Tuesday 19 January 2010

તમને ..ગમે,,પણ ...અમે..

તમને ..ગમે,,પણ ...અમે..

તમને પુનમના અજવાળા ગમે,
પણ, અમાસ ના અધકાર અમે.

તમને ઉગતી ની ઉષા ગમે,
પણ, આથમતી સંધ્યા અમે.

તમને હોઠો પરના સ્મિત ગમે,
પણ, છીએ રડતી ઢીંગલી અમે.

તમને તો રહેવાનું મૌન ગમે,
પણ, બોલતા જ રહેતા અમે.

તમને તો પોતાના જ ગમે,
પણ, પારકા છીએ રે અમે..

શિલ્પા પ્રજાપતિ....

20 comments:

  1. શું વાત છે?! વાહ...સરસ ભાવવાહી અભિવ્યકિત !! અને સરસ રચના! જબ્બરજસ્ત (કમ્પેરીટીવ) વિરુદ્ધાભાસી સરખામણી ની અલગ જ રજૂઆત...

    ReplyDelete
  2. હમેશા માણસ સ્વાર્થી જ રહ્યો છે.... કાયમ પોતાના માટે સારૂ જ અને પોતાનુ જ ઇચ્છે છે
    અશોક

    ReplyDelete
  3. સરસ

    tame aam j amas na andhkar ni chhadi pokarti aathamti sandhya e dhingli ni jem bolta ane lakhta raheso to parka ne pan tame potana j lagso :)

    ReplyDelete
  4. તમને તો પોતાના જ ગમે,
    પણ, પારકા છીએ રે અમે..
    wah wah kyaa baat hai...... khub saras.. keep wirte..

    KASHYAP TRIVEDI [ PAKO DOSTAR]

    ReplyDelete
  5. બહુ સરસ દોસ્ત...... સરસ અભિવ્યક્તિ.....અભિનંદન.....

    ReplyDelete
  6. sundar.........majaa aavi.......

    - paulin shah

    ReplyDelete
  7. Dear Shilpa ji,

    તમને પુનમના અજવાળા ગમે,
    પણ, અમાસ ના અધકાર અમે.

    તમને ઉગતી ની ઉષા ગમે,
    પણ, આથમતી સંધ્યા અમે.

    તમને હોઠો પરના સ્મિત ગમે,
    પણ, છીએ રડતી ઢીંગલી અમે.

    તમને તો રહેવાનું મૌન ગમે,
    પણ, બોલતા જ રહેતા અમે.

    તમને તો પોતાના જ ગમે,
    પણ, પારકા છીએ રે અમે..
    Kis line ki tarif karu aur kiski nahi..really very good..maja aavi gai...man boli uthyu...vaah...gajab virudhabhas chhe...chhata jo prem hoy to Amas na Andhkar pan Vahall lage ane Parka hoy to pan e ek j potana lage...what u sa abt this...Lakhi nakho kaink navu aana par...

    Bye 4 now
    Door Rahi Ne Pan Mane Pase Raheva ni Aadat chhe.

    ReplyDelete
  8. vah Shilpaji bahu saras rachana

    ReplyDelete
  9. શિલ્પા
    કોન્ટ્રાસ નો સરસ ઉપયોગ ઘણા સમય પછી જોવા મળ્યો
    અહીયા ચતુરાઈ નહી પણ સહજ અભિવ્યક્તિ માટે અભિનન્દન

    ReplyDelete
  10. તમને તો રહેવાનું મૌન ગમે,
    પણ, બોલતા જ રહેતા અમે.

    સરસ રચના

    ReplyDelete
  11. સરસ રચના..
    સપના

    ReplyDelete
  12. tamne potana game ,
    ane paarka aame..
    waah saras waat kahi aape..
    sundar ane saral bhasha ma ghanu kahi gaya.

    ReplyDelete
  13. તમને પુનમના અજવાળા ગમે,
    પણ, અમાસ ના અધકાર અમે.

    તમને ઉગતી ની ઉષા ગમે,
    પણ, આથમતી સંધ્યા અમે.


    વાહ ! વાહ ! હતાષ હૈયાની કેવી ચોટદાર અભિવ્યક્તિ ! આશ્વાસનમાં બીજું તો શું કહિયે ?

    અમાસના અંધકારથી આમ તે ડરાતું હશે ? પુનમનું અજવાળું તેની કાલીમાને ધોઇ નાખશે. રોજ આથમતી સંધ્યા પછી ઉગતી ઊષાની લાલીમાથી આકાશ ક્યાં છવાઇ જતુ નથી !

    ReplyDelete
  14. તમને ..ગમે,,પણ ...અમે..

    તમને પુનમના અજવાળા ગમે,
    પણ, અમાસ ના અધકાર અમે.

    પૂનમ ના અજવાળા ની લાલીમાં અમાસ ના અંધકાર થી ઓળખાય.....

    તમને ઉગતી ની ઉષા ગમે,
    પણ, આથમતી સંધ્યા અમે.

    થાકેલી ઉષા આથમવા રડે!!!!

    તમને હોઠો પરના સ્મિત ગમે,
    પણ, છીએ રડતી ઢીંગલી અમે.

    લલાટ માં લખેલા રુદન કોણ ભૂસી શકે ????

    તમને તો રહેવાનું મૌન ગમે,
    પણ, બોલતા જ રહેતા અમે.

    મૌન ની પરિભાષા થી પણ કૈક ઘણું વધુ કહે તું હોય એક શબ્દ!!!!

    તમને તો પોતાના જ ગમે,
    પણ, પારકા છીએ રે અમે..

    પોતાના હેમેશા પારકા થી અળગાં હોય છે.

    કદાચ હું ખોટો હોઉં પણ ......હૈયા વરાળ શમાવવા પુરતો હોઈશ

    ReplyDelete
  15. This comment has been removed by the author.

    ReplyDelete
  16. શબ્દો હૃદયને સ્પર્શે તે કોને ના ગમે?

    ReplyDelete
  17. તમને ગમે તે.........

    જીવન ના ૨ પેહલુ હોય છે અંધકાર ને પ્રકાશ તમે એક પેહલુ રજુ કર્યુ હુ બિજુ રજુ કરવાની કોશિશ કરુ છુ.
    અમારે અમાસ હતી
    પુનમના અજવાળા બને આવ્યા તમે
    પછી કેમ અમને અમાસ ગમે.

    read full poem on my blog
    http://raj0702blogspot.com

    &
    join me at orkut community at
    http://www.orkut.co.in/Main#Community?cmm=56547950

    join our network
    http://worldofpoems.ning.com/


    રાજ ની રચના
    ૮:૦૦ રાત્રે
    ૧૪/૦૩/૨૦૧૦

    ReplyDelete