સમજાય તો સમજ જે.
શબ્દો હોઠ સુધી તો હતા,
પણ આકાર ના પામી શકયા.
વાત કહેવી તો પુરી હતી,
બસ અવસરની તક ચુકીયા,
ને હવે તો શું કહું વળી?
બસ સમજાય તો સમજ જે.
આ ઘડો છે તે આખો જ,
કાણો છે એમ ના વળી માનતા.
બસ પણિયારે મુકાયો નથી,
નહિતર પાણીથી છલકાતો હોત.
શિલ્પા પ્રજાપતિ...
Sunday, 31 May 2009
Tuesday, 26 May 2009
(100) લખાણ.....
જો હું લખુ લખાણ રે,
તારી આંખ ના ભીંજાય તો!
તારા હોઠો પર સ્મિત ના ફરકે તો!
મારે દોષ કોને દેવો?
મારી કલમને કે કાગળને દેવો?
મારા સ્વપ્ન ને કે હકીકત ને દેવો?
હોઠને તો બીડીયા છે.
શબ્દો ને ના ગુંગળાવીશ હવે,
કાગળ છો ખરડાતો કલમની સાહીથી.
તને તો લખાણ લાગે,
જીવન ચીતરુ છુ કાગળ પર,
સમજણ તો તને નથી પડતી હવે,
વાંચવામાં રસ નહી આવે,
તો જીવવામાં કેમ મઝા આવશે,
કહો જીવનને તો કેમનું કોરુ મુકાય હવે?
શિલ્પા પ્રજાપતિ....
તારી આંખ ના ભીંજાય તો!
તારા હોઠો પર સ્મિત ના ફરકે તો!
મારે દોષ કોને દેવો?
મારી કલમને કે કાગળને દેવો?
મારા સ્વપ્ન ને કે હકીકત ને દેવો?
હોઠને તો બીડીયા છે.
શબ્દો ને ના ગુંગળાવીશ હવે,
કાગળ છો ખરડાતો કલમની સાહીથી.
તને તો લખાણ લાગે,
જીવન ચીતરુ છુ કાગળ પર,
સમજણ તો તને નથી પડતી હવે,
વાંચવામાં રસ નહી આવે,
તો જીવવામાં કેમ મઝા આવશે,
કહો જીવનને તો કેમનું કોરુ મુકાય હવે?
શિલ્પા પ્રજાપતિ....
Thursday, 21 May 2009
(99) પાત્રતા શોધે છે.
જયારે કોઇ સ્ત્રી (જનેતા)નવજાત શિશું ને હાથમાં લઈને બેઠી હોય ને બાળક માતા સામે જુએ તે અનમોલ સમય માટે એક કવિતા મુકેલી છે. વાંચક મિત્રો તમારા વિચારો લખજો સામે...
મમતાનો ખરો અથૅ તને સમજાશે,
તેનો થયો પયૉય હવે તને પાકો.
કુદરત પણ તરસે આ મમતા માટે,
રે ખુદ ઇશ્ર્વર પણ થયા હતા બાળ.
લુંટવા માતા ની જ મમતા માટે ને!
કોને કહયું ઇશ્ર્વરને જન્મ લેવો નથી?
તે તો પાત્રતા શોધે છે માતાની જ ......
શિલ્પા પ્રજાપતિ.....
tr
મમતાનો ખરો અથૅ તને સમજાશે,
તેનો થયો પયૉય હવે તને પાકો.
કુદરત પણ તરસે આ મમતા માટે,
રે ખુદ ઇશ્ર્વર પણ થયા હતા બાળ.
લુંટવા માતા ની જ મમતા માટે ને!
કોને કહયું ઇશ્ર્વરને જન્મ લેવો નથી?
તે તો પાત્રતા શોધે છે માતાની જ ......
શિલ્પા પ્રજાપતિ.....
tr
Saturday, 16 May 2009
(98) કુંડલી.....
કુંડલી માં રમતા થોડા ગ્રહો આમતેમ,
કયાંક શનિ, રાહુ, મંગળ, ગુરુ ને બધા,
એક મજાનો છોકરો તે વળી ફરતો ને.
ખબરનહી લઇને કે પછી યાદ રાખતો,
બસ મેળવવા માંગતો માત્ર કુંડલી જ,
તે તો ન જુએ રૂપ કે કાંઇ નવું વિશેષ,
બસ મલે જો કુંડલીથી કુંડલી વળી તો,
તોજ કરવા રાજી કકુંના થાય તે પાછો,
કેમ ખબર નહી એતો કદાચ કુંડલી વળી?
ભવિષ્ય ભાખતી હશે ખરી સાચું કે નહી?
જયારે કરામત થશે પુરી કુંડલીની વળી,
ત્યારે જ પડશે સાચીખબર સહુ આપણને.
બસ મળી જાય સારાશુકન ગ્રહવાળી તેને,
જલદી મળે કુંડલી ના ગુણાકો તો સારુ,
ને આપણને મળે માનવા મજાનો પ્રસગં ,
પછી થતો છોને તેય છોકરો વળી શહિદ.
શિલ્પા પ્રજાપતિ....
કયાંક શનિ, રાહુ, મંગળ, ગુરુ ને બધા,
એક મજાનો છોકરો તે વળી ફરતો ને.
ખબરનહી લઇને કે પછી યાદ રાખતો,
બસ મેળવવા માંગતો માત્ર કુંડલી જ,
તે તો ન જુએ રૂપ કે કાંઇ નવું વિશેષ,
બસ મલે જો કુંડલીથી કુંડલી વળી તો,
તોજ કરવા રાજી કકુંના થાય તે પાછો,
કેમ ખબર નહી એતો કદાચ કુંડલી વળી?
ભવિષ્ય ભાખતી હશે ખરી સાચું કે નહી?
જયારે કરામત થશે પુરી કુંડલીની વળી,
ત્યારે જ પડશે સાચીખબર સહુ આપણને.
બસ મળી જાય સારાશુકન ગ્રહવાળી તેને,
જલદી મળે કુંડલી ના ગુણાકો તો સારુ,
ને આપણને મળે માનવા મજાનો પ્રસગં ,
પછી થતો છોને તેય છોકરો વળી શહિદ.
શિલ્પા પ્રજાપતિ....
Saturday, 9 May 2009
(97) જન્મ...
જન્મ કોઇ બાળક નો નહિ માતાનો થાય છે.
ત્યારે એ સ્ત્રી જોડેએક પિતાને જન્મ આપે છે.
જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે,
ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે.
જયારે કોઈ શીખવાડીને લક્ષ તરફ દોરે છે,
ત્યારે જ એક શિક્ષક નો જન્મ થતો હોય છે.
જયારે જીવનમાં નવું અનુભવી જતા હોવ,
ત્યારે એક વિધૉથી નો જન્મ થતો હોય છે.
બીજાને કંઈક રીતે નુકસાન પહોચાડી જવાય,
તો સમજવું એક રાક્ષસ નો જન્મ થયો છે.
જયારે સ્વાથી બનીને પોતાના માટે જીવીએ,
ત્યારે ખુદનો જન્મ થયો છે એમ માનવું.
જયારે બીજાના માટે સારી ભલાઈ થાય છે.
ત્યારે એક માનવનો જન્મ થયો એમ માનવું.
જયારે બાળક પોતાના માબાપ ને સાચવે છે.
ત્યારે જ પુત્ર કે પુત્રીનો જન્મ થતો હોય છે.
જયારે કોઈ પોતાના ભાઇ કે બહેનને સાચવી લે,
ત્યારે જ સ્વજનનો જન્મ થયો એમ માનવું.
બાકી કોઇના કામમાં ન આવેને પહોંચાડે દુખ,
તો માનવું પૃથ્વી પર એક બોજ નો જન્મ થયો..
શિલ્પા પ્રજાપતિ...
ત્યારે એ સ્ત્રી જોડેએક પિતાને જન્મ આપે છે.
જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે,
ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે.
જયારે કોઈ શીખવાડીને લક્ષ તરફ દોરે છે,
ત્યારે જ એક શિક્ષક નો જન્મ થતો હોય છે.
જયારે જીવનમાં નવું અનુભવી જતા હોવ,
ત્યારે એક વિધૉથી નો જન્મ થતો હોય છે.
બીજાને કંઈક રીતે નુકસાન પહોચાડી જવાય,
તો સમજવું એક રાક્ષસ નો જન્મ થયો છે.
જયારે સ્વાથી બનીને પોતાના માટે જીવીએ,
ત્યારે ખુદનો જન્મ થયો છે એમ માનવું.
જયારે બીજાના માટે સારી ભલાઈ થાય છે.
ત્યારે એક માનવનો જન્મ થયો એમ માનવું.
જયારે બાળક પોતાના માબાપ ને સાચવે છે.
ત્યારે જ પુત્ર કે પુત્રીનો જન્મ થતો હોય છે.
જયારે કોઈ પોતાના ભાઇ કે બહેનને સાચવી લે,
ત્યારે જ સ્વજનનો જન્મ થયો એમ માનવું.
બાકી કોઇના કામમાં ન આવેને પહોંચાડે દુખ,
તો માનવું પૃથ્વી પર એક બોજ નો જન્મ થયો..
શિલ્પા પ્રજાપતિ...
Tuesday, 5 May 2009
(96) અછત..
લખવું હતુ ઘણુ પણ અછત શબ્દની રહી,
સમજવાનું ઘણુ હતું પણ અછત સમજણની રહી,
કલમને થોંભ ની જરૂર હતી પણ મયૉદાની અછત ના રહી.
ભાર મનનો હતો તોય અછત તમારી રહી,
પાંપણોતો મારી જ ભારે હતી પણ જળની અછત રહી,
નદી આંખમા હતી મારી ને તમારા ખોબાની અછત ના રહી.
શિલ્પા પ્રજાપતિ....
સમજવાનું ઘણુ હતું પણ અછત સમજણની રહી,
કલમને થોંભ ની જરૂર હતી પણ મયૉદાની અછત ના રહી.
ભાર મનનો હતો તોય અછત તમારી રહી,
પાંપણોતો મારી જ ભારે હતી પણ જળની અછત રહી,
નદી આંખમા હતી મારી ને તમારા ખોબાની અછત ના રહી.
શિલ્પા પ્રજાપતિ....
Subscribe to:
Posts (Atom)