Tuesday, 26 May 2009

(100) લખાણ.....

જો હું લખુ લખાણ રે,
તારી આંખ ના ભીંજાય તો!
તારા હોઠો પર સ્મિત ના ફરકે તો!

મારે દોષ કોને દેવો?
મારી કલમને કે કાગળને દેવો?
મારા સ્વપ્ન ને કે હકીકત ને દેવો?

હોઠને તો બીડીયા છે.
શબ્દો ને ના ગુંગળાવીશ હવે,
કાગળ છો ખરડાતો કલમની સાહીથી.

તને તો લખાણ લાગે,
જીવન ચીતરુ છુ કાગળ પર,
સમજણ તો તને નથી પડતી હવે,

વાંચવામાં રસ નહી આવે,
તો જીવવામાં કેમ મઝા આવશે,
કહો જીવનને તો કેમનું કોરુ મુકાય હવે?

શિલ્પા પ્રજાપતિ....

12 comments:

  1. મારે દોષ કોને દેવો?
    મારી કલમને કે કાગળને દેવો?
    મારા સ્વપ્ન ને કે હકીકત ને દેવો?

    hu to mari badhije koshish karu chu ke lakhane thi badha enjoy kare kai jane bahu sarase lakhiy che

    ReplyDelete
  2. જો હું લખુ લખાણ રે,
    તારી આંખ ના ભીંજાય તો!
    તારા હોઠો પર સ્મિત ના ફરકે તો!

    મારે દોષ કોને દેવો?

    તને તો લખાણ લાગે,
    જીવન ચીતરુ છુ કાગળ પર,

    khuuuuub saras....khub undi vat che...

    ReplyDelete
  3. vah bahu j saras che.
    aa rite j lakhine hraday naa taar zanakaarataa rahesho.

    ReplyDelete
  4. તમે લખ્યું ને અમે વાંચ્યું. કલમ તો ઉઠાવી આપવા તમને જ ઉત્તર. ને કાગળ પણ શિલ્પિ ની જ રાહ જોતો હતો ને ! પરંતુ શબ્દોનું સામર્થ્ય કલમના કામણને કંડારે તે પહેલાં જ એક યુગસ્મ્રુતિ ઝબૂકી ગઈ ને ટપકી પડ્યા શબ્દો અશ્રુ બનીને ! હોઠ પરનું સ્મિત મલક્યું ન મલક્યું ને કાગળ ખરડાયો મૌનની શાહીથી ! આ કોનો છે વાંક સ્વપ્નનો કે હકીકતનો કે તમે ખાલી લખ્યું લખાણ ને અમે જીવન આખુ ચીતરેલુ દીઠું ? હવે શું લખું...શું ન લખું તમને કાગળ કોરો જ મોકલું છું.આ અશ્રુ રૂપી મ્રુદુભાવનીં લિપિથી કંડારેલો ! તેમાં પણ રંગો છે મેઘધનુષના ને ખૂશ્બુ ફૂલોની છે. કહો જીવનને તો કેમનું કોરું મુકાય હવે ?

    ReplyDelete
  5. વળી ધસી આવ્યો ઝરો સ્પંદનોનો...સરસ
    ....
    છે છલોછલ નયનાંને ભીંજાવાં શાં
    સદા તરસ્યા હોઠને વળી હસવાં શાં
    એમાં તારે આમ કલમને વઢવાં શા

    હોઠ ભીડીને હૈયામાં અકળાવાં શાં
    શબ્દો ઘોળી ઘોળીને ગુંગળાવા શા
    જીવનમાં કદી નથી મઝાતો મુંઝવાં શાં
    જિનદત્ત

    ReplyDelete
  6. saras shabdo chhe.............lakhta rahejo........aam j.

    ReplyDelete
  7. શીલ્પાજી,
    સૌ પ્રથમ તો ૧૦૦ મી રચના બદલ આપને ખુબ ખુબ અભિનંદન .
    આપની રચનાઓ માં વિષયની વિવિધતાઓ ખુબજ હોય છે. જેટલી વિવિધતાઓ વધુ એટલી વાંચવાની મઝા આવે છે...
    બુસ આપ આવું જ સુંદર લખતા રહેશો.... અમારી શુભેછાઓ હમેશા આપનિ સાથે જ છે..
    .. શૈલ્ય

    ReplyDelete
  8. કહો જીવનને તો કેમનું કોરુ મુકાય હવે?

    bahuj gambhir sawaal karyo tameto.

    ReplyDelete
  9. વાહ ! ક્યા બાત હૈ ! બહુ જ સરસ લખ્યું છે શીલ્પાજી... superb... :)

    ReplyDelete
  10. તને તો લખાણ લાગે,
    જીવન ચીતરુ છુ કાગળ પર,
    સમજણ તો તને નથી પડતી હવે,

    aakhi rachana sarasss chhhheee.

    keep it up....

    ReplyDelete
  11. તને તો લખાણ લાગે,
    જીવન ચીતરુ છુ કાગળ પર,
    સમજણ તો તને નથી પડતી હવે,

    વાંચવામાં રસ નહી આવે,
    તો જીવવામાં કેમ મઝા આવશે,
    કહો જીવનને તો કેમનું કોરુ મુકાય હવે?

    gr8888888 ek dam sachu kahuyuuuuu... bahu j saras wordingssss

    ReplyDelete