Sunday, 12 July 2009

(105) વાગે છે.....

મારા શબ્દોની ધાર વાગે છે.
ને મારી જ એકલતા વાગે છે.

મુખથી જ કહેવાય જાય તો ,
તેમને ફરિયાદ જેવી લાગે છે.
જો ને માંગણી થઈ જાય તો,
તેમને મારી ધેલછા લાગે છે.
જીવવા માટે ધ્યેય મંગાય તો,
તો હતાશા જ મળી જાય છે.

કેવી રીતે કહુ કે હવે તો મને,
જીવન પણ બદતર લાગે છે.

શિલ્પા પ્રજાપતિ...

8 comments:

  1. pan mane nade tara aa shabdo ni dhar n tari aa hatasha.........ane tari fariyad.......!
    door kar ene ane pachi jo kk e j jivan kevu khoobsurat che........
    ane tariii lagnio thiii e bharpur che to
    amari lagni e vachi ne kem dubhay che????

    ReplyDelete
  2. ખુબ સુંદર રચના છે
    સંભવ છે આવી રચનાઓ માટે સારા પ્રતિભાવ નથી મળતા
    પણ હું કબુલું છું આવા ઉદગાર ત્યારે જ નિકળે જ્યારે મન ખુબ વ્યથીત હોય હોઇ શકે છે ન પણ હોય અને અજાણે પણ મન ની વ્યગ્રતા પ્રદર્શિત થાય .......
    પણ સુંદર રચના...

    ક્યારેક આસપાસ બધું જ હોય
    પણ એકલવાયું લાગે છે

    ટશર નથી ફુટી ડીલે ક્યાય
    કાળજે કટાર નાં ઊંડે સુધી "ઘા" વાગે છે....

    -શ્યામ શૂન્યમનસ્ક

    ReplyDelete
  3. મુખથી જ કહેવાય જાય તો ,
    તેમને ફરિયાદ જેવી લાગે છે.
    જો ને માંગણી થઈ જાય તો,
    તેમને મારી ધેલછા લાગે છે.
    જીવવા માટે ધ્યેય મંગાય તો,
    તો હતાશા જ મળી જાય છે.

    vary touching....

    ReplyDelete
  4. કેવી રીતે કહુ કે હવે તો મને,
    જીવન પણ બદતર લાગે છે...

    waah der...
    khub savendanshil..

    ReplyDelete
  5. શબ્દોની ધાર બહુ ધારદાર હોયે છે.
    ને એકલતા માર જોરદાર હોયે છે.
    read full reply to ur poem
    http://raj0702.blogspot.com/

    pl join my community and my new venture of gujarati social network

    http://www.orkut.co.in/Main#Community.aspx?cmm=56547950

    http://worldofpoems.ning.com/

    ReplyDelete