Thursday 5 March 2009

(2) મન

નાજુક મન હોય છે, એવો ભ્રમ છે? કે હકીકત?

હકીકત માં મનને દદૅ કે ખુશી થતા હશે કે નહી?

મન પથ્થરના હશે કે બરફ જેવા હશે! ખબર નહિ?

હવે સ્પશૅ ફુલનો કે કાંટા નો થતો હશે ખબર નહિ?

મનના કોઇ હિસ્સાને મારી ને જીવાતુ હશે કે નહિ?

આમ મરતામરતા પણ જીવી જવાશે કે ખબર નહિ?

શિલ્પા પ્રજાપતિ.

2 comments:

  1. વાહ ! અભિનંદન...
    દાદા ભગવાને કહયું છે; મન જેટલું સમાધાન પામે તેટલું નાશ પામે અને સંપૂર્ણ સમાધાન પામે તો સંપૂર્ણ વિલય થાય. મનનીં એકાગ્રતા ધર્મ નથી , મનનું સમાધાન થવું તે ધર્મ છે.

    હું કંઈ રજુ કરું મનનાં માનમાં ?

    ઓ વિતરાગી નાજુક મન ! તું આવું તો કઠોર શાને ? દર્દ કે ખુશી તો મારાં છે તને તેથી શું ? તેથી જ તને કહું છું કે પત્થરસમ તને બરફનીં જેમ પીગળતાં જ ક્યાં આવડે છે ? સ્પર્શ ફુલનો જ કરે છે તું કાંટાનીં વેદનાં ક્યારેય સહિ છે ? માન્યું કે તું તો આઘાત છે મારાં જ પ્રત્યાઘાતનો પણ હવે તો સમાધાન પામ ! અરે ! મળશે જ પ્રિયતમ એક વાર આપણનેં આમ મરી મરી ને તે જીવાતું હશે કે ?

    ReplyDelete
  2. નાજુક મન હોય છે, એવો ભ્રમ છે? કે હકીકત?

    હકીકત માં મનને દદૅ કે ખુશી થતા હશે કે નહી?

    મન પથ્થરના હશે કે બરફ જેવા હશે! ખબર નહિ?

    હવે સ્પશૅ ફુલનો કે કાંટા નો થતો હશે ખબર નહિ?

    મનના કોઇ હિસ્સાને મારી ને જીવાતુ હશે કે નહિ?

    આમ મરતામરતા પણ જીવી જવાશે કે ખબર નહિ?

    bahuj sunder kavita

    ReplyDelete