Thursday 30 September 2010

ને કદાચ ..નીકળે

ને કદાચ ..નીકળે

તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે.

તે નજરથી નજર મીલાવે નીજીવ આંખમાં એકવાર,
ને કદાચ નયનમાંથી ઝરણું વહી નીકળે.

તે અંતિમ ક્ષણોએ એ પણ પુછે મારી મરજી એકવાર,
ને કદાચ તેની કોઇ મરજીની ભાળ નીકળે.

તે જાણે તો કોઈ આખી વાત મરણ પછીય જો એકવાર,
ને કદાચ ન જાણ્યાનો અફસોસ જાહેર નીકળે.

તે કઈ કહેતો હોય મારી વાત મને એસમયે જ એકવાર,
ને કદાચ તે જાણવા ક્ષણિક જીવ આવી નીકળે.

તે જાણે તો મરણની આરજુય મારી સમજે ને જો એકવાર,
ને કદાચ તેનીય કોઇ આરજુ ની ખબર નીકળે.

તે ચાહત ના સમાચાર પણ ત્યાં આવે આપવા જો એક્વાર,
ને કદાચ મારોય ઝઘડો યમરાજ જોડેજ નીકળે.
શિલ્પા પ્રજાપતિ....

9 comments:

  1. તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
    ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે.


    waah waah...!gud lines..

    ReplyDelete
  2. તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
    ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે.

    just super and Befam style..

    keep it up good work..

    ReplyDelete
  3. સુંદર રચના..સરસ ભાવ.
    નિલમ દોશી..

    ReplyDelete
  4. તે જાણે તો મરણની આરજુય મારી સમજે ને જો એકવાર,

    nice one

    ReplyDelete
  5. તે ચાહત ના સમાચાર પણ ત્યાં આવે આપવા જો એક્વાર,
    ને કદાચ મારોય ઝઘડો યમરાજ જોડેજ નીકળે.
    nice one
    VJ

    ReplyDelete
  6. તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
    ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે. gr8...1..
    તે અંતિમ ક્ષણોએ એ પણ પુછે મારી મરજી એકવાર,
    ને કદાચ તેની કોઇ મરજીની ભાળ નીકળે. sundar ..
    racha kharekhar..

    ReplyDelete
  7. Relay fine che ....
    i like it....

    ReplyDelete
  8. ખુબ જ ભાવુક રચના. આપની દરેક રચનામાં અસહ્ય વેદના બિંબાય છે.

    ReplyDelete
  9. મૃત્યુ એક રહસ્ય છે. મૃત્યુ સાથે જ બધી ઘટનાઓનો અંત આવી જાય !! બચપણમાં સ્કુલમાં સહધ્યાયીએ છીનવી લીધેલી પેન્સિલની ઘટના, સાતોલીયું રમતાં મિત્રએ કરેલી અંચાઇ બધુ જ હવે નામશેષ થઇ ચૂક્યુ હોય છે. પણ એક સમયે તો એ ઘટનાઓએ મનનો કબજો લઇ લીધેલો હોય છે. એવો એક એક સમય એ જ જીવન ને? પણ મૃત્યુ સાથે બધાનો અંત. બહુ સરસ કલ્પના છે - મૃત્યુ પછીના જીવનની !!! અભિનંદન.

    ‘‘તે મરણ પછી કફન આવીને ઊઘાડી જુએ એકવાર,
    ને કદાચ મરણનાં સમાચાર ખોટા નીકળે.’’

    આવી એક કલ્પના શું થતું હશે મૃત્યુ સમયે?? મૃત્યુને જીવનમાં ફેરવી @ http://puthakkar.wordpress.com/2009/02/22/%e0%aa%ae%e0%ab%83%e0%aa%a4%e0%ab%8d%e2%80%8d%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%ab%87-%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%ab%e0%ab%87%e0%aa%b0%e0%aa%b5%e0%ab%80/

    ReplyDelete