Sunday 31 May 2009

(101) સમજ જે.

સમજાય તો સમજ જે.

શબ્દો હોઠ સુધી તો હતા,
પણ આકાર ના પામી શકયા.

વાત કહેવી તો પુરી હતી,
બસ અવસરની તક ચુકીયા,

ને હવે તો શું કહું વળી?
બસ સમજાય તો સમજ જે.

આ ઘડો છે તે આખો જ,
કાણો છે એમ ના વળી માનતા.

બસ પણિયારે મુકાયો નથી,
નહિતર પાણીથી છલકાતો હોત.
શિલ્પા પ્રજાપતિ...

5 comments:

  1. આ ઘડો છે તે આખો જ,
    કાણો છે એમ ના વળી માનતા
    khubaj sunder rachana

    ReplyDelete
  2. સરસ લખ્યું છે. :)

    ReplyDelete
  3. શબ્દો હોઠ સુધી તો હતા,
    પણ આકાર ના પામી શકયા.
    વાત કહેવી તો પુરી હતી,
    બસ અવસરની તક ચુકીયા,
    ને હવે તો શું કહું વળી?
    બસ સમજાય તો સમજ જે.

    વાહ ! વાહ ! કેટલી સચોટ વાત ! ઋદયપૂષ્પ જ્યારે ખીલે છે ત્યારે વિરહી ઋદય અભિવ્યક્તિની અસમર્થતા અનુભવે છે. વાણી જ્યારે શબ્દો વડે અભિવ્યક્ત થવા અસમર્થ બને છે ત્યારે મૌન બનીને અભિવ્યક્ત થવા લાગે છે. તથા તે મૌન અભિવ્યક્તિ જ શબ્દ બનીને વહી નીકળે છે…અને ત્યારે જ કોઇ કહે છે "બસ સમજાય તો સમજ જે." હું પણ એકવાર આ નિઃશબ્દ મૌનને સમજાવવા મથેલો...

    ઓ પ્રિયતમ ! હું અક્ષર વડે અ ક્ષર ને શબ્દાંજલિ આપું છું. હું તારી જ સ્તુતિ કરું છું...તને તે પહોંચે છે? મારાં ઋદય દ્વારા થતો દુંદુભિનાદ તને સંભળાય છે? કે પછી મારી આંખમાંથી સરતાં અશ્રુઓની આરતી ઉતારીને તને જ હું ઝંખુ છું તેની તને ખબર છે?

    ReplyDelete
  4. શબ્દો હોઠ સુધી તો હતા,
    પણ આકાર ના પામી શકયા.

    sarsss chhe...


    હોઠોની એક સરહદ હશે ને, શબ્દોની હશે અછત,

    ReplyDelete