Thursday, 5 March 2009

(55) મળે મારી જો પડછાઇ

પકડું કલમ ને તોય હાથ ધુજે,
સહીથી કેમ ખરડાઇ કાગળ ફરી?

મનની ઝંખનાને કેમ કરીને રોકવી,
હું રોજ મનેજ સમજાવું કેવી રીતે?

હજારો કોશિશ કરી ભાગ્ય બદલવા,
પણ કોઇ પ્રયત્ન ફળિયો હજી નથી.

જયોતિષે પણ કહયુ ધણીબધી વાર,
તોય વિશ્ર્વાસ ના બેઠો મને કેમ?

હાથની લકીર માં ખોળુ રેખા રોજ,
કદાચ મને મળે મારી જો પડછાઇ!
શિલ્પા પ્રજાપતિ..

1 comment:

  1. હાથની લકીર માં ખોળુ રેખા રોજ,
    કદાચ મને મળે મારી જો પડછાઇ
    bahu sarsh vakiyo

    ReplyDelete