નવરાત્રિમાં સૌને શુભકામના......
માં શકિત આજે બાળકો માંગે તુજ થી કંઈક.
તુ અવતાર લે હવે શિવ રૂપે સંસારમાં માં.
શિવ રૂપે નહી તો શકિત રૂપે પણ આવ માં.
બસ પાત્રતા તો તારી જ આપેલી છે માં.
દીવો પ્રગટાવવા દે તારા દરબારમા મને માં.
તારી મમતામાં ખોટ આવી કેમ અમ માટે માં?
અમને અળખામણા કેમ રાખ્યા તે કેમ માં ?
અમારી બાળ હઠ પણ તુ પુરી કર હવે માં.
અમ બાળકોની હર ભુલ ને ક્ષમા આપ માં
તારા નામનો ગરબો મોકલ મારા ચોકમાં માં.
શિલ્પા પ્રજાપતિ...
Tuesday, 22 September 2009
Tuesday, 15 September 2009
બોલાયેલા શબ્દના ગુલામ.......
વાહ! અમે તો બોલીને શબ્દના ગુલામ થયા.
પણ અમેય અમારો જ થાક ઉતારી લીધો ને,
બસ મનથી હલકાફુલ અમે જ બની ગયા હવે.
લો અમારા હાથનો થાક પણ ઉતરી ગયો હવે,
પાછા નવા શબ્દો ના સર્જનમાં વ્યસ્ત થયા,
તમને મળશે આંખમાંથી અનમોલ રત્નો હવે.
શિલ્પા પ્રજાપતિ..
પણ અમેય અમારો જ થાક ઉતારી લીધો ને,
બસ મનથી હલકાફુલ અમે જ બની ગયા હવે.
લો અમારા હાથનો થાક પણ ઉતરી ગયો હવે,
પાછા નવા શબ્દો ના સર્જનમાં વ્યસ્ત થયા,
તમને મળશે આંખમાંથી અનમોલ રત્નો હવે.
શિલ્પા પ્રજાપતિ..
Wednesday, 2 September 2009
યાદ નથી...
અરીસામાં મે મારું જ પ્રતિબિંબ જોયુ,
મારો જ ચહેરો પૂરો આખો દેખાયો મને.
પણ કાચ તૂટેલા મને દેખાયા શીદ ને?
મારી આંખોમાં જ મને ભ્રમ કેમ દેખાયો?
સ્વપ્ન વિખરાયેલા જોઇ લીધા હશે અમે,
પ્રયત્ન કરુ હજાર તોય ન થાય પુરા તે,
ના જોડાય તુટેલો કાચ કયારેય ફરી.
કે મને મારો જચહેરો યાદ રહયો નથી!
શિલ્પા પ્રજાપતિ..
મારો જ ચહેરો પૂરો આખો દેખાયો મને.
પણ કાચ તૂટેલા મને દેખાયા શીદ ને?
મારી આંખોમાં જ મને ભ્રમ કેમ દેખાયો?
સ્વપ્ન વિખરાયેલા જોઇ લીધા હશે અમે,
પ્રયત્ન કરુ હજાર તોય ન થાય પુરા તે,
ના જોડાય તુટેલો કાચ કયારેય ફરી.
કે મને મારો જચહેરો યાદ રહયો નથી!
શિલ્પા પ્રજાપતિ..
Subscribe to:
Posts (Atom)