Tuesday 5 May 2009

(96) અછત..

લખવું હતુ ઘણુ પણ અછત શબ્દની રહી,
સમજવાનું ઘણુ હતું પણ અછત સમજણની રહી,
કલમને થોંભ ની જરૂર હતી પણ મયૉદાની અછત ના રહી.

ભાર મનનો હતો તોય અછત તમારી રહી,
પાંપણોતો મારી જ ભારે હતી પણ જળની અછત રહી,
નદી આંખમા હતી મારી ને તમારા ખોબાની અછત ના રહી.
શિલ્પા પ્રજાપતિ....

9 comments:

  1. લખવું હતુ ઘણુ પણ અછત શબ્દની રહી

    પાંપણોતો મારી જ ભારે હતી પણ જળની અછત રહી

    bahu saras.......maja aavi gai

    Nishit Joshi

    ReplyDelete
  2. i have no words tame to shu lagko shu kahu tamare wording mate keep it up

    Raj- Your Friend

    ReplyDelete
  3. very good attempt and nice one tooo

    hawe hu kai kahu?

    આમતો ન હતી કમી અમને દોસ્તોની જીવનમાં, છતાં કેમ મને જીવન ભર તારી જ અછત રહી.

    this one is my faourite line.. aa achhat j aapan ne mulya konu ketalu chhe teh samjave chhe ne...

    ReplyDelete
  4. હવે, નહિ રહે અછત

    લખવુ હોયે તે આજ લખ
    શબ્દની ભલે રહી અછત મન ની વાત લખ દીલ ની વાત લખ
    કહેલા શબ્દ તો સહુ સમજે ના સમજાય એવી સમજ ની વાત લખ
    કલમ ની જરૂર નથી ચેહરા ના હાવભાવ થી વાત લખ

    જો પ્રેમ સાચો હશે તો નહિ રહે શબ્દની અછત
    ભાર મનનો નહિ રહે નહિ રહે મારી અછત
    પાંપણો વાટે વહી જવા દે જળ ને ખુશી ની નહિ રહે અછત
    સમજાય તો સમજ "રાજ" ની વાત નદી નુ શુ કામ છે સુખ નો દરિયો બની જશે જીદંગી નહી રહે કોઇ અછત

    રાજ ને રચના
    ૧૪:૧૫ બપોરે
    ૦૭/૦૫/૨૦૦૯

    ReplyDelete
  5. Shilpa Di bahu j saras lakhyu chhe. Acchat vartay chhe bahu j saras zakkas

    ReplyDelete
  6. SHILPABEN BAHU SARASH LAKHIU CHE
    MARI PASE VAKHAN KAREVAMA SABDO NI ACHAT CHE

    ReplyDelete
  7. વાહ ! સુંદર રચનાં !
    શબ્દોનીં અછત ક્યારે સર્જાય ? જ્યારે ઋદયનાં ભાવોને વ્યક્ત કરવાં શબ્દો પણ અસમર્થ બને. અનેં આંખમાંથી અશ્રુઓ બનીંને ટપકી પડે ! કોઈ શું સમજે એ અછતને ? કારણકે લાખ જરુર છો ને હોય કલમને થોભવાનીં પણ બધી જ મર્યાદાઓ તોડીને તે અવ્યક્ત શબ્દો જ અશ્રુઓ બનીને ટપકી પડે ! અનેં આ ક્યાં નવું છે ? પહેલાં પણ ક્યાં નહોતું થયું ? જુઓનેં....

    ઓ નિર્દયી પ્રિયતમ ! તારાં વિરહનીં વેદનાંમાં એક દિ મીંરાં પણ રડી હશે ! નહીંતર ન થાય આવી અમર રચનાંઓ...એ અશ્રુઓ જ શબ્દો બનીંને ટપક્યાં હશે. લખવું તો તેનેય ઘણું હતું. પરંતુ શબ્દોનીં અછત રહી હશે ! અશ્રુઓ લિન બન્યાં જ્યારે મૌનમાં ત્યારે જ શબ્દો બનીં ને ટપક્યાં હશે...અમે શું સમજીયે શબ્દોનાં ભાવનેં ? તે સમજવાં તો વિરહનીં વેદનાં સમજવી પડે ! ક્યાંથી લાવીયે એવી સમજણ ? તે સમજવાં તો એકવાર મીંરાં બનીંને તારાં પ્રેમમાં ઝુરવું પડે !

    ReplyDelete
  8. નદી આંખમા હતી મારી ને તમારા ખોબાની અછત ના રહી...

    grrrr8888...!

    ReplyDelete