Thursday 5 March 2009

(57) શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?

મંઝીલ વગરના સફરને ખેડવો કંઇ રીતે?
આમ જીંવવાનું કોઇ કારણ વિના કેમ?
હવે આંખોને કે હોઠોને પણ શું ફેર પડે છે.
ચાલે છે આ શ્ર્વાસ કે નિશ્ર્વાસ શું ખબર!
કોઇ સજજનને જરૂર હોય લાંબા આયુષયની,
યમરાજ પાસે વિંનતી હું ખુદ કરવા જવ,
મારા પ્રાણ ભર એ તુ સજજન વ્યકિતમાં,
મારો જન્મ ફેરો તો ગયો નકામો આમજ,
બસ મારી મૂત્યુ કદાચ સફ્ળ થઇ જાય.
આ મૂત શરીરમાં શ્ર્વાસનીયે કયાં જરૂર છેં?

શિલ્પા પ્રજાપતિ...

1 comment:

  1. મંઝીલ વગરના સફરને ખેડવો કંઇ રીતે?
    આમ જીંવવાનું કોઇ કારણ વિના કેમ?
    હવે આંખોને કે હોઠોને પણ શું ફેર પડે છે.
    ચાલે છે આ શ્ર્વાસ કે નિશ્ર્વાસ શું ખબર!

    વાહ ! કેવી અદભુદ વાત ! આખરે તમારી સફરનીં મંઝીલ શી છે ? છે પણ ખરી કે નથી ? જો છે તો તમે જીવંત છો. અને નથી તો તમે "જીવતા" છો , "જીવંત" નથી ! અને જો ખરેખર "છે" તો તેને પામ્યાં વગરનું જીવન મંજુર છે તમને ? અને તેથી જ કોઇ કહી ઉઠે છે...

    ઓ પ્રિયતમ ! તારાં મિલનનીં તડપમાં જીવનનીં ઈચ્છા સુધ્ધા હોમાઈ ગઈ ! હવે અસ્તિત્વનું ભાન જ કોને છે ? જ્યારે લિન તારાંમાં જ થઈ ગયાં ત્યારે અસ્તિત્વ કોનું અને કેવું ? આ નશ્વર દેહ ? એ હાલતાં ચાલતાં પુતળાં ને તમે જીવંત ગણો છો ? ઓ પ્રિયતમ ! તારાંમાં એકાકાર થઈ ગયાં પછી જીવન કોનું અને જીવંત કોણ ? અરે ! આજ તો છે ઈચ્છામ્રૂત્યુ ! આજ તો છે મોક્ષ ! ને આજ તો છે જીવંત સમાધિ ! એક દેહધારિનીં સંપુર્ણ જીવન્મુક્ત અવસ્થા ! શું આને જ જીવન કહે છે ? ખરું જીવન ?

    ReplyDelete