પોતાની ભૂમિની તો તુલના કોઇ ની જોડે ના જ હોય,
પણ પારકી ભૂમિ પણ પોતાની જેવી જ લાગવા માંડી.
ને તેને છોડતા સમયે તેને છોડવાનુંય મન નહીં થાય,
આ ભૂમિએ પગમૂકીને ઊભા રહેવાનો અધિકાર આપ્યો.
આટલું બધુતો કોઇએ પણ ના શીખવાડયું તેના સિવાય,
અહીંના ભોળા વતની તેમની ભાષામાં શીખવાડી ગયા.
એક નવા જીવનની આંગળી મૂક રહીને જ ચીંધી ગયા.
ને બસ જીવવા ની નવી કળા પણ શીખવાડી જ દીધી.
કદાચ મને ના આવડે તો તે કચાસ જ મારી કહેવાય!
માતૂભૂમિ પર ઊભા રહીને માટીથી માથે તિલક કરુતો,
આ બે હાથ જોડી ને અહીંની ભૂમિ ને વંદન તો કરું જ,
માતૂભૂમિનું ઋણ તો હજી માથે થી પણ ઉતયુ નથી ને,
ને આ ભૂમિનું નવું ઋણ આજે ફરી માથે ચડી રહયુ છે.
શિલ્પા પ્રજાપતિ...
આ કવિતા જ નથી ખરેખર કોરિયાના લોકો ખૂબ જ ભોળા,દયાળુ ને મદદ કરે તેવા છે.તેમને માન આપવાની દિલથી જ ઇરછા થઇ જાય તેવા.....મને અહીંના વતની માટે હંમેશા માન રહેશે...પારકા ને પોતાના કરવા જેવો સરસ અનુભવ અહીં વણૅન કયુ છે..
Subscribe to:
Post Comments (Atom)
hmmm nice poem ...... i like it
ReplyDeletebahu saras lakhyu Che shilpaji perfact...
ReplyDeleteમાતૂભૂમિનું ઋણ તો હજી માથે થી પણ ઉતયુ નથી ને,
ReplyDeletesarase
એક નવા જીવનની આંગળી મૂક રહીને જ ચીંધી ગયા.
ReplyDeleteને બસ જીવવા ની નવી કળા પણ શીખવાડી જ દીધી.
કદાચ મને ના આવડે તો તે કચાસ જ મારી કહેવાય!
hmmm aa linesssss to ghanu shikhvadi jay che.....