Wednesday 30 June 2010

લેત...પણ......

લેત...પણ......

રણ માત્ર હોત જીવનતો સ્વીકારી લેત,
પણ આ તરસ નું શું કરુ?

મનને મનાવાની કોશિશ તો કરી લેત,
પણ લાગણીઓને કયા મુકુ?

એક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,
પણ હર ક્ષણના મરણનું શું?

શિલ્પા પ્રજાપતિ..

12 comments:

  1. ghani saras rachna chhe......jena mate khare sabdo nathi ,ane jova jao to sabdo karta aavi rachanao ne dil thi samjo toj ghnu chhe.jsk,god blees u..

    ReplyDelete
  2. nice one just i change one line pan laganionu su karu

    ReplyDelete
  3. એક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,
    પણ હર ક્ષણના મરણનું શું ? gr8...1
    dil ne shprshi gai..!

    ReplyDelete
  4. સુંદરમની પેલી જાણીતી દોઢ પંક્તિ યાદ આવી ગઈ –

    “તને મેં ઝંખી છે
    યુગોથી ધીખેલા સતત સહરાની તરસથી !”

    તમે તરસને રણની રહેવા દીધી નથી ! એને જીવનનો એક અંશ બતાવી દીધી છે. લાગણીઓને અને જીવનની કટુ વાસ્તવિકતાઓને (મરણનું નામ દઈને) તરસ સાથે જોડી દીધી છે. બહુ ભાવવાહી રચના છે.

    તમારાં સર્જનોમાં આ તરસ ફૂટી નીકળે એવી શુભેચ્છાઓ.

    ReplyDelete
  5. vah vah

    એક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,

    ReplyDelete
  6. સ્વાશ માત્ર હોત આ જીવન તો જીવી લેત,
    પણ તારા આ મ્રુત્યું નુ શું?

    ReplyDelete
  7. જ્યોં પોલ સાર્ત્રે કહ્યું કે આપણે પસંદગીથી જીવીએ છીએ અને જો એમ હોય તો શરત શા માટે ? અથવા ખચકાટ શા માટે !

    ReplyDelete
  8. એક વખતનુ જો મૃત્યુ હોતતો મરી લેત,
    પણ હર ક્ષણના મરણનું શું?

    વાહ! મૃત્યુ જેવી હકિકત ઉપર કેટલી સુંદર વાત કહી છે આપે !
    મૃત્યુ થી ડરવાની બદલે જો વ્યક્તિ તેને યાદ રખતો થઇ જાય તો સહજ જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. હર ક્ષણનું મૃત્યુ જ વાસ્ત્વિકતા નથી શું ? બાકી એમ તો માંગ્યુ મરણ પણ ક્યાં મળે છે ?

    આ પગરવ સંભળાયો...
    નક્કી તેઓ આવ્યા હશે,
    અમેય હતા તૈયાર;
    કિંતુ જીવન તો હજુ લાંબું હતું !

    સુંદર રચના !

    ReplyDelete