લગ્ન પછી કન્યા વિદાય સમય માટે નું કાવ્ય રજુ કયુ છે વાંચક મિત્રો તમારો અભિપાય જણાવજો...જે અનુભવ મા,બાપ,ભાઇ ,બહેન ને ઘરના સભ્યોને અને તને થાય તે લખવાનો પ્રયત્ન છે. વિદાય સમયે બધાને પંસદ પળે તેવો જ પડધો છે.....
હાથોમાં મંહેદી શોભે ને ફુલોની મહેક,
નવા સબધોનું પાનેતર પહેરી ને તે,
આજે તો લાડલી બની છે રે દુલ્હન....
બાપાની લાડકી ને માંની છે દુલારી,
ચાલી રે ચાલી તેતો તેના ધામે ચાલી
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
તેના હાસ્ય માટે અમે કરતા જતન,
બસ ઘરને તે તો રડતુ મુકીને ચાલી,
આજે વ્હાલી બહેન છોડી ચાલી અમને.
તેના ઝઘડા મુકીને મૌન મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી,
બસ દીપક હતી અમારા કુળનીતેતો,
આજે બીજા કુળની પણ દીપક થઈ.
તેનો પ્રકાશ હવે જગમગશે સમાજમાં.
આંખોમાં નવા સ્વપનોના આકાશને
તે તો આજે ચાલી તેના ઘરે ચાલી,
બસ કાચની ઢીંગલી છે અમારી આતો,
કરજો જતન પ્રેમથી બસ ના તુટે તેમ,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
અમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
તેની ભૂલને અમારી કચાશ જ માનજો,
ને મીંઠો ઠપકોય અમને જ પાઠવજો.
શિલ્પા પ્રજાપતિ...
Subscribe to:
Post Comments (Atom)
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
ReplyDeleteતેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
nice one
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
ReplyDeleteઅમારા લોહીથી ને આંસુથી સીચી છે.
sundar kavita..!
અમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
ReplyDeleteતેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
તેનો અવાજ દિલમાં કેદ કરીને ચાલી,
બધી શરારત ને જીદ મુકીને ચાલી,
કેટલાય નવા સંબધો બાંધવા ચાલી,
આજે પુત્રી માંથી પત્ની બની ચાલી
aa linessss bahu j saras che....n aakhi kavita ma tooo kahevanu su che ... its expierence of all women
bahu saras
ReplyDeleteઅમે અપાવેલી ઢીંગલીની માયા મુકીને,
તેનું બાળપણ પણ મુકીને રે ચાલી,
અમારા કાળજાનો ટુકડો સોંપ્પો છે તમને,
ReplyDeleteઅમારા લોહીથી ને આંસુથી સીચી છે.
તેની આંખ માં કદીય ન આવે પાણી,
કરજો તેવું જતન બસ હવે તમે પણ,
bahu j saras .... aankho ne roki nathi sakyo!!!
આ રચના અહીં અને અહીં કોઇના પણ નામ વગર પ્રસિદ્ધ થઈ છે!
ReplyDelete