Thursday, 5 March 2009

(46) એકાંત નથી હવે ક્ષણનું,

માની જાય મનતો સારું આ એકાંત નથી હવે ક્ષણનું,
પળોનું કે દિવસોનું,આખા જીવનનું છે માટે માની લે.
પાલવતો ખાલી છે એટલે જ હવામાં ઉડી રહયો હશે!
આવતી હવાને રોકવી એ તો હાથમાં નથી માનવીના,
સમેટાઇ તો મનને જ સમજાવતા શીખી લેવાનુ રાખ,
નવું જીવન જીવવા નો ફરી પ્રયત્નતો શરુ કરી જો ને,
કોઇના હોઠો પર પણ લાવી શકે તો માસુમ હાસ્ય તો,
સમજવુ નતો પાલવ ખાલી રહયો કે હવાને પણ રોકી.
જીવન આપવું કે જીવવામાં ભલે પછી સફળ ના થવાય,
પણ મારા માનવ થવાનો ફેરો જો કદાચ અસફળ જાયતો!
હું વિધાતા પાસે જઇને નવું ભાગ્ય તો લખાવી ને જ લાવું.

શિલ્પા પ્રજાપતિ..

1 comment:

  1. નવું જીવન જીવવા નો ફરી પ્રયત્નતો શરુ કરી જો ને,
    કોઇના હોઠો પર પણ લાવી શકે તો માસુમ હાસ્ય તો,

    gerat..

    great way of saying that " there is always possiblity of light even in darkness"

    ReplyDelete