Friday 9 April 2010

શું મોકલું?

શું મોકલું?
દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
ખોળો ભરીને વ્હાલ કિસ્મત નથી મોકલવું,
ખોબોય વ્હાલ પણ મને પરત મોકલ.

દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
મારી ખુશીની રેખાઓ ને રહી છું મોકલી.
દુઃખની એ રેખોઓને મને પરત મોકલ.

દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
મારા શબ્દોમાં કદાચ થોડો અહેસાસ મોકલું!
હસ્તી સુંદર છબી તો મને પરત મોકલ.

દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
સંબધોના સગપણ વિનાની લાગણી છે મોકલેલી,
તારી મરજી હોય તેને જ પરત મોકલ.
શિલ્પા પ્રજાપતિ...

www.sabrasgujarati.com
અહી હરીફાઈ માં ૨ જો નંબર મેળવેલ છે.

12 comments:

  1. શું મોકલું?
    દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
    સંબધોના સગપણ વિનાની લાગણી છે મોકલેલી,
    ....
    ખુબ સુંદર...
    લાગણી એ લાગણી છે.. એમાં સગપણની શી જરૂર છે ?
    એ તો બેન્કમાં મુકેલી મૂડી જેવી છે... હમેશા વ્યાજ સાથે જ પરત મળે છે..
    હા....પણ હંમેશા સારી બેંકમાં જ મુકવી...નહીતર તો કોકવાર મૂડી પણ ગુમાવવાનો વખત આવે..

    ReplyDelete
  2. Congrates for the post on no. 2 hope next time your posts will be rated as No. 1...good one...

    ReplyDelete
  3. khub sundar kavita....
    dineshdesai303@gmail.com

    ReplyDelete
  4. દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
    સંબધોના સગપણ વિનાની લાગણી છે મોકલેલી,
    તારી મરજી હોય તેને જ પરત મોકલ..vah khub sunder........!! n congratulations....!!!

    ReplyDelete
  5. શિલ્પા
    અભિનંદન
    વાચક ને જાણે પોતા ને જ ઉદ્દેસી ને લખાયુ હોય તેવી અદભૂત અનુભુતી કરાવતી નવાજ પ્રકાર ની પેટ્રન
    સરસ રચના

    ReplyDelete
  6. ખોળો ભરીને વ્હાલ કિસ્મત નથી મોકલવું,
    ખોબોય વ્હાલ પણ મને પરત મોકલ.
    સંબધોના સગપણ વિનાની લાગણી છે મોકલેલી,
    તારી મરજી હોય તેને જ પરત મોકલ...
    waah ! gr8... bhavanao ma tanai javaay tevi saras rachana che gr8..હરીફાઈ માં ૨ જો નંબર aavyo aap ne abhinandan dear.. :)

    ReplyDelete
  7. ખોબોય વ્હાલ પણ મને પરત મોકલ.

    દુઃખની એ રેખોઓને મને પરત મોકલ

    હસ્તી સુંદર છબી તો મને પરત મોકલ.

    દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
    સંબધોના સગપણ વિનાની લાગણી છે મોકલેલી,
    તારી મરજી હોય તેને જ પરત મોકલ.


    wah shilpa ji wahh....

    lekhk potanu dard vyakt karyu che ane haqqthi priyajn ni pase mange che...

    khub saras 2 number aave j ne aavi saras rachna ne... abhinandan..
    god bless you dear
    keepwriting..............

    ReplyDelete
  8. સંબંધોના સગપણ વિનાની લાગણીઓ..
    એતો બહુ મોંઘી છે,પરત તો કદાપી નહી મોકલું,
    ક્યારેકતો વિકસશે ને ?

    ReplyDelete
  9. દરિયાદૂરથી વધુ તો શું મોકલી શકું?
    મારા શબ્દોમાં કદાચ થોડો અહેસાસ મોકલું!

    i like this nice line,,,

    you are too good..

    keep writing friend..

    ReplyDelete
  10. સંબધોના સગપણ વિનાની લાગણી છે મોકલેલી,
    તારી મરજી હોય તેને જ પરત મોકલ.
    Realy very nice poem.

    કુદરતે જેટલો વિરોધાભાસ સંબંધો મા સર્જ્યો છે,
    કદાચ બીજી કોઈ બાબત મા જોવા નહી મળે.
    ક્યારેક કોઈ સંબંધ નજીક હોવા છતા માઈલો દૂર લાગે છે.
    જ્યારે કોઈ સંબંધ હ્રદય ને ઍટલો નજીક લાગે છે કે,
    માઇલો નુ અંતર પણ નગણ્ય બની જાય છે.

    ReplyDelete