ઘોમઘખતો સૂરજ આવ્યોને જોડે વૌશાખ નેય લાવ્યો,
ને ફરી વતનને, ખેતરના આંબા ને ઢોર યાદ આવ્યા,
કેમ કહી દઉ ત્યાંની માટીને ધૂળની ડમરી ના ઊડાડ?
આંબાને કેમ કહુ તારા ફળનો સ્વાદ મને ભુલાડ આજે,
જે ડાળે ઝુલ્યા હતા અમે બાળપણ ,એ ડાળી જોવી છે.
મબલખ પાક હતો ખેતરમાં તોય ચોરી કરી હતી અમે,
કેમ ભુલી જવાય મગફળીના ઓરા નો એ લહાવો પણ?
ને બળદગાળાની સવારી જે બાળપણનો વૈભવ આપતી,
કેમ કહી દેવાય એ કુવાને આજે આંખ ના ભીંજવ બસ?
તારા જળમાં ધરાઇ ને નાહ્યા છે ધણા ઊનાળા અમેતો,
ભર ઉનાળે આખા ગામની શેરી ગજવતા હતા અમે,
ને અમારી રમોતોથી કરતા મોટેરાઓને ગરમ ખુબજ,
બસ લાવી શકાય તો એ માણેલી ક્ષણો પાછી લાવવી છે.
ફરીથી અમારે માસુમ એ જ બાળપણ જીવવું છે આજે તો..........
શિલ્પા પ્રજાપતિ..........
Monday, 27 April 2009
Sunday, 26 April 2009
(94) હસાવામાં નહિ પાછા પડીએ.....
આંખનેતો સંબધ છે વળી આંસુ જોડે,
મન ને સંબધ છે દદૅ ને ખુશી સાથે,
હવે કયો સંબધ થાય મનને નવો કહો?
કેમ હજી પણ એવા કોઇ નશામાં છો?
જરા દુખ કે દદૅ હોય તો કરજો યાદ,
અમે હસાવા માં નહિ પાછા પડીએ,
ના લાવીએ સ્મિત તમારા હોઠે તો!
તો કરશું ફરિયાદ ઇશ્ર્વર ને આપણે......
શિલ્પા પ્રજાપતિ.....
મન ને સંબધ છે દદૅ ને ખુશી સાથે,
હવે કયો સંબધ થાય મનને નવો કહો?
કેમ હજી પણ એવા કોઇ નશામાં છો?
જરા દુખ કે દદૅ હોય તો કરજો યાદ,
અમે હસાવા માં નહિ પાછા પડીએ,
ના લાવીએ સ્મિત તમારા હોઠે તો!
તો કરશું ફરિયાદ ઇશ્ર્વર ને આપણે......
શિલ્પા પ્રજાપતિ.....
Wednesday, 22 April 2009
(93) સુધીનો.........
મારગ છે ઘર થી ચિતા સુધીનો,
શ્ર્વાસ છે જન્મ થી મૃત્યુ સુધીનો,
સફર છે મારા થી મારા સુધીનો,
સાથછે મનેમારી એકલતા સુધીનો.
શિલ્પા પ્રજાપતિ.....
શ્ર્વાસ છે જન્મ થી મૃત્યુ સુધીનો,
સફર છે મારા થી મારા સુધીનો,
સાથછે મનેમારી એકલતા સુધીનો.
શિલ્પા પ્રજાપતિ.....
Sunday, 19 April 2009
(92) માટી ને કાચ....
માટીનું છે શરીર આ,
માટી તો ગમે ત્યારે ચોમાસામાં ધોલાય જાય,
બસ કીચડ થઇનેય કોઇને પણ ના નડવો જોઇએ.
કાચનું છે મન આ,
કાચ તો તુટી પણ જાય તોય કોઇ વાંધો નહિ,
બસ તુટેલો કાચ વાગીને લોહી ના નીકડવું જોઇએ.
.શિલ્પા પ્રજાપતિ....
માટી તો ગમે ત્યારે ચોમાસામાં ધોલાય જાય,
બસ કીચડ થઇનેય કોઇને પણ ના નડવો જોઇએ.
કાચનું છે મન આ,
કાચ તો તુટી પણ જાય તોય કોઇ વાંધો નહિ,
બસ તુટેલો કાચ વાગીને લોહી ના નીકડવું જોઇએ.
.શિલ્પા પ્રજાપતિ....
Thursday, 16 April 2009
(91) બળે છે..................
કોઇ શબ્દે શબ્દે પણ બળે છે.
કોઇ મૌનથી પણવળી બળે છે.
લો આ તો વળી મન જ છે.
તેતો વળી ભડકે ભડકે બળે છે.
શિલ્પા પ્રજાપતિ..
કોઇ મૌનથી પણવળી બળે છે.
લો આ તો વળી મન જ છે.
તેતો વળી ભડકે ભડકે બળે છે.
શિલ્પા પ્રજાપતિ..
Tuesday, 14 April 2009
(90) ખુશી...........
આમ ખુશીને ખોબામાં મુકીને જોવા દે,
કેવી સુંદર લાગે છે નિરખવા તોદે જરા,
મારી આંગળીઓમાં જગ્યા રહે છે જરા,
કદાચ સરકવાનું મન થઇ જાય વળી,
એટલે જ રહેવા દો એમને એમ તેને,
કદાચ લાગતી હશે ને મારી જ નજર,
કેમ ભુલાય જવાય એમ વળી પાછું!
નિરખવાનોય હક પણ હવે રહયો નથી.
શિલ્પા પ્રજાપતિ....
કેવી સુંદર લાગે છે નિરખવા તોદે જરા,
મારી આંગળીઓમાં જગ્યા રહે છે જરા,
કદાચ સરકવાનું મન થઇ જાય વળી,
એટલે જ રહેવા દો એમને એમ તેને,
કદાચ લાગતી હશે ને મારી જ નજર,
કેમ ભુલાય જવાય એમ વળી પાછું!
નિરખવાનોય હક પણ હવે રહયો નથી.
શિલ્પા પ્રજાપતિ....
Monday, 13 April 2009
(89) ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.
એક વાર સુખ માં સામિલ થવા દે,
તારી ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.
તારો જ અહેસાસ મને જીવી લેવા દે,
એક વાર આવી ને ખુશી ઠાલવ જરા,
આજે તો મને હસવાનો અવસર આપ,
તારું મૌન રહેવું મને જ કદાચ ડંખશે,
મારી તરસને તુ જળ પી ને પુરી કર,
તારી આંખમાં મારુ સ્વપ્નું છેતે પુરુ ક્રર.
શિલ્પા પ્રજાપતિ...
તારી ખુશીથી હસ્તુ હાસ્ય તો જોવું છે.
તારો જ અહેસાસ મને જીવી લેવા દે,
એક વાર આવી ને ખુશી ઠાલવ જરા,
આજે તો મને હસવાનો અવસર આપ,
તારું મૌન રહેવું મને જ કદાચ ડંખશે,
મારી તરસને તુ જળ પી ને પુરી કર,
તારી આંખમાં મારુ સ્વપ્નું છેતે પુરુ ક્રર.
શિલ્પા પ્રજાપતિ...
Sunday, 12 April 2009
(88) લગ્નનું વિદાય સમયનું રુદન......
લગ્ન પછી કન્યા વિદાય સમય માટે નું કાવ્ય રજુ કયુ છે વાંચક મિત્રો તમારો અભિપાય જણાવજો...જે અનુભવ મા,બાપ,ભાઇ ,બહેન ને ઘરના સભ્યોને અને તને થાય તે લખવાનો પ્રયત્ન છે. વિદાય સમયે બધાને પંસદ પળે તેવો જ પડધો છે.....
હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન....
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.
શિલ્પા પ્રજાપતિ...
હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન....
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.
શિલ્પા પ્રજાપતિ...
Thursday, 9 April 2009
(87) ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે,
તારા ખોબા માં આંખનો આ દરિયો ઠાલવવા દે,
આજે મન મુકીને રોવાનોઆ અવસર માનવા દે,
જાણુછું એપણ મંઝિલ કે સફર એક નથી આપણો,
છતાય ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે,
મનને સ્પશૅવાની શરારત ની સજા પુરી થવા દે,
ઋતુ વગરના વરસાદને પણ અંશ્રુથી ભીંજાવા દે.
શિલ્પા પ્રજાપતિ...
આજે મન મુકીને રોવાનોઆ અવસર માનવા દે,
જાણુછું એપણ મંઝિલ કે સફર એક નથી આપણો,
છતાય ક્ષણ માટે પણ વિસામો બનવાની છુટ લે,
મનને સ્પશૅવાની શરારત ની સજા પુરી થવા દે,
ઋતુ વગરના વરસાદને પણ અંશ્રુથી ભીંજાવા દે.
શિલ્પા પ્રજાપતિ...
(86) તો મારી મમતા મને વેચી આપો,
જીંવનથી મૃત્યુ સુધીનો સફર જલદી પુરો થાય,
તેવું જ કોઇ વિષફળ લાવી આપો,
બસ આ મન થઈ પથ્થર તેનામાં નારહે ધબકાર,
તેવું કોઇ તબીબી સાધન લાવી આપો,
ને હોઠ સુધી મારા જ મને શબ્દો ના પહોચાડાય,
તેવું કોઇ કઠણ કાળજું લાવી આપો,
જો વિશ્ર્વમાં ભરાતુ હોય કોઇ બજાર લાગણીનું તો,
તો મારી મમતા મને વેચી આપો,
શિલ્પા પ્રજાપતિ....
તેવું જ કોઇ વિષફળ લાવી આપો,
બસ આ મન થઈ પથ્થર તેનામાં નારહે ધબકાર,
તેવું કોઇ તબીબી સાધન લાવી આપો,
ને હોઠ સુધી મારા જ મને શબ્દો ના પહોચાડાય,
તેવું કોઇ કઠણ કાળજું લાવી આપો,
જો વિશ્ર્વમાં ભરાતુ હોય કોઇ બજાર લાગણીનું તો,
તો મારી મમતા મને વેચી આપો,
શિલ્પા પ્રજાપતિ....
Wednesday, 8 April 2009
(85) આજે મને તમે વાંચત નહિ....
લખવાની શરુઆત મે નથી કરી,
આ તો ક્ષણોની ગણતરી કરી છે.
મેં શબ્દને કયા જન્મ આપ્યો છે?
શબ્દોએ જ મને જન્મ આપ્યો છે.
આજે શબ્દોએ જ પહેચાન આપી,
નેરણમાં મે દરિયો ઉછળતો જોયો.
અજનબી બનીને જીંવવાના નુસકાએ,
મને ઘણા પોતાનાપણુ આપી ગયા.
કોણ કહે છે કે મૌનમાં તાકાત નથી?
નહિતર આજે મને તમે વાંચત નહિ...
શિલ્પા પ્રજાપતિ....
આ તો ક્ષણોની ગણતરી કરી છે.
મેં શબ્દને કયા જન્મ આપ્યો છે?
શબ્દોએ જ મને જન્મ આપ્યો છે.
આજે શબ્દોએ જ પહેચાન આપી,
નેરણમાં મે દરિયો ઉછળતો જોયો.
અજનબી બનીને જીંવવાના નુસકાએ,
મને ઘણા પોતાનાપણુ આપી ગયા.
કોણ કહે છે કે મૌનમાં તાકાત નથી?
નહિતર આજે મને તમે વાંચત નહિ...
શિલ્પા પ્રજાપતિ....
Tuesday, 7 April 2009
(4) Short poem
महेफिल मे वह आय जब हम महफिल छोड चुके थे,
बात करने वह आय जब हम बोलना ही भुल चुके थे,
पुछने हाल वह आय जब हम बरदास भी कर चुके थे,
फुरसदभी तब मिलेगी जब हम ये जहा छोड चुके होगे,
शिल्पा प्रजापति...
बात करने वह आय जब हम बोलना ही भुल चुके थे,
पुछने हाल वह आय जब हम बरदास भी कर चुके थे,
फुरसदभी तब मिलेगी जब हम ये जहा छोड चुके होगे,
शिल्पा प्रजापति...
Monday, 6 April 2009
(3) Hindi poem
दे सकते हो तो जीने की बजे दे दो,
जीते तो हम भी है, हमे मालुम है!
मुजे मेरे ही होने क़ा अहेसास दे दो,
जखम एक होते तो हमभी भर लेते!
जखम पे जखम को हम केसे सहे?
ये मेरी तनहाई तो मेरी अपनी ही है,
इसमे सामिल न कोइ मेरे सिवा है!
शिल्पा प्रजापति...
जीते तो हम भी है, हमे मालुम है!
मुजे मेरे ही होने क़ा अहेसास दे दो,
जखम एक होते तो हमभी भर लेते!
जखम पे जखम को हम केसे सहे?
ये मेरी तनहाई तो मेरी अपनी ही है,
इसमे सामिल न कोइ मेरे सिवा है!
शिल्पा प्रजापति...
Sunday, 5 April 2009
(84) તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,
બસ જે ઔષધિ તારી પાસે હોય તે મોકલ,
કંઇ નહિતો તારી સહનશકિતમાંથી મને થોડી મોકલ.
હોઠ ને સીવીને રખાય તેવો દોરો મોકલ,
રોકવી છે હવે તો કલમને પણ વિચારોનો થોંભ મોકલ.
બસ, હવે નવો કોઇતો સંકેત વળી મોકલ,
તુજે ગમ પચાવી ગયો તેનું લુચ્ચું હાસ્ય મને મોકલ.
તારી કોઇ જો રમત હોયતો હાર મને મોકલ,
કંઇ નહિતોતારા મૌન રહેવાનું કારણ પણ મને મોકલ.
તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,
ને તો પણ ન કહે તો મારું જ દદૅ ફરી તને મોકલુ છું.
શિલ્પા પ્રજાપતિ.....
કંઇ નહિતો તારી સહનશકિતમાંથી મને થોડી મોકલ.
હોઠ ને સીવીને રખાય તેવો દોરો મોકલ,
રોકવી છે હવે તો કલમને પણ વિચારોનો થોંભ મોકલ.
બસ, હવે નવો કોઇતો સંકેત વળી મોકલ,
તુજે ગમ પચાવી ગયો તેનું લુચ્ચું હાસ્ય મને મોકલ.
તારી કોઇ જો રમત હોયતો હાર મને મોકલ,
કંઇ નહિતોતારા મૌન રહેવાનું કારણ પણ મને મોકલ.
તુ ન કહે તો આજે ફરી મારી કવિતા મોકલુ છું,
ને તો પણ ન કહે તો મારું જ દદૅ ફરી તને મોકલુ છું.
શિલ્પા પ્રજાપતિ.....
Thursday, 2 April 2009
(83) જીવન તો મુશાફરી જેવુંજ હોય છે.
સ્વજનો અજનબી બની જાય છે.
મિત્રો પણ પરાયા થઇ જાય છે.
સંબધો પણ ફીકા પડી જ જાય છે.
કદાચ આશા આપણી વધારે હશે,
કદાચ વધારે વતી ગયા હશે અમે,
જીવન તો મુશાફરી જેવુંજ હોય છે.
બસ અનુભવોના ભાથા બાંધતો જા,
જેવું જીવાય તેવું જીવન જીવતો જા.
કદીતો મૃત્યુ સાથે મુલાકાત થશે જ,
બસ તીથી નથી ખબર તે દિવસની,
બાકીતો અમે ગણતરી કરીદીધી હોત.
શિલ્પા પ્રજાપતિ...
મિત્રો પણ પરાયા થઇ જાય છે.
સંબધો પણ ફીકા પડી જ જાય છે.
કદાચ આશા આપણી વધારે હશે,
કદાચ વધારે વતી ગયા હશે અમે,
જીવન તો મુશાફરી જેવુંજ હોય છે.
બસ અનુભવોના ભાથા બાંધતો જા,
જેવું જીવાય તેવું જીવન જીવતો જા.
કદીતો મૃત્યુ સાથે મુલાકાત થશે જ,
બસ તીથી નથી ખબર તે દિવસની,
બાકીતો અમે ગણતરી કરીદીધી હોત.
શિલ્પા પ્રજાપતિ...
Wednesday, 1 April 2009
(82) આનંદ થયો ...........
જયારે મિત્રતા સાચી હોય ને બધા મિત્રો સાથે હોય અને તેમની વચ્ચે એકાદ જ ના હોય ત્યારે કોઇ તહેવારની ઉજવણી પણ બંને પક્ષે કશક મુકી જાય તેને વણૅન કરવાનો પ્રયત્ન છે.અમારા અટાકટા મિત્ર ગુપ માટે.....
આજે આનંદ થયો તમારા બધાના સરખા વચનથી,
મનથી આપણે એકબીજા ને યાદ તો કરી રહયા છે.
ધૂળેટી ના આ વષૅના રંગો તમને ફીકા લાગી ગયા,
તમે અમને ને અમે તમને વીસરી ના શકયા બસ,
આપણે તો મન ના રંગથી જ રમતા હતા મળી ને,
રુબરુમાં રમાયુ નહી તેની ફીકાશ તમને પણ લાગી.
બાકી અમારો તો કોઇ જુદો રંગ જ ન હતો તો પણ,
તમે દિલથી આજે વતનમાં બોલાવી રહ્યા છો પાછા,
જરૂર થી મહેફીલોમાં અમારી કમી વરતાતી જ હશે.......
શિલ્પા પ્રજાપતિ..
આજે આનંદ થયો તમારા બધાના સરખા વચનથી,
મનથી આપણે એકબીજા ને યાદ તો કરી રહયા છે.
ધૂળેટી ના આ વષૅના રંગો તમને ફીકા લાગી ગયા,
તમે અમને ને અમે તમને વીસરી ના શકયા બસ,
આપણે તો મન ના રંગથી જ રમતા હતા મળી ને,
રુબરુમાં રમાયુ નહી તેની ફીકાશ તમને પણ લાગી.
બાકી અમારો તો કોઇ જુદો રંગ જ ન હતો તો પણ,
તમે દિલથી આજે વતનમાં બોલાવી રહ્યા છો પાછા,
જરૂર થી મહેફીલોમાં અમારી કમી વરતાતી જ હશે.......
શિલ્પા પ્રજાપતિ..
Subscribe to:
Posts (Atom)