Thursday 5 March 2009

(61) માટી ની સોડમ અમને ગમે છે.

એ માટી ની સોડમ અમને ગમે છે.
અમને અમારુ વતન ખૂબ ગમે છે.

વતનની ઘૂળમાં રમાવાનું યાદ છે.
વતન માં વસ્યા છે, ઓછો સમય!

યાદ છે. બઘા અનુભવ આજે પણ્,
સારા અને નરસા દરેકે દરેક પ્રસંગ

આજે પણ આંખ બંઘ કરુ તો!
આંખ સામે વતન દેખાય છે.

વતનમાં જઇએ કે ન જઇએ પણ્,
મન ત્યાં ઘણી વાર ફરી આવે છે.

શિલ્પા પ્રજાપતિ

1 comment:

  1. વતનમાં જઇએ કે ન જઇએ પણ્,
    મન ત્યાં ઘણી વાર ફરી આવે છે.

    વતનનો વિરહ શું હોય છે તે તો શિલ્પાબેન જેવા વતનથી વેગળા લોકો જ જાણેં !
    હું તો બસ એટલું કહિ શકું...

    વતનથી દુર અમે સાવ સુક્કિભઠ્ઠભુમિ જેવાં...સુક્કિભઠ્ઠ ભુમિ પર પડીને શોષાઈ ગયેલાં પેલાં ટીપાંને શું પુછો છો તેને ધરતિ કેવી લાગી ? તમે તો સુક્કિભઠ્ઠ ભુમિને પુછો તેને વર્ષા કેવી લાગી ?
    ઓ વતનનીં યાદ માં આંખમાંથી ટપકી પડતું આંસું ! તું અમારાં માટે વર્ષાનું એક બુંદ છો હોં !

    ReplyDelete