Thursday 5 March 2009

(3) For Cute students

સવાર ને એમ કંયાથી ભૂલાય?
માસુમ હાસ્ય જોડે થતી સવાર.
અમને કંયા એ ભૂલવા ભુલકાઓ,
કદી એકલા પડવા દેતા જ હતા!
તે ભુલકાઓને એમ એ ભ્રમ હતો,
અમારી પાસેથી કંઇક શીખવાનો!
પણ તેમને કંયાએ ખબરજ હતી?
જીવવાનો એતો ખાલી પ્રયાસ હતો!
બસ પ્રતિક્ષા તો અંત સમયની હતી,
ભુલકાઓ કદાચ પ્રાણ ભરી ગયાફરી.

શિલ્પા પ્રજાપતિ.

1 comment:

  1. જીવવાનો એતો ખાલી પ્રયાસ હતો!
    બસ પ્રતિક્ષા તો અંત સમયની હતી,
    ભુલકાઓએ કદાચ પ્રાણ ભરી ગયાફરી.

    નાંનાં ભુલકાઓ અત્યંત હતાશ જીવનમાં કેવું પ્રાણતત્વ ભરી દે છે ? શું માનવ જીવન ખરેખર આટલું નિરાશાજનક , નિસ્તેજ અને સસ્તું છે ? શું આપણને જીવનમાં કોઈ જ જીવંતતા નથી લાગતી ? કોઈ જ શક્યતા, કોઈ જ સંભાવના નથી દેખાતી ? આવી ઉદાસી વચ્ચે એક સવાર ભુલકાઓનાં માસુમ હાસ્ય સાથે પડે છે...અને જીવનનું સંગિત બજી ઉઠે છે !

    સવાર ને એમ કંયાથી ભૂલાય?
    માસુમ હાસ્ય જોડે થતી સવાર.
    અમને કયાં એ ભૂલવા ભુલકાઓ,
    કદી એકલા પડવા દેતા જ હતા!

    હું પણ એક દિવસ આવી જ એક સવારે જીવન સાગરનાં તટ પર જઈ ચડ્યો ! અને ઘુઘવતા સમુદ્રને પુછ્યું...

    ઓ સમુદ્ર ! તારિ ગહનતાનું કોઈ તો રહસ્ય જણાવ ? ઓ મોજાઓ ! તમારી વિકરાળતાનું કોઈ તો રહસ્ય જણાવો ? ઓ કિનારાઓ ! તમારાં ઘોષનું કોઈ તો રહસ્ય જણાવો ? કિનારાઓએ મોજાઓ તરફ ઈશારો કર્યો. મોજાઓએ સમુદ્રનીં ગહનતા તરફ ઈશારો કર્યો. ગહન સમુદ્રમાં એક રુપેરી માછલી મંદમંદ સ્મિત ફરકાવતી સરકી ગઈ ને મારી માટે એક સિંપ ઊચકિને બહાર લાવી ! શું હશે આ રહસ્ય ? ધડકતા ઋદયે મેં સિંપને સહેજ ખોલિને જોઈ...બાપરે ! સિંપમાં એક સુંદર મોતિ છુપાયેલું હતું અને મોતિમાં ? આખ્ખો દરિયો ઘુઘવતો હતો !

    ReplyDelete