Thursday, 5 March 2009

(7) ભાગ્ય કાચુ

કલમની સહી છો રેડાતી આજે,
ને ભલે શબ્દો ધુધળાતા આજે.


શિલ્પા પ્રજાપતિ...

2 comments:

  1. "પડધો પડયા વગર રહેશે તો,
    તો કસર મારી હશે માનીશું.
    બાકી ઇશ્ર્વરના દરબારમાં આમ,
    તો સ્થાન ન હોય અન્યાયનું,
    સિંહણ નું દુધ ઝીરવવા સોનાના
    પાત્રની જ જરુર પડતી હોય છે."

    વાહ ! આનું જ નામ ખુમારી ! સવાલ એ નથી કે તમે ઈશ્વરને કેટલો પ્રેમ કરો છો , સવાલ એ છે કે તમે ઈશ્વરને કેવો પ્રેમ કરો છો ! અહિં નમ્રતા તો પુરી છે.. .છતાં એટલી ખુમારી પણ ખરી કે અમે સાદ કરીયે અને પડઘો ન શું પડે ? મેં ય એકવાર "તેને" આવું જ કંઈક કહેલું...

    પુષ્પનાં સૌંદર્યમાં એક પાંદડીનો ફાળો કેટલો ? નગણય. અને છતાં અવગણિ ન શકાય તેટલો. તેમ તું છો ને વિશ્વપ્રેમી રહ્યો અને જગત આખું છો ને ઘેલું હોય તારાં પ્રેમમાં ! મને જો અવગણિશ તો તું અધુરો જ રહિ જઇશ હો પ્રિયતમ !

    ReplyDelete
  2. સાવ સાચું તો એ છે કે તે તો પડઘાનો જવાબ આપે જ છે...પરંતુ તમે ક્યાં સાંભળો છો ? તેને તો જરાય નથી ગમતું પત્થરનીં મુર્તિ બનીંને રહેવું પણ તમને તેનું તે જ રુપ ગમે છે એટલે તે પણ શું કરે ? બાકી એકવાર મેં તેનેં કહેલું...

    "ધોમધખતા તાપમાં જ્યારે પગ મારાં દાઝતાં હતાં , બનીંને વ્રુક્ષનીં શિતળ છાંયાં ઓ પ્રિયતમ ! તું જ તો ઊભો હતો ! કડકડતી ઠંડીમાં જ્યારે અંગેઅંગ મારું ધ્રુજતું હતું , બનીંને તાપણું મને ગરમી આપવા તું જ તો ત્યારે પ્રગટ્યો હતો ! ધોધમાર વરસાદમાં હું અંગેઅંગ નિતરતો હતો , બનીંને ઓથ કો અજ્ઞાત દિવાલનીં તું જ તો આશરો બન્યો હતો ! ઓ પ્રિયતમ ! તું મૂર્તિ બનીંને જ પ્રગટ થા એવો મારો જરાય આગ્રહ નથી હોં !"

    ReplyDelete