Wednesday, 28 October 2009

છટકબારી..

ચિત્રગુપ્તને એમ હું લોકોના સુંદર ચોપડા તૌયાર કરુ છું!
તેને કયાં છે ખબર નીચે માનવો પણ નોંધપોથી રાખે છે.
તે જયારે હિસાબ કરશે,ત્યારે અમે એ નોંધપોથી ધરીશું!
વાંક કોનો હશે એ ખોળશે,આપણે તો છટકબારી જ ખોળીશું.
શિલ્પા પ્રજાપતિ..

Thursday, 22 October 2009

અમે પણ એમ ન હતા.

અમે પણ એમ ન હતા.
હતો સંજોગ અમારો ખરાબ ને,
મન હતુ ઘણુ નાજુક.
બાકી અમે પણ એમ ન હતા.

માર ફુલો નો પડયો હતો ને,
અમે હતા પથ્થરના.
બાકી અમે પણ એમ ન હતા.

ના સહી શકયા વેદનાઓ ને,
કમી રહી શહનશીલતામાં.
બાકી અમે પણ એમ ન હતા.

જુઠો નયનો નો વરસાદ ને,
ને લખાણ ઝાંકળનું.
બાકી અમે પણ એમ ન હતા.

નથી આપવી કોઇ જીવતા સાબિતી,
વાંઝણી લાશ થશે સાક્ષી.
બાકી અમે પણ એમ ન હતા.
શિલ્પા પ્રજાપતિ..

Monday, 12 October 2009

વાંચકમિત્રોને ભેટ .

જીવી જવું પડશે.
જો આ મરણ પણ જીવી જવું પડશે.
લાશ પણ લેશે ઘણા લાકડાનો દાહ.
મારું જીવન આવ્યું ના કોઇ કામ માં.
લાશ ના વેઠી શકે એ લાકડાનો ભાર.
એક વૃક્ષના ઉછેર માટેય જીવવું પડશે.
બસ એટલે આ મરણ જીવી જવું પડશે.
શિલ્પા પ્રજાપતિ...