હો પ્રિયતમ !

    ReplyDelete
  7. દૂર આકાશ ને ધરાનું મિલન કિસ્તુજી ન હોય.
    જો પૃથ્વી પર કુણુ કુણુ ઘાસ પથરાય છે.
    ધરતીને આકાશ કંઇક કહે એ વાત ખાનગી છે.


    વાહ ! સુંદર રચના !

    પરમાત્માનો પ્રકાશ જ્યારે ક્ષિતિજ પર છવાય છે. દ્રષ્ટાની દ્રષ્ટિમાં ત્યારે સૌંદર્ય છલકાય છે. કહે છે આંખો વાળા પાસે દ્રષ્ટિ નથી હોતી અને દ્રષ્ટિ વાળા આંખોથી ક્યાં જુવે છે ?

    મેં પણ એક વાર કંઇક આવું જ દ્રષ્ય નિહાળ્યું હતું...

    હમણાં જ ઊગેલા સૂરજે મૂગ્ધા ઊષાને કાનમાં કંઇક કહ્યું. સુકુમાર ગુલાબની પાંદડી પર બાઝેલું ઝાકળ બિંદુ મંદ મંદ મલકાતું પાંદડીથી પાંદડા પર સર્યું. કોયલ કુંજી ઊઠી ને ગુલાબ શરમાઇ ગયું. જુઓ, પેલી ક્ષિતિજે પણ વાદળોનું ઓઢણું ઓઢ્યું ! સાચેજ, પ્રણય પળને પ્રેમ કરે છે. અને પળ અવસરની રાહ ક્યાં જુએ છે ?

    ReplyDelete