Monday, 27 April 2009

(95) માણેલી ક્ષણો પાછી લાવવી છે.

ઘોમઘખતો સૂરજ આવ્યોને જોડે વૌશાખ નેય લાવ્યો,
ને ફરી વતનને, ખેતરના આંબા ને ઢોર યાદ આવ્યા,

કેમ કહી દઉ ત્યાંની માટીને ધૂળની ડમરી ના ઊડાડ?
આંબાને કેમ કહુ તારા ફળનો સ્વાદ મને ભુલાડ આજે,

જે ડાળે ઝુલ્યા હતા અમે બાળપણ ,એ ડાળી જોવી છે.
મબલખ પાક હતો ખેતરમાં તોય ચોરી કરી હતી અમે,

કેમ ભુલી જવાય મગફળીના ઓરા નો એ લહાવો પણ?
ને બળદગાળાની સવારી જે બાળપણનો વૈભવ આપતી,

કેમ કહી દેવાય એ કુવાને આજે આંખ ના ભીંજવ બસ?
તારા જળમાં ધરાઇ ને નાહ્યા છે ધણા ઊનાળા અમેતો,

ભર ઉનાળે આખા ગામની શેરી ગજવતા હતા અમે,
ને અમારી રમોતોથી કરતા મોટેરાઓને ગરમ ખુબજ,

બસ લાવી શકાય તો એ માણેલી ક્ષણો પાછી લાવવી છે.
ફરીથી અમારે માસુમ એ જ બાળપણ જીવવું છે આજે તો..........

શિલ્પા પ્રજાપતિ..........

7 comments:

  1. બસ લાવી શકાય તો એ માણેલી ક્ષણો પાછી લાવવી છે.
    ફરીથી અમારે માસુમ એ જ બાળપણ જીવવું છે આજે તો..........

    બાળકો રમ્યાં, ઝગડ્યાં ને ફરી રમ્યાં. મોટેરાઓ રમ્યાં, ઝગડ્યાં ને ઝગડતા જ રહ્યાં...બાળકોનીં રમતનો આનંદ મોટેરાઓનાં અહંકાર કરતાં મોટો હતો !

    ReplyDelete
  2. nice.....
    we can see GOD in kids
    Nishit Joshi

    ReplyDelete
  3. Hey Friend....!
    How Are You......?
    Really I Like ur this blog.......!
    Keep it up....
    god bless you...

    ........Keep Alw@ys Smile..........

    -Ashish

    ReplyDelete
  4. કેમ કહી દેવાય એ કુવાને આજે આંખ ના ભીંજવ બસ?
    તારા જળમાં ધરાઇ ને નાહ્યા છે ધણા ઊનાળા અમેતો..

    shilpaa ji..
    ur gr8..!

    ReplyDelete
  5. બસ લાવી શકાય તો એ માણેલી ક્ષણો પાછી લાવવી છે.
    ફરીથી અમારે માસુમ એ જ બાળપણ જીવવું છે આજે તો

    this line took me in past and made me think about those days tooo..

    super work... keep it up...

    ane ha... ahi hu joh magfali ni vaat karu toh saru n lage ne...

    vaishakh is my faourite one. so quoting few lines..

    ધોમધખતો સૂરજને વૈશાખના વાયરા,
    તેમા કોયલના ટહૂંકાને તારી ફરફરતી આવી યાદ.

    સમયની સાથે તારું સરવુંને મારાથી દૂર થવું,
    ધખધખતા વૈશાખમાં પણ નયન વાદળનું વરસવું.

    ReplyDelete
  6. સાચુ કહુ તો આપણા વતન થી દુર જાઈયે ને ત્યારે જ આપણા વતન ની કદર થાય..અને હા વતન જો લોહી માં હોય તો વતન યાદ આવે.. નહી તો કેટલા લોકો છે કે જે અહીયા થી ગયા પછી અહીયા પાછા તો નથી આવતા પણ પાછુ આપણા વતન ને ગંદુ કહેતા અચકાતા પણ નથી..તને વતન યાદ આવે છે એ તારા સારા સંસ્કાર છેં...

    ReplyDelete
  7. જે ડાળે ઝુલ્યા હતા અમે બાળપણ ,એ ડાળી જોવી છે.

    બસ લાવી શકાય તો એ માણેલી ક્ષણો પાછી લાવવી છે.
    ફરીથી અમારે માસુમ એ જ બાળપણ જીવવું છે આજે તો..........

    hmmmmmmmmmmm ama kahevu su mareeeee!!!!!!badhu j to kahi didhu tame!!!!!!!!!

    ReplyDelete