Thursday, 26 March 2009

(79) શ્ર્વાસ પણ નામુકી દઉ તે જોજો,

સૂરજ આવ્યો નવો પ્રકાશ લઇ ને.
બીક લાગી શબ્દો ની પાછી ફરી.
શ્રવણ કર ફરી કડવા ઘુટ નવા આજે,
કોઇ કેમ ના સમજે એ બાબત છોડો?
સહન કરવાની કેમઆદત ના પાડી?
આ વૈભવ પણ તમને જ મુબારક,
તમારા ઘડતરમાં કાચા પડયા અમે.
માટીનું સુવાસિત મન સોંપાયુ હતું.
આજે પથ્થર કરીને તમે જ છોડયું.
ને રોજ સ્વામાન તો ઘવાય જ છે.
તોય શ્ર્વાસ ને કેમ શરમ આવતી?
મારા શ્ર્વાસ પણ નામુકી દઉ તેજોજો,
એટલી તો હવે હદ ના કરશો વળી,
બોલવું તો બધુ જ સરળ હોય છે ને.
એકવાર સાંભળવાનો પ્રયત્ન કરો,
કદાચ કિંમત હશે અમારી કોડીની.
હા, છે બઘી જ ખામી અમારામાં.
નવો મારગ તમે જ પંસદ કરી લો,
બસ મારા સ્વામાન સાથે રહેવા દો.
શિલ્પા પ્રજાપતિ....

4 comments:

  1. આ વૈભવ પણ તમને જ મુબારક,
    તમારા ઘડતરમાં કાચા પડયા અમે...

    shilpaji....
    tame gr8 cho yaar..!

    ReplyDelete
  2. માટીનું સુવાસિત મન સોંપાયુ હતું.
    આજે પથ્થર કરીને તમે જ છોડયું.

    wah.. shu lakho chho?

    ReplyDelete
  3. મન ની વાત ને છુપાવશો નહી,
    કહયા પછી પસ્સાતો નહી,
    ખુબ અનમોલ હોય છે "શબ્દો નો સબંધ",
    ફુલ ની પાંખડી ની જેમ..
    શબ્દો ને વિખરાવશો નહી.

    yor great mam i like ur poems very much

    ReplyDelete
  4. કદાચ કિંમત હશે અમારી કોડીની.
    હા, છે બઘી જ ખામી અમારામાં.
    નવો મારગ તમે જ પંસદ કરી લો,
    બસ મારા સ્વામાન સાથે રહેવા દો.

    sunder

    ReplyDelete