Saturday, 9 May 2009

(97) જન્મ...

જન્મ કોઇ બાળક નો નહિ માતાનો થાય છે.
ત્યારે એ સ્ત્રી જોડેએક પિતાને જન્મ આપે છે.

જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે,
ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે.

જયારે કોઈ શીખવાડીને લક્ષ તરફ દોરે છે,
ત્યારે જ એક શિક્ષક નો જન્મ થતો હોય છે.

જયારે જીવનમાં નવું અનુભવી જતા હોવ,
ત્યારે એક વિધૉથી નો જન્મ થતો હોય છે.

બીજાને કંઈક રીતે નુકસાન પહોચાડી જવાય,
તો સમજવું એક રાક્ષસ નો જન્મ થયો છે.

જયારે સ્વાથી બનીને પોતાના માટે જીવીએ,
ત્યારે ખુદનો જન્મ થયો છે એમ માનવું.

જયારે બીજાના માટે સારી ભલાઈ થાય છે.
ત્યારે એક માનવનો જન્મ થયો એમ માનવું.

જયારે બાળક પોતાના માબાપ ને સાચવે છે.
ત્યારે જ પુત્ર કે પુત્રીનો જન્મ થતો હોય છે.

જયારે કોઈ પોતાના ભાઇ કે બહેનને સાચવી લે,
ત્યારે જ સ્વજનનો જન્મ થયો એમ માનવું.

બાકી કોઇના કામમાં ન આવેને પહોંચાડે દુખ,
તો માનવું પૃથ્વી પર એક બોજ નો જન્મ થયો..

શિલ્પા પ્રજાપતિ...

12 comments:

  1. બહુ સરસ,
    "જયારે બાળક પોતાના માબાપ ને સાચવે છે.
    ત્યારે જ પુત્ર કે પુત્રીનો જન્મ થતો હોય છે."

    વાહ,બહુ જ સરસ રચના છે...બધી જ પંક્તિઓ લાજવાબ છે
    નીશીત જોશી

    ReplyDelete
  2. જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે,
    ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે.

    saras chhe.. lakahata raho...

    Dhadkan

    ReplyDelete
  3. બીજાને કંઈક રીતે નુકસાન પહોચાડી જવાય,
    તો સમજવું એક રાક્ષસ નો જન્મ થયો છે.

    AKE AKE PAKATI LAJAWA CHE

    ReplyDelete
  4. જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે,
    ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે.

    ખુબ સરસ....હ્રદય ને તરત સ્પર્શી જાય એવી વાત લખી છે ...હુ મિત્ર અને મિત્રતા માટે પાગલ છું...


    બધી જ પંક્તિઓ સરસ છે ..બધાનાં વખાણ કરવા બેસીસ તો તારા કરતા મારી કમેન્ટ મોટી થઈ જશે.. ખુબ સરસ ..શબ્દો જ નથી મારી પાસે...

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. "જયારે સ્વાથી બનીને પોતાના માટે જીવીએ,
    ત્યારે ખુદનો જન્મ થયો છે એમ માનવું.
    જયારે બીજાના માટે સારી ભલાઈ થાય છે.
    ત્યારે એક માનવનો જન્મ થયો એમ માનવું."

    કેવી સુંદર વાત ! સ્વયં માટે તો કોણ નથી જીવતું ? પરંતુ જ્યારે તમારામાં માનવધર્મ જાગરુત થાય છે ત્યારે જ એક માનવનો જન્મ થાય છે. જ્યારે તમારું ઋદય વિશાળ બનીંને બિજાઓ માટે
    દ્રવી ઉઠે છે ત્યારે જ ઈશ્વરનું સ્મિત રેલાય છે ! જુઓનેં...

    "હું દેવનાં પણ શિરનો શણગાર છું !" કહિ પુષ્પ જ્યારે મલકાતું હતું ,ત્યારે દેવનાં ચરણકમલનીં રજ થવા ધુપસળી સ્વયંને જલાવી રહી હતી !
    દેવશિરેથી કરમાયેલાં પુષ્પો ઉતર્યાં ને ધુપસળી પણ ભસ્મિભુત થઈ...
    "મારું હવે કોઈ જ અસ્તિત્વ નથી હોંકે !" છાબડીમાં પડેલાં ને બહાર ફેંકાવાનીં રાહ જોતાં કરમાયેલાં પુષ્પોને શાશ્વતતાને વરેલીં ધુપસળીનીં સુગંધ ઘણું કહિ જતી હતી...
    સુગંધ તો પુષ્પોમાં પણ ક્યાં નહોતી ?

    ReplyDelete
  7. જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે,
    ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે.

    perfectlly correct you are..

    very nice and well writen.

    keep it up...

    ReplyDelete
  8. " જયારે કોઈ પોતાના ભાઇ કે બહેનને સાચવી લે,
    ત્યારે જ સ્વજનનો જન્મ થયો એમ માનવું...

    khare khar aa pankti mane khub gai...
    khari vaat che..nice...!
    :)

    ReplyDelete
  9. જયારે તમને કોઇ પણ સમજીને સંભાળે છે,
    ત્યારે જ એક સાચા મિત્ર નો જન્મ થાય છે.

    ખુબ જ સરસ !

    ઓરકુટમાં મળતા રહીશુ

    www.aagaman.wordpress.com
    Mayur Prajapati

    ReplyDelete
  10. જન્મ કોઇ બાળક નો નહિ માતાનો થાય છે.
    ત્યારે એ સ્ત્રી જોડેએક પિતાને જન્મ આપે છે.

    hmmmmmmmmmm aa kavya mate pan no wordssssss......... kai kahevapanu j na rahyuuu.... shabde shabde ........ ek navo janam dharan karttttttttta hoie evu lage che!!!!

    ReplyDelete
  11. Aati sunder la jawab, but you can't found this thing from new generation.

    Chetan

    ReplyDelete