Thursday, 30 September 2010

ને કદાચ ..નીકળે

ને કદાચ ..નીકળે

તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે.

તે નજરથી નજર મીલાવે નીજીવ આંખમાં એકવાર,
ને કદાચ નયનમાંથી ઝરણું વહી નીકળે.

તે અંતિમ ક્ષણોએ એ પણ પુછે મારી મરજી એકવાર,
ને કદાચ તેની કોઇ મરજીની ભાળ નીકળે.

તે જાણે તો કોઈ આખી વાત મરણ પછીય જો એકવાર,
ને કદાચ ન જાણ્યાનો અફસોસ જાહેર નીકળે.

તે કઈ કહેતો હોય મારી વાત મને એસમયે જ એકવાર,
ને કદાચ તે જાણવા ક્ષણિક જીવ આવી નીકળે.

તે જાણે તો મરણની આરજુય મારી સમજે ને જો એકવાર,
ને કદાચ તેનીય કોઇ આરજુ ની ખબર નીકળે.

તે ચાહત ના સમાચાર પણ ત્યાં આવે આપવા જો એક્વાર,
ને કદાચ મારોય ઝઘડો યમરાજ જોડેજ નીકળે.
શિલ્પા પ્રજાપતિ....

Thursday, 9 September 2010

અહેસાસ.

અહેસાસ.
મે મુકયો તારામાં વિશ્ર્વાસ તેનાથી વધુ,
તુ મારો વિશ્ર્વાસ નિભાવતો રહ્રયો.

હું તો તને ચાહતી રહી તેનાથી વધુ,
તુ મને ચાહતો રહયો.
હું શબ્દોથી રડતી રહી તેનાથી વધુ,
તુ મૌનમાં રડતો રહયો.
હું ભૂલો કરતી જ રહી તેનાથી વધુ,
તુ મને માફ કરતો રહયો.

હું પ્રેમનાં પારખા કરતી રહી તેનાથી વધુ,
તુ મને પ્રેમ કરતા શીખવાડતો રહયો.

શિલ્પા પ્રજાપતિ...

http://www.sabrasgujarati.com/category/dil-thi/poem/
aa page par pan aa rachana chhe......