Tuesday 31 March 2009

(81) મારા હોવાનો અહેસાસ થવા દે....

શબ્દોને કાગળ પર રહેવા દે,
વિચારોને આજે વલોવાવા દે,
જગત ને આજે જાણ થવા દે,

મારી ચિતા પર કોઇ હશે કે કેમ?
આ લાશને કોઇ ઓળખશે કે કેમ?
પાછળ રડનારની વાત ના કરો!
આજે હસવા માટે જ અછત છે.

મારા હોવાનો અહેસાસ થવા દે!
બાકીતો મને એ ખબર રહેવા દે!
મારી કિંમત આજે મને થવા દે!
શિલ્પા પ્રજાપતિ....

3 comments:

  1. શબ્દો ને કાગળ પર અવતરવા દે
    છો બને નવનિત;
    વિચારોને આજે વલોવવા દે
    જાણ તો થાય જગતને;
    મારાં હોવાનો અહેસાસ થવા દે !

    મારી ચિતા પર છોને ન હોય કોઈ;
    આ લાશને દુનિયાને ઓળખવા તો દે !
    જીવનભર હસ્યાં હસાવ્યા અમે;
    પાછળથી રડવાનીં વાત રહેવા દે !
    મારાં હોવાનો અહેસાસ થવા દે !

    મજબુર છે દુનિયા કરવા કિંમત દોસ્તો;
    એ ખબર તેનેજ કહેવા દે !
    મારાં હોવાનો અહેસાસ થવા દે !
    મારાં હોવાનો અહેસાસ થવા દે !
    લિ. શિલ્પા પ્રજાપતિ....
    શબ્દબ્રમ્હનાં લટકા તો જુઓ કેવા ભિન્ન ભિન્ન સ્વરુપે અભિવ્યક્ત થાય છે ! અભિનંદન.

    ReplyDelete
  2. nahi karu fariyad jivan na rasta ni bhulbhulamni ni, pan manjil no ahesas toh raheva de.

    n karav yar hawe khabar chhe nathi ame toh tamara, taro howa no ahesas to raheva de.

    i also played with ahesas word.

    good work. keep it up..

    ReplyDelete
  3. ક્યારેક શબ્દોની તને બીક લાગે
    ક્યારેક શબ્દોને ના વહેવાદે તું
    ક્યારેક શબ્દો મધુરું હસી પડ્યા
    ક્યારેક શબ્દો અશ્રુ થઈને વહી રહ્યા
    તોય કડવા શબ્દૉ તને ડરાવી ગયા ?

    ReplyDelete